તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ખેડૂત આંદોલન દરમિયાન છેલ્લા કેટલાક દિવસથી હેશટેગ મોદી પ્લાનિંગ ફાર્મર જેનોસાઈડ સાથે ટ્વિટર પર કેટલાક કન્ટેન્ટ પોસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેના પર સરકારે ટ્વિટરને કેટલાક અકાઉન્ટ્સ સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા. ટ્વિટરે તે અકાઉન્ટ સસ્પેન્ડ તો કર્યા પરંતુ તે ફરી એક્ટિવ થઈ ગયા. સરકારે આ મામલે ટ્વિટરને ચેતવણી આપી છે કે, ટ્વિટર આદેશ માનવા માટે બંધાયેલું છે. જો તે આદેશ અને નિયમોનું ઉલ્લંઘન કરશે તો તે પોતાના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીને નિમંત્રણ આપી રહ્યું છે.
ટ્વિટર પર 1 ફેબ્રુઆરીથી મોદી પ્લાનિંગ ફાર્મર જેનોસાઈડ હેશટેગ સાથે પબ્લિશ થયેલા કન્ટેન્ટને સરકારે ભડકાઉ અને નફરત ફેલાવનાર ગણાવ્યા છે. સરકારે કહ્યું કે આ એક પ્લાન્ડ કેમ્પેઈન છે. જે સમાજમાં તણાવ ફેલાવા માટે ચલાવવામાં આવી રહ્યું છે. સરકારે આવા તમામ ટ્વીટ દૂર કરવા અને તેની પ્રોફાઈલ બ્લોક કરવા માટે ટ્વિટરને જણાવ્યું હતું. ટ્વિટરે ખેડૂત આંદોલનથી જોડાયેલા 250 અકાઉન્ટ સસ્પેન્ડ કર્યા હતા, પરંતુ થોડા કલાકો બાદ તે ફરી કાર્યરત થયા છે. આ પ્રકારની પ્રોફાઈલ્સ ફરી અનબ્લોક થઈ તો વિવાદિત હેશટેગના ટ્વીટ ફરી ટ્વિટર પર દેખાવા લાગ્યા.
શું છે સમગ્ર મામલો
30 જાન્યુઆરીથી કેટલાક યુઝર્સ ટ્વિટર પર ખેડૂત જનસંહાર હેશટેગના ટ્વીટ કરી રહ્યા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકાર ખેડૂતો વિરુદ્ધ એક મોટું ષડયંત્ર રચી રહી છે અને ખેડૂતોના જનસંહારની યોજના બનાવી રહી છે. આ હેશટેગે આગામી 2 દિવસમાં ખુબ જોર પકડ્યું અને ફરી સરકારે તેને રોકવા માટે પ્રયાસ કર્યા. ઈલેક્ટ્રોનિક્સ અને સૂચના પ્રોદ્યોગિકી મંત્રાલયે તેના પર કાર્યવાહી કરી હતી.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.