ફેસબુકને મોટો ઝટકો:2021ના છેલ્લા ક્વાર્ટરમાં 5 લાખ લોકોએ ફેસબુકને 'બાય બાય' કહ્યું, ઝકરબર્ગનો આરોપ- તેના માટે એપલ, ગૂગલ જવાબદાર

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ફેસબુક શરૂ થયા પછી પ્રથમ વખત કંપનીના યુઝર્સની સંખ્યામાં ઘટાડો થયો
  • કંપનીએ પોતાના દોષનો ટોપલો એપલ, ગૂગલ અને યુટ્યુબ પર નાખ્યો

ફેસબુકનું નામ 'મેટા' થઈ જવાથી યુઝર્સને કંપની પ્રત્યે વિશ્વાસ ઓછો થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. મેટાના ક્વાર્ટરલી રિપોર્ટ પ્રમાણે, ફેસબુકે 2021ના ચોથા ક્વાર્ટરમાં ત્રીજા ક્વાર્ટર કરતા આશરે 5 લાખ ગ્લોબલ ડેઈલી યુઝર્સ ખોઈ નાખ્યા. ફેસબુકની શરૂઆત 2004માં થઈ હતી. 2004 પછી આ પ્રથમ વખત બની રહ્યું છે કે કંપનીના DAU (ડેઈલી એક્ટિવ યુઝર્સ) ઘટ્યા હોય.

મેટાના રિપોર્ટ પ્રમાણે, વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામના યુઝરનો ગ્રોથ ના બરાબર છે. 2021માં કંપની અનેક વિવાદોમાં ફસાઈ હતી. વ્હોટ્સએપની નવી પોલિસીને કારણે પણ તેને ઘણુ નુકસાન થયું

1.930થી ઘટીને 1.929 અબજ યુઝર્સ થયા

મેટાના ક્વાર્ટરલી રિપોર્ટ પ્રમાણે કંપનીનું પર્ફોર્મન્સ એનાલિસિસ કરતાં ખરાબ રહ્યું. 2021ના ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના DAU 1.930 અબજ હતા જ્યારે ચોથા ક્વાર્ટરમાં તે 1.929 અબજ થઈ ગયા. આ સિવાય વ્હોટ્સએપ અને ઈન્સ્ટાગ્રામ સહિતના અન્ય મેટા એપ્સમાં પણ યુઝરની સંખ્યા ઓછી રહી. ટેક વેબસાઈટ ધ વર્જના રિપોર્ટ પ્રમાણે કંપનીને DAUમાં સૌથી વધારે નુકસાન નોર્થ અમેરિકામાં થયું છે. ગ્લોબલી 5 લાખ યુઝર્સ ઘટ્યા છે તેમાંથી સૌથી વધારે નોર્થ અમેરિકાના છે.

નુકસાન માટે એપલ જવાબદાર
કંપનીની કમાણી આશા કરતાં ઓછી થવાથી ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગે એપલને જવાબદાર ઠેરવી છે. મેટાનું કહેવું છે કે, એપલે પ્રાઈવસી પોલિસીમાં ફેરફાર કર્યા તેને કારણે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર એડથી યુઝર્સને ટાર્ગેટ કરવા મુશ્કેલ બન્યા. આ સાથે કંપનીએ ટિકટોક અને યુટ્યુબથી પણ નુકસાન થયું હોવાની વાત કહી છે.

કંપનીને આશરે 200 અબજ ડોલરનુ નુકસાન થયું
મેટાએ ગયા વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં 10.3 અબજ ડોલરની કમાણી કરી હતી. પ્રતિ શેર કમાણી ગયા વર્ષની 3.88 ડોલરથી ઘટી 3.67 ડોલર થઈ ગઈ. બુધવારે મેટાની વેલ્યુએશન આશરે 15 લાખ કરોડ રૂપિયા ઘટી ગઈ. મેટાનો શેર 22.9% ઘટી 249.05 ડોલર થઈ ગયો.

1. ભારતની ચૂંટણીમાં ભડકાઉ પોસ્ટને વેગ આપવો
ફેસબુકના 2 વર્ષના મલ્ટિપલ ઈન્ટર્નલ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો. તે પ્રમાણે 2019ની ચૂંટણીમાં 'એન્ટિ માઈનોરિટી અને એન્ટિ મુસ્લિમ' નિવેદનો પર રેડ ફ્લેગ સૌથી વધારે જોવા મળ્યા.

2. MMR વેક્સિન અંગે ફેક કન્ટેન્ટ
કોવિડ 19 મહામારી અને વેક્સિનેશન સાથે સંકળાયેલી ઘણી ફેક પ્રોફાઈલ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર પ્રમોટ થઈ. આવી પ્રોફાઈલના 3.70 લાખ ફોલોઅર્સ થઈ ગયા હતા. ઈન્સ્ટાગ્રામ પર એન્ડ્રયુ વેકફીલ્ડની એક ડોક્યુમેન્ટરી પ્રમોટ થઈ રહી હતી. તેમાં MMR વેક્સિવનેશન અંગે ફેક કન્ટેન્ટને વેગ મળી રહ્યો હતો.

3. ટાઈમ મેગેઝિને કવર પેજ પર 'ડિલીટ ફેસબુક' કેપ્શન આપ્યું
ફ્રાન્સિસ હોગેને ફેસબુક પર આરોપ લગાવ્યો હતો કે તેની પ્રોડક્ટ બાળકોને નુકસાન કરી રહી છે. ત્યારબાદ ટાઈમ મેગેઝિને ઝકરબર્ગને આડેહાથ લઈ કવર પેજ પર 'ડિલીટ ફેસબુક' કેપ્શન આપ્યું.

4. ફેસબુક નહિ 'ફેકબુક'
હોગેને તેના ખુલાસામાં કીધું હતું કે ભારતમાં ફેસબુક 'ફેકબુક' બની રહ્યું છે. રિપોર્ટ પ્રમાણે ભારતમાં ફેક અકાઉન્ટથી ફેક સમાચારોનાં માધ્યમથી ચૂટંણી પ્રભાવિત થઈ રહી છે.

5. ફેસબુક પર હ્યુમન ટ્રાફિકિંગનો આરોપ
એપલે ફેસબુક પર આ ગંભીર આરોપ લગાવ્યો હતો. એપલે જણાવ્યું કે ફેસબુક પર મહિલાઓને નોકરાણી તરીકે અપોઈન્ટ કરવા સઉદી અરબ, ઈરાન, ઈરાક અને અફઘાનિસ્તાન સહિતના મિડલ ઈસ્ટ દેશોમાં પ્રોડ્ક્ટની જેમ રજૂ કરવામાં આવતી હતી.