બજેટ સ્માર્ટફોન લોન્ચ:આઈકેર મોડની સુવિધા, 50 + 2MPનો પ્રાઈમરી કેમેરા અને 6,000mAhની બેટરી, કિંમત માત્ર 9,499 રુપિયા

7 મહિનો પહેલા
  • કૉપી લિંક

‘રોટી, કપડા અને મકાન’ની જેમ સ્માર્ટફોન એ આપણાં રોજિંદા જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. કોરોનાનાં સમયકાળ દરમિયાન ડિજિટલાઈઝેશનની પ્રવૃતિને પ્રોત્સાહિત કરવામાં સ્માર્ટફોને ખૂબ જ મહત્વનો ભાગ ભજવ્યો છે. આજે માર્કેટમાં સ્માર્ટફોનની કંપનીઓની એટલી ભરમાર થઈ ચૂકી છે કે આખા વર્ષમાં ઢગલાબંધ સ્માર્ટફોન લોન્ચ થાય છે પણ જ્યારે આપણે સ્માર્ટફોન લેવા માટે બજારમાં નજર ફેરવીએ ત્યારે આપણી જરુરિયાત મુજબની બધી જ સુવિધાઓ મળી રહે તેવો ફોન બજેટમાં મળવો ખૂબ જ મુશ્કેલ છે. ત્યારે આજે અમે તમારા માટે એક એવો બજેટ સ્માર્ટફોન લાવ્યા છીએ કે, જે તમારા બજેટમાં તો ફિટ બેસશે જ સાથે તમારી તમામ જરુરિયાતની બધી સુવિધાઓ પણ આ ફોનમાં મળી રહેશે.

આ બજેટ સ્માર્ટફોન છે Infinix Hot 12, જે હાલ જ ભારતીય બજારમાં લોન્ચ થયો છે. જો સ્માર્ટફોનમાં તમે કોઈ કંપનીને લઈને મોહ ના રાખતાં હો તો એકવાર આ ફોન અને તેનાં ફિચર્સ વિશે જરુર જાણો.

Infinix Hot 12ને ભારતમાં 9,499 રૂપિયાની નજીવી કિંમતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ કિંમતમાં તમને 4GB+64GB વેરિયન્ટ મળશે. આ સ્માર્ટફોનનું વેચાણ 23 ઓગસ્ટથી શરૂ થશે અને ફ્લિપકાર્ટ દ્વારા તેનો સેલ થશે. આ સ્માર્ટફોન એક્સપ્લોરેટરી બ્લૂ, પોલર બ્લેક, પર્પલ અને ફિરોઝા સાયન કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન 12 એપ્રિલનાં રોજ વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવ્યો હતો.

ફિચર્સ:

  • આ સ્માર્ટફોન ડ્યુઅલ નેનો સિમ સાથે એન્ડ્રોઈડ-11 પર કામ કરે છે.
  • 6.82 ઈંચની HD+ IPS LCD ડિસ્પ્લે તમને આમાં જોવા મળી રહેશે.
  • આમાં વિશેષ ફિચર એ છે કે, આ સ્માર્ટફોન આઈકેર મોડની સુવિધા સાથે આવે છે, જે 10 હજારની કિંમતનાં કોઈપણ ફોનમાં તમને જોવા નહી મળે
  • આ ઉપરાંત સ્માર્ટફોનમાં ઓક્ટા-કોર મીડિયા ટેક હિલિયો G-37 પ્રોસેસર અને 4GB LPDDRx રેમ મળશે. આમાં તમને રેમ વધારવાનું ફિચર પણ આપવામાં આવેલ છે, જો તમે ઈચ્છો તો રેમને 3GB સુધી વધારી શકો છો.
  • આ સ્માર્ટફોનમાં માઇક્રો SD કાર્ડની મદદથી તમે ઈન્ટરનલ મેમરી 256GB સુધી વધારી શકાય છે. તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 6,000mAhની બેટરી આપવામાં આવી છે.
  • જો ફોટોગ્રાફીની વાત કરીએ તો તેના રિયરમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેનો પ્રાઇમરી કેમેરા 50MPનો છે. તેમાં 2MPનું ડેપ્થ સેન્સર અને એક AI કેમેરો આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલ માટે 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. તેના રિયરમાં ક્વાડ LED ફ્લેશ આપવામાં આવી છે, જ્યારે ફ્રન્ટમાં ડ્યુઅલ LED ફ્લેશ આપવામાં આવી છે.

પોઝિટિવ પોઈન્ટ્સ:

  • 4GB LPDDRx રેમ + 3GB એક્સપેન્ડેબલ રેમ ઓપ્શન
  • 6,000mAh બેટરી અને ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ
  • આંખોની સુરક્ષા માટે ‘આઈકેર મોડ’ની સુવિધા
  • 50MPનો પ્રાઈમરી કેમેરો, 2MPનું ડેપ્થ સેન્સર અને AI કેમેરો

નેગેટિવ પોઈન્ટ્સ:
10 હજારનાં બજેટમાં તો આ સ્માર્ટફોન બેસ્ટ જ છે તેમછતાં અમુક એવા નેગેટિવ પોઈન્ટસ છે જે ધ્યાનમાં લેવા જરુરી છે.

  • અત્યારનાં મોટાભાગનાં સ્માર્ટફોન એન્ડ્રોઈડ 12 OS પર કામ કરે છે, જ્યારે આ ફોનમાં તમને એન્ડ્રોઈડ 11 OS મળે છે.
  • હાલ ભારતમાં 5G સર્વિસ આવવાની શરુઆત થઈ ચૂકી છે ત્યારે આ સ્માર્ટફોન 4G સપોર્ટેડ છે.