શું તમે તમારા સ્માર્ટફોન પર 'ડૂ નોટ ડિસ્ટર્બ' મોડ એક્ટિવેટ કરીને બંધ કરવાનું ભૂલી જાઓ છો? અને તેના કારણે મહત્વપૂર્ણ વ્હોટ્સએપ કોલ ચૂકી જાઓ છો? તો તમારી આ સમસ્યાનું સમાધાન વ્હોટ્સએપ પોતાના નવા ફીચરમાં લાવી રહી છે. WABetaInfoનાં જણાવ્યા પ્રમાણે મેટાની માલિકીની કંપનીએ અમુક બીટા ટેસ્ટર્સ માટે એક ફીચર રિલીઝ કર્યું છે, આ એક એવું ફીચર છે જે યૂઝર્સને જણાવે છે કે, શું તેઓ વ્હોટ્સએપ કોલ ચૂકી ગયા હતા કારણ કે, કોલ કરવામાં આવ્યો ત્યારે તેમના ડિવાઇસ પર 'ડુ નોટ ડિસ્ટર્બ' મોડ એક્ટિવ હતો.
WABetaInfoએ ટ્વીટ કર્યું હતું કે, ‘વ્હોટ્સએપ અમુક બીટા પરીક્ષકો માટે ‘ડુ નોટ ડિસ્ટર્બ’ મોડ સપોર્ટ રિલીઝ કરી રહ્યું છે.’
સ્ક્રીનશોટમાં જોવા મળ્યા મુજબ, ‘સાયલન્સ્ડ બાય ડુ નોટ ડિસ્ટર્બ’ મેસેજ વીડિયો અથવા ઓડિયો કોલ્સ માટે બતાવે છે કે, જે તમે 'ડૂ નોટ ડિસ્ટર્બ' મોડને કારણે ચૂકી ગયા છો. આ એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ (API) તમારા સ્માર્ટફોન પર એક્ટિવ કરવામાં આવ્યો છે કે, કેમ? તે ચકાસવા માટે કોઈને મેસેજિંગ પ્લેટફોર્મ પર તમને મિસ્ડ કોલ આપવા માટે કહો. જો તમે 'સાયલન્સ્ડ બાય ડુ નોટ ડિસ્ટર્બ' લેબલ જુઓ છો, તો તેનો અર્થ એ છે કે તમારા વ્હોટ્સએપ એકાઉન્ટ પર આ વિકલ્પ એક્ટિવેટ કરવામાં આવ્યો છે.
'ડુ નોટ ડિસ્ટર્બ' મોડને કેવી રીતે એક્ટિવેટ કરવો?
આઇફોનમાં 'સેટિંગ્સ' અને પછી 'ફોકસ' પર જાઓ. હવે, 'ડૂ નોટ ડિસ્ટર્બ' પર ટેપ કરો. તે આપમેળે એક્ટિવેટ થઈ જશે. આ સેવા હેઠળ તમે નક્કી કરી શકો છો કે, ક્યારે આ મોડને એક્ટિવેટ કરવો?
એન્ડ્રોઇડ સ્માર્ટફોનમાં 'સેટિંગ્સ' પર જાઓ, તેમાં 'સાઉન્ડ એન્ડ વાઇબ્રેશન' પછી 'ડુ નોટ ડિસ્ટર્બ'નો વિકલ્પ આવે છે, તેના પર ટેપ કરો અને એક્ટિવેટ કરો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.