ભલે ભારતમાં ચાઈનીઝ કંપનીઓનો વિરોધ થઈ રહ્યો હોય, પરંતુ આ પ્રોડક્ટની ડિમાન્ડ વધારે હોય છે. અત્યાર સુધી ફોન સેલિંગ સાથે જોડાયેલા રિપોર્ટમાં ટૉપ 5માં 4 ચાઈનીઝ કંપનીઓ છે. તેમાં શાઓમી પ્રથમ નંબરે રહી છે. શાઓમી પ્રોડક્ટની ડિમાન્ડને લીધે માર્કેટમાં તેની નકલી પ્રોડક્ટ વેચાવા લાગી છે. ચેન્નાઈ અને બેંગલોરમાં પોલીસે આ કંપનીની 33.3 લાખ રુપિયાની ફેક પ્રોડક્ટ્સ પકડી પાડી છે.
ઓક્ટોબર અને નવેમ્બરમાં 3 સપ્લાયર્સ પર દરોડા દરમિયાન એવી ઘણી નકલી પ્રોડક્ટ્સ મળી આવી જેને શાઓમીના નામે વેચવામાં આવી રહી હતી. ભારતમાં સૌથી વધારે સ્માર્ટફોન માર્કેટ શેર સાથે શાઓમી અવ્વલ નંબરે છે.
3000થી વધારે ફેક પ્રોડક્ટ પકડાઈ
ડેટા અને પ્રાઈવસીને જોખમ
શાઓમીએ આ મામલે કહ્યું કે, ફેક પ્રોડક્ટસ યુઝર એક્સપિરિઅન્સ ખરાબ કરે છે. તેનાથી ડેટા સિક્યોરિટી માટે જોખમ વધે છે. કેટલીક ફેક પ્રોડક્ટ્સથી યુઝરની પ્રાઈવસીને પણ નુક્સાન પહોંચે છે. હવે કંપનીએ માર્કેટમાં મોનિટરિંગ કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ તૈયાર કરી છે. આ ફોર્સ ફેક પ્રોડક્ટ્સ તૈયાર કરનારા વિરુદ્ધ એક્શન લઈ રહી છે. કંપનીએ ગ્રાહકોને ઓથોરાઈઝ્ડ શાઓમી સ્ટોરથી જ પ્રોડક્ટ ખરીદવા માટે કહ્યું છે.
આ રીતે ઓરિજિનલ શાઓમી પ્રોડક્ટની ઓળખ કરો
શાઓમીની પ્રોડક્ટ્સને કંપનીની ઓફિશિયલ વેબસાઈટ પરથી ચેક કરી શકાય છે. આ પ્રોડક્ટ્સમાં Mi પાવરબેંક, ઓડિયો ડિવાઈસિસ સામેલ છે. તેના ઉપર આપેલા સિક્યોરિટી કોડને mi.com પર જઈ ચેક કરી શકાય છે. પ્રોડક્ટ ઓરિજિનલ છે કે કેમ તે ચકાસવા માટે આ સ્ટેપ્સ ફોલો કરો
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.