તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Fake Xiaomi Products Headphones, Powerbank, Chargers And Earphones Worth Rs. 33.3 Lakhs Seized In Chennai And Bengaluru

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શાઓમીની ફેક પ્રોડક્ટ:દેશમાં 33.3 લાખ રૂપિયાના ફેક હેડફોન, પાવરબેંક, ચાર્જર જેવી પ્રોડક્ટ પકડાઈ; આ રીતે ચેક કરો પ્રોડક્ટ ફેક છે કે ઓરિજિનલ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચેન્નાઈ અને બેંગલોરમાં પોલીસે કંપનીની 33.3 લાખ રૂપિયાની નકલી પ્રોડક્ટ્સ પકડી પાડી
  • ઓક્ટોબર, નવેમ્બરમાં 3 સપ્લાયર્સ પર દરોડા માર્યા બાદ માર્કેટમાંથી ઢગલો પ્રોડક્ટ્સ મળ્યા

ભલે ભારતમાં ચાઈનીઝ કંપનીઓનો વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ આ પ્રોડક્ટની ડિમાન્ડ વધારે હોય છે. અત્યાર સુધી ફોન સેલિંગ સાથે જોડાયેલા રિપોર્ટમાં ટૉપ 5માં 4 ચાઈનીઝ કંપનીઓ છે. તેમાં શાઓમી પ્રથમ નંબરે રહી છે. શાઓમી પ્રોડક્ટની ડિમાન્ડને લીધે માર્કેટમાં તેની નકલી પ્રોડક્ટ વેચાવા લાગી છે. ચેન્નાઈ અને બેંગલોરમાં પોલીસે આ કંપનીની 33.3 લાખ રુપિયાની ફેક પ્રોડક્ટ્સ પકડી પાડી છે.

ઓક્ટોબર અને નવેમ્બરમાં 3 સપ્લાયર્સ પર દરોડા દરમિયાન એવી ઘણી નકલી પ્રોડક્ટ્સ મળી આવી જેને શાઓમીના નામે વેચવામાં આવી રહી હતી. ભારતમાં સૌથી વધારે સ્માર્ટફોન માર્કેટ શેર સાથે શાઓમી અવ્વલ નંબરે છે.

3000થી વધારે ફેક પ્રોડક્ટ પકડાઈ

  • શાઓમીએ આ સપ્લાયર્સ વિરુદ્ધ એક્શન લેતા પોલીસ સાથે કંપનીના રિપ્રેઝંટેટિવે 3000થી વધારે ફેક પ્રોડક્ટ્સ સીઝ કરાવી છે. તેમાં મોબાઈલ કેસથી લઈને હેડફોન્સ, પાવરબેંક, ચાર્જર, ઈયરફોન્સ અને અન્ય એક્સેસરીઝ સામેલ છે. તપાસમાં માલુમ પડ્યું કે આ સપ્લાયર્સ ઘણા લાંબા સમયથી ફેક પ્રોડક્ટ્સનું વેચાણ કરી રહ્યા હતા.
  • ચેન્નાઈથી 24.9 લાખ રૂપિયાની અને બેંગલોરથી 8.4 લાખ રૂપિયાની ફેક Mi પ્રોડક્ટ્સ સીઝ કરવામાં આવી છે. તો શાઓમીની આ ફેક પ્રોડક્ટ્સનું વેચાણ કરતા દુકાનદારોની પણ પોલીસે અટકાયત કરી છે.

ડેટા અને પ્રાઈવસીને જોખમ
શાઓમીએ આ મામલે કહ્યું કે, ફેક પ્રોડક્ટસ યુઝર એક્સપિરિઅન્સ ખરાબ કરે છે. તેનાથી ડેટા સિક્યોરિટી માટે જોખમ વધે છે. કેટલીક ફેક પ્રોડક્ટ્સથી યુઝરની પ્રાઈવસીને પણ નુક્સાન પહોંચે છે. હવે કંપનીએ માર્કેટમાં મોનિટરિંગ કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તૈયાર કરી છે. આ ફોર્સ ફેક પ્રોડક્ટ્સ તૈયાર કરનારા વિરુદ્ધ એક્શન લઈ રહી છે. કંપનીએ ગ્રાહકોને ઓથોરાઈઝ્ડ શાઓમી સ્ટોરથી જ પ્રોડક્ટ ખરીદવા માટે કહ્યું છે.

આ રીતે ઓરિજિનલ શાઓમી પ્રોડક્ટની ઓળખ કરો

શાઓમીની પ્રોડક્ટ્સને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ચેક કરી શકાય છે. આ પ્રોડક્ટ્સમાં Mi પાવરબેંક, ઓડિયો ડિવાઈસિસ સામેલ છે. તેના ઉપર આપેલા સિક્યોરિટી કોડને mi.com પર જઈ ચેક કરી શકાય છે. પ્રોડક્ટ ઓરિજિનલ છે કે કેમ તે ચકાસવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો

  • સૌ પ્રથમ www.mi.com/global/ વેબસાઈટ ઓપન કરો.
  • ગૂગલ પર Product Authentication - Mi.com સર્ચ કર્યા બાદ પ્રથમ લિંક ઓપન કરો.
  • અહીં ઉપર આપેલી સબ કેટેગરીમાં સૌથી છેલ્લા ઓપ્શન Product Authentication પર જાઓ.
  • હવે પોતાની પ્રોડક્ટનો IMEI અથવા સીરિયલ નંબર સબમિટ કરો.
  • હવે નીચે બોક્સમાં વેરિફિકેશન કોડ સબમિટ કરી વેરિફાય કરો.
  • ત્યારબાદ તમારી પ્રોડક્ટ ડિટેલ સામે આવશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો