તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેન્જ ઈન પોલિસી:ફાઈનલી હવે ટ્વિટર યુઝર્સ ટ્વીટ એડિટ કરી શકશે, તો સ્પેશિયલ સર્વિસ માટે યુઝરે પૈસા પણ ચૂકવવા પડશે

એક વર્ષ પહેલા
  • ‘Undo Send’ ફીચરની મદદથી યુઝર ટ્વીટ એડિટ કરી શકશે
  • કંપની યુઝર્સને ટ્વીટ ડિલીટ અથવા એડિટ કરવા માટે 30 સેકન્ડનો સમય આપશે
  • પેઈડ યુઝર્સ વધારે ફોન્ટ, હેશટેગ, આઈકોન અને બેકગ્રાઉન્ડ થીમ કલરની પસંદગી કરી શકશે

અત્યાર સુધી ટ્વિટર યુઝર્સ જેની માગ કરી રહ્યા હતા ફાઈનલી હવે તે ફીચરનો ઉમેરો માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરમાં થવા જઈ રહ્યો છે. વર્ષોથી ટ્વિટરમાં એડિટ ટ્વીટ ઓપ્શનની માગ ઉઠતી રહી છે. કંપની આ જ પ્રકારનું એક ફીચર Undo Send (અનડુ સેન્ડ) લોન્ચ કરવા જઈ રહી છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, Undo Send એડિટ ટ્વીટ ફીચર જેવું જ કાર્ય કરશે. Undo Sendમાં વીડિયો પણ અપલોડ કરી શકાશે. જોકે તેના માટે કંપની ચાર્જ લઈ શકે છે.

ટ્વિટર પેઈડ સબસ્ક્રિપ્શન માટે તૈયાર
ગત મહિને જ કંપનીએ સંકેત આપ્યો હતો કે કંપની પેઈડ સર્વિસિસ શરૂ કરશે. રેવન્યુ જનરેટ કરવા કંપનીએ તેનો નિર્ણય લીધો છે. રિપોર્ટ અનુસાર, કંપનીએ કેવા પ્રકારના કન્ટેન્ટ પર પેઈડ સર્વિસ લાગુ કરી શકાય તે માટે યુઝર્સનો સર્વે પણ કરી રહી છે. તેમાં પ્રોફાઈલ સપોર્ટ, ઓટો રિસ્પોન્સ, એક્સ્ટ્રા સોશિયલ લિસનિંગ એનાલિટિકલ અને એડવર્ટાઈઝના સર્વે સામેલ છે.

ટ્વીટ એડિટ કરવા માટે 30 સેકન્ડનો સમય મળશે
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કંપની યુઝર્સને ટ્વીટ ડિલીટ અથવા એડિટ કરવા માટે 30 સેકન્ડનો સમય આપશે.આ 30 સેકન્ડની અંદર યુઝર્સના ટ્વીટને અન્ય કોઈ ટ્વિટર યુઝર્સ જોઈ શકશે નહીં. પેઈડ યુઝર્સ વધારે ફોન્ટ, હેશટેગ, આઈકોન અને બેકગ્રાઉન્ડ થીમ કલરની પસંદગી કરી શકશે. જોકે આ ફીચર ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

પેઈડ યુઝર્સ 5ગણી વધારે લેન્થ ધરાવતો વીડિયો અપલોડ કરી શકશે
પેઈડ યુઝર્સ હાલ ટ્વિટરમાં વીડિયો અપલોડની લિમિટ કરતાં 5ગણી વધારે લેન્થ ધરાવતો વીડિયો અપલોડ કરી શકશે. મેન્યુને ઓટો રિસ્પોન્સ માટે પણ સેટ કરી શકશે. સાથે જ કંપની જોબ લિસ્ટિંગ સહિત અન્ય ફીચર્સ પણ લોન્ચ કરશે.