દેશની પ્રથમ બેટલ રોયલ ગેમ:આજે ભારતમાં લોન્ચ થશે FAU-G મોબાઈલ ગેમ, અત્યાર સુધી 40 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

FAU-G મોબાઈલ ગેમ આજે ભારતમાં ડેબ્યુ કરી રહી છે. ગેમને nCore ગેમ્સે બોલિવુડ એક્ટર અક્ષય કુમાર સાથે મળી તૈયાર કરી છે. તેના પ્રી-રજિસ્ટ્રેશન 30 નવેમ્બરે શરૂ થયા હતા. તેની જાહેરાતના 3 દિવસ અંદર 10 લાખથી વધારે યુઝર્સે ગેમ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. હવે આ આંકડો 40 લાખને પાર પહોંચ્યો છે.

શું છે FAU-G ગેમ?
FAU-G (ફીયરલેસ એન્ડ યુનાઈટેડ ગાર્ડ્સ) મોબાઈલ એક ફર્સ્ટ પર્સન શૂટર ગેમ છે. ગેમને બેંગલોરની કંપની nCore ગેમ્સે ડેવલપ કરી છે. PUB-G બૅન થયા બાદ અક્ષય કુનારે મેડ ઈન ઈન્ડિયા FAU-G લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. રિપોર્ટ્સ પ્રમાણે, લોન્ચિંગ સમયે તેમાં બેટલ રોયલ મોડ નહિ મળે, જોકે ત્યારબાદ બેટલ રોયલ અને મલ્ટિપ્લેયર બંને મોડ ઉમેરવામાં આવશે.

કેવી રીતે ડાઉનલોડ કરશો?
જો તમે એક એન્ડ્રોઈડ યુઝર્સ છો તો તમે 26 જાન્યુઆરીથી તેને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. જો તમે ગેમ માટે અગાઉથી રજિસ્ટ્રેશન કરાવેલું છે તો તેમને એક નોટિફિકેશન મળશે, જેમાં ગેમ લોન્ચિંગ અને ડાઉનલોડ વિશે માહિતી મળશે.

કયા ડિવાઈસ પર સપોર્ટ કરશે FAU-G?
હાલ FAU-G ગેમ માત્ર એન્ડ્રોઈડ ડિવાઈસ પર સપોર્ટ કરશે. એન્ડ્રોઈડ 8 અને તેની ઉપરના તમામ વર્ઝન પર આ ગેમ સપોર્ટ કરશે. ગેમને iOS સપોર્ટ પણ ટૂંક સમયમાં મળશે. આઈપેડ અને આઈફોન સપોર્ટ વિશે હજુ કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી. FAU-G શરૂઆતમાં હાઈ એન્ડ અને મિડ રેન્જ ડિવાઈસિસને ટાર્ગેટ કરશે. લૉ એન્ડ ડિવાઈસિસ માટે થોડા સમય પછી સપોર્ટ મળવા લાગશે.

રેવન્યૂના 20% શહીદોના પરિવારને મળશે
FAU-Gને આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ તૈયાર કરવામાં આવી છે. nCore ગેમ્સે કહ્યું કે ગેમની રેવન્યૂના 20% ભારતના વીર ટ્ર્સ્ટને ડોનેટ કરવામાં આવશે. સરકાર દ્વારા આર્મ્ડ ફોર્સિસના શહીદોની મદદ કરવા માટે વીર ટ્ર્સ્ટ બનાવવામાં આવ્યો છે.

PUBG બૅન થયાના 2 દિવસ બાદ FAU-Gની જાહેરાત થઈ હતી
સરકારે 2 સપ્ટેમ્બરે PUBG સહિત 118 ચાઈનીઝ એપ્સ બૅન કરી હતી. સરકારે કહ્યું હતું કે આ એપ્લિકેશન્સથી ભારતની સુરક્ષાને જોખમ છે. PUBG બૅન થયાના 2 દિવસ પછી અક્ષય કુમારે FAU-G લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ પહેલાં ગલવાનમાં ભારત-ચીનના સૈનિકોની ઝપાઝપી બાદ સરકારે 29 જૂને 59 ચાઈનીઝ એપ્સ, 27 જુલાઈએ 47 એપ્સ બૅન કરી હતી. PUBG ગેમ ભારતમાં ખૂબ પોપ્યુલર હતી. તેને દેશમાં આશરે 17.5 કરોડ લોકોએ ડાઉનલોડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...