તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એપ ઓન iOS:દેશની પ્રથમ બેટલ રોયલ ગેમ FAU Gનું એપ સ્ટોર પર આગમન; આઈફોન અને આઈપેડ યુઝર્સ ડાઉનલોડ કરી શકશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
FAU-G એક ફર્સ્ટ પર્સન શૂટર ગેમ છે. ગેમને બેંગલોરની કંપની nCore ગેમ્સે ડેવલપ કરી છે - Divya Bhaskar
FAU-G એક ફર્સ્ટ પર્સન શૂટર ગેમ છે. ગેમને બેંગલોરની કંપની nCore ગેમ્સે ડેવલપ કરી છે
  • એપ હાલ iOS 10.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન માટે કમ્પેટિબલ છે
  • એપના ડિસ્ક્રિપ્શન પ્રમાણે એપ માત્ર યુસેઝ ડેટા જ ટ્રેક કરે છે

દેશની પ્રથમ બેટલ રોયલ ગેમ FAU-G હવે એપ સ્ટોર પર પણ અવેલેબલ થઈ છે. તેને આઈફોન, આઈપેડ અને આઈપોડ ટચ યુઝર્સ ડાઉનલોડ કરી શકે છે. અત્યાર સુધી આ ગેમ માત્ર એન્ડ્રોઈડ યુઝર્સ માટે અવેલેબલ હતી. આ ગેમને nCore ગેમ્સે બોલિવુડ એક્ટર અક્ષય કુમાર સાથે મળી ડેવલપ કરી છે.

શું છે FAU-G ગેમ?
FAU-G (ફીયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ) મોબાઈલ એક ફર્સ્ટ પર્સન શૂટર ગેમ છે. ગેમને બેંગલોરની કંપની nCore ગેમ્સે ડેવલપ કરી છે. PUB-G બૅન થયા બાદ અક્ષય કુમારે મેડ ઈન ઈન્ડિયા FAU-G લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.

કેવી રીતે ડાઉનલોડ કરશો?
iOS ડિવાઈસ પર આ ગેમ ડાઉનલોડ કરવા માટે એપલના એપ સ્ટોરમાં જઈ સર્ચ બારમાં FAU-G સર્ચ કરો. ત્યારબાદ તેને ડાઉનલોડ કરો. એપના ડિસ્ક્રિપ્શન પ્રમાણે એપ માત્ર યુસેઝ ડેટાને જ ટ્રેક કરે છે. આ સિવાય કોન્ટેક્ટ ઈન્ફો, યુઝર કન્ટેન્ટ અને પર્સેઝ સહિની માહિતી પણ એપ કલેક્ટ કરી શકે છે. એપની સાઈઝ 643.4MBની છે. એપ હાલ iOS 10.0 અને તેની ઉપરનાં તમામ વર્ઝન માટે કમ્પેટિબલ છે.

રેવન્યૂના 20% શહીદોના પરિવારને મળશે
FAU-Gને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવી છે. nCore ગેમ્સે કહ્યું કે ગેમની રેવન્યૂના 20% ભારતના વીર ટ્ર્સ્ટને ડોનેટ કરવામાં આવશે. સરકાર દ્વારા આર્મ્ડ ફોર્સિસના શહીદોની મદદ કરવા માટે વીર ટ્ર્સ્ટ બનાવવામાં આવ્યો છે.

PUBG બૅન થયાના 2 દિવસ બાદ FAU-Gની જાહેરાત થઈ હતી
સરકારે 2 સપ્ટેમ્બરે PUBG સહિત 118 ચાઈનીઝ એપ્સ બૅન કરી હતી. સરકારે કહ્યું હતું કે આ એપ્લિકેશન્સથી ભારતની સુરક્ષાને જોખમ છે. PUBG બૅન થયાના 2 દિવસ પછી અક્ષય કુમારે FAU-G લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં ગલવાનમાં ભારત-ચીનના સૈનિકોની ઝપાઝપી બાદ સરકારે 29 જૂને 59 ચાઈનીઝ એપ્સ, 27 જુલાઈએ 47 એપ્સ બૅન કરી હતી. PUBG ગેમ ભારતમાં ખૂબ પોપ્યુલર હતી. તેને દેશમાં આશરે 17.5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો