ટેક ગાઈડ:જૂના સ્માર્ટફોનમાં સ્લો ચાર્જિંગથી કંટાળી ગયા છો? તો આ સ્ટેપ્સ ફોલો કરી 20% સુધીનું ફાસ્ટ ચાર્જિંગ મેળવો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જૂનાં સ્માર્ટફોનમાં ફાસ્ટ ચાર્જિંગ બેટરી મળતી નથી. તેવામાં ફોન સ્લો ચાર્જ થાય છે. ઘણી વખત ફોન ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ તો કરે છે પરંતુ તે ઝડપથી ચાર્જ થતો નથી. ચાર્જિંગની આ પ્રોબ્લેમ તમે ફોનમાં કેટલાક સેટિંગથી દૂર કરી શકો છો. આ સેટિંગ ફોલો કરવાથી ચાર્જિંગ ટાઈમ 20% સુધી ઓછો થશે.

ફોનમાં સીક્રેટ સેટિંગ
ફાસ્ટ ચાર્જિંગથી જોડાયેલા ફોનમાં સીક્રેટલી કેટલાક સેટિંગ હોય છે. આ સેટિંગ ફોનના ડેવલપર ઓપ્શનમાં હોય છે. તેને પહેલાં એક્ટિવ કરવાના હોય છે. આ સેટિંગને અપ્લાય કરવા માટે સૌ પ્રથમ ફોનના Settingsમાં જઈને About phoneમાં જવાનું રહેશે. ત્યારબાદ સૌથી નીચે Build number પર 7-8 વખત ટેપ કરવાનું રહેશે. ત્યારબાદ Developer optionsમાં જવાનું રહેશે. આ ઓપ્શનમાં જ સીક્રેટ સેટિંગ હોય છે.

આ સ્ટેપ્સ ફોલો કરો

  • જ્યારે તમારા ફોનમાં Developer options આવે તો તેને ઓપન કરો. આ ઓપ્શન તંને સેટિંગમાં સૌથી નીચે About phoneની ઉપર દેખાશે. તેને ટોપ રાઈટથી ON કરો.
  • હવે Developer optionsમાં નીચે Networkingમાં જઈ Select USB configuration ઓપ્શન ઓપન કરો. તેમાં MTP ઓટો સિલેક્ટ હોય છે. અહીં તમારે Charging સિલેક્ટ કરવાનું રહેશે.
  • તમે Charging સિલેક્ટ કરી બેક બટન દબાવો અને Developer optionsની બહાર નીકળો. એક વાર ફરી આ જ ઓપ્શનમાં જઈને ચેક કરો કે Charging સિલેક્ટેડ છે કે નહિ. જો Charging સિલેક્ટેડ હશે તો હવે તમારો ફોન પહેલાં કરતાં ઝડપથી ચાર્જ થશે.

આ કારણથી ચાર્જિંગ ફાસ્ટ થાય છે
એન્ડ્રોઈડ સ્માર્ટફોનના USB કોન્ફિગ્રેશનમાં MTP (મીડિયા ટ્રાન્સફર પ્રોટોકલ ડિફોલ્ટ) સિલેક્ટ હોય છે. તેથી ફોન ચાર્જ તો થાય છે પરંતુ MTPના ઓપ્શનને પહેલાં રીડ કરે છે. તેને બદલે ચાર્જિંગનો ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે.