• Gujarati News
  • Utility
  • Gadgets
  • Find Out From An Expert What To Keep In Mind Before Buying A Cheap Fitness Tracker, Your Confusion Will Also Go Away

યુટ્યુબર તેલંગ સાથે Tech Talk:એક્સપર્ટ પાસેથી જાણી લો સસ્તું ફિટનેસ ટ્રેકર ખરીદતા પહેલા શું ધ્યાનમાં રાખવું જોઈએ, તમારું કન્ફ્યુઝન પણ દૂર થશે

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

માર્કેટમાં આજના સમયમાં 400-500 રૂપિયાથી લઈને 5000 રૂપિયા સુધીના ફિટનેસ ટ્રેકર મળી જાય છે. આ જ કારણ છે કે આપણે સમજી શકતા નથી કે કયો ફિટનેસ ટ્રેકર આપણા માટે યોગ્ય રહેશે. તો આજે જાણો એક સારો ફિટનેસ ટ્રેકર લેતા પહેલા તમારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

ઉપયોગમાં સરળતા
ફિટનેસ ટ્રેકર લેતા સમયે એ ધ્યાન રાખવું જરૂરી છે કે તેનો ઉપયોગ કરવામાં સરળતા હોવી જોઈએ. એવું ન હોવું જોઈએ કે તેનું યુઝર ઈન્ટરફેસ એટલું કોમ્પ્લિકેટેડ હોય કે તમે તેને સમજી જ ન શકો. એક ઈઝી ટૂ યુઝ ફિટનેસ ટ્રેકર તમારા માટે વધારે ફાયદાકારક સાબિત થાય છે.

બેટરી લાઈફ સારી હોવી જોઈએ
દમદાર બેટરી વગર ફિટનેસ ટ્રેકરનો શું ફાયદો? તેથી ફિટનેસ ટ્રેકર લેતા સમયે ધ્યાન રાખવું કે તેની બેટરી સારી હોવી જોઈએ. ઓછામાં ઓછા દોઢ દિવસની બેટરી લાઈફ તો હોવી જ જોઈએ અને જો તેનાથી વધુ મળી જાય તો પછી કંઈ વાંધો જ નથી. એવું ન થાય કે તમે તેને રાત્રે ચાર્જ કરવાનું ભૂલી જાઓ, તો સવારે જોગિંગ અથવા વર્કઆઉટ દરમિયાન ગેજેટ ડિસ્ચાર્જ મળે.

સ્ટાઈલ અને કમ્ફર્ટ
એક સારા ફિટનેસ ટ્રેકરની ફિટનેસ પણ સારી હોવી જરૂરી હોય છે, કેમ કે સારા ફિટિંગથી ફિટનેસ ટ્રેકરના સેંસર્સ પણ એક્યુરેટ રીડિંગ કરે છે. વધારે લૂઝ અથવા વધુ ટાઈટ ફિટિંગથી સેંસર્સ સારી રીતે ઓપરેટ નથી થઈ શકતા અને સારું રિઝલ્ટ નથી આપી શકતા. તેની સાથે ફિટનેસ ટ્રેકર જોવામાં પણ સારા હોવા જરૂરી છે. સ્ટાઈલિસ ફિટનેસ ટ્રેકર હશે તો તમે તેને દરેક ફોર્મલ અથવા કેઝ્યુઅલ કોઈપણ જગ્યાએ સ્માર્ટ વોચની જેમ પહેરી શકો છો.

સારું ફિટિંગ જરૂરી છે
સારા ફિટિંગથી ફિટનેસ ટ્રેકરના સેંસર્સ પણ એક્યુરેટ રીડિંગ કરે છે. સ્ટાઈલિશ એટલા હોવા જોઈએ કે દરરોજ પહેરવાની ઈચ્છા થાય, સાથે જ કમ્ફર્ટેબલ એટલા હોય કે તેને પહેરવાથી આરામથી સૂઈ પણ શકાય.

કમ્પેટિબિલિટી અને ડ્યુરેબિલિટી
ફિટનેસ ટ્રેકર ડ્યુરેબિલિટીના કિસ્સામાં પણ સારા હોવા જોઈએ તેનો અર્થ એ થયો કે જે ફિટનેસ ટ્રેકર તમે લઈ રહ્યા છો તેને જોઈ લો કે તે વોટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ છે કે નહીં. બીજું કંઈ નહીં તો સ્વીડ રેઝિસ્ટન્ટ તો હોવા જ જોઈએ. જેથી જોગિંગ માટે જતી વખતે પરસેવાના કારણે તમારા ફિટનેસ ટ્રેકરને શોર્ટ સર્કિટથી બચાવી શકાય. તેની સાથે જ તમારું ફિટનેસ ટ્રેકર વધારે લોકપ્રિય અને મનપસંદ ટ્રેકિંગ એપની સાથે કમ્પેટિબિલ છે કે નહીં તે પણ જરૂરથી ચેક કરી લેવું.