જૂનાં સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ બેટરી મળતી નથી. તેવામાં ફોન સ્લો ચાર્જ થાય છે. ઘણી વખત ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ તો કરે છે પરંતુ તે ઝડપથી ચાર્જ થતો નથી. ચાર્જિંગની આ પ્રોબ્લેમ તમે ફોનમાં કેટલાક સેટિંગથી દૂર કરી શકો છો. આ સેટિંગ ફોલો કરવાથી ચાર્જિંગ ટાઈમ 20% સુધી ઓછો થશે.
ફોનમાં સીક્રેટ સેટિંગ
ફાસ્ટ ચાર્જિંગથી જોડાયેલા ફોનમાં સીક્રેટલી કેટલાક સેટિંગ હોય છે. આ સેટિંગ ફોનના ડેવલપર ઓપ્શનમાં હોય છે. તેને પહેલાં એક્ટિવ કરવાના હોય છે. આ સેટિંગને અપ્લાય કરવા માટે સૌ પ્રથમ ફોનના Settingsમાં જઈને About phoneમાં જવાનું રહેશે. ત્યારબાદ સૌથી નીચે Build number પર 7-8 વખત ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ Developer optionsમાં જવાનું રહેશે. આ ઓપ્શનમાં જ સીક્રેટ સેટિંગ હોય છે.
આ સ્ટેપ્સ ફોલો કરો
આ કારણથી ચાર્જિંગ ફાસ્ટ થાય છે
એન્ડ્રોઈડ સ્માર્ટફોનના USB કોન્ફિગ્રેશનમાં MTP (મીડિયા ટ્રાન્સફર પ્રોટોકલ ડિફોલ્ટ) સિલેક્ટ હોય છે. તેથી ફોન ચાર્જ તો થાય છે પરંતુ MTPના ઓપ્શનને પહેલાં રીડ કરે છે. તેને બદલે ચાર્જિંગનો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.