તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ભારતીય માર્કેટમાં એપલના સૌથી લેટેસ્ટ આઈફોન 12 સિરીઝનું વેચાણ શરુ થઇ ગયું છે. આ દરમિયાન નવા આઈફોનનો ઉપયોગ કરનારા યુઝર્સે દાવો કર્યો છે કે, સ્ટેન્ડબાય થયા પછી પણ ફોનની બેટરી ઝડપથી ઊતરી જાય છે. એપલે આઈફોન 12ના લોન્ચિંગ પછી દાવો કર્યો હતો કે, તેમાં બેટરી બેકઅપ આઈફોન 11ની સરખામણીએ વધારે છે.
એપલ ફોરમ પર યુઝરે ફરિયાદ કરી
Master26A નામના યુઝરે એપલના ડિસ્કશન ફોરમ પર ફરિયાદ કરી છે કે, તેના નવા આઈફોન 12 પ્રોની બેટરી ઝડપથી પૂરી થઇ જાય છે. તેના ફોનની સ્ક્રીન મોટાભાગે બંધ રહે છે. તેણે ફોનમાંથી 5G સિગ્નલ પણ બંધ કરી નાખ્યું હતું. એ પછી પણ ફોનની બેટરીમાં ડ્રેનેજની તકલીફ થઇ રહી છે.
આ ફરિયાદ પર આઈફોન 12નો ઉપયોગ કરનારા બીજા યુઝર્સે પણ બેટરી ઊતરી જવાનો પ્રોબ્લેમ શેર કર્યો છે. યુઝર્સે સ્ક્રીનની ઓન/ઓફ સ્ટેટિસ્ટિક્સની સાથે બેટરી ગ્રાફ પણ શેર કર્યો છે. સ્ક્રીન બંધ થયા પછી ફોનમાં બેટરી અમુક કલાક પછી ડિસ્ચાર્જ થઇ ગઈ. એપલે આઈફોન 11 પ્રો અને 11 પ્રો મેક્સની સરખામણીએ નવા આઈફોન 12 પ્રો અને 12 પ્રો મેક્સ પર બેટરીનો આકાર નાનો કરી દીધો છે.
આઈફોન 12નો બેટરી ટેસ્ટ
એક યુટ્યુબર દ્વારા આઈફોન 12 સિરીઝના સ્માર્ટફોન્સ અને આઈફોન 11 સિરીઝના સ્માર્ટફોન્સની બેટરી બેકઅપને લઈને અમુક ટેસ્ટ કર્યા હતા. તેમાં ખબર પડી કે આઈફોન 12ની બેટરી આઈફોન 11થી સારી છે પરંતુ આઈફોન 11 પ્રો અને 11 પ્રો મેક્સની સરખામણીમાં નબળી રહી. ટેસ્ટમાં આઈફોન 12 અને 12 પ્રોની બેટરી 6.5 કલાક ચાલી. તો આઈફોન 11 પ્રોની બેટરી 7.5 કલાક ચાલી. આઈફોન 11 પ્રો મેક્સની બેટરી 8 કલાક 29 મિનિટ ચાલી.
પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.