તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ન્યૂ લોન્ચ:ફેસબુકના 'રૅ-બેન સ્ટોરીઝ' સ્માર્ટ ગ્લાસ લોન્ચ, 5MPના કેમેરાથી ફોટો અને વીડિયો કેપ્ચર કરી શેર કરી શકાશે

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સ્માર્ટ ગ્લાસ કોલિંગ અને વીડિયો કેપ્ચરિંગ ફીચર સપોર્ટ કરે છે
  • મ્યુઝિક માટે સ્માર્ટ ગ્લાસમાં ઈન બિલ્ટ સ્પીકર્સ મળે છે

ફેસબુકે ચશ્માં બનાવનાર કંપન રૅ-બેન સાથે મળી તેના પ્રથમ સ્માર્ટ ગ્લાસ તૈયાર કર્યા છે. રૅ-બેન સ્ટોરીઝ નામના સ્માર્ટ ગ્લાસનાં 20 અલગ અલગ કોમ્બિનેશન લોન્ચ કર્યાં છે. આ સ્માર્ટ ગ્લાસથી યુઝર્સ હાલતાં ચાલતાં ફોટો અને વીડિયો કેપ્ચર કરી શકે છે સાથે જ મ્યુઝિકની મજા માણી શકે છે. આ ગ્લાસ એટલાં એડવાન્સ છે કે તેનાંથી કોલિંગ પણ કરી શકાય છે.

નવાં સ્માર્ટ ગ્લાસ સાથે ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ
નવાં સ્માર્ટ ગ્લાસ સાથે ફેસબુકના CEO માર્ક ઝકરબર્ગ

રૅ-બેન સ્ટોરીઝ સ્માર્ટ ગ્લાસમાં 5MPનો ઈન્ટિગ્રેટેડ કેમેરા છે. ફેસબુક બ્લોગની માહિતી પ્રમાણે, સ્માર્ટ ગ્લાસથી યુઝર્સ તેનાં વ્યૂને ગમે ત્યારે રેકોર્ડ કરી શકે છે. ફોટો ક્લિક કર્યા સિવાય યુઝર કેપ્ચર બટનનો ઉપયોગ કરી અથવા ફેસબુક અસિસ્ટન્ટ વોઇસ કમાન્ડ સાથે હેન્ડ્સ ફ્રીનો ઉયયોગ કરી 30 સેકન્ડ સુધી વીડિયો પણ રેકોર્ડ કરી શકાશે. સ્માર્ટ ગ્લાસમાં ફોટો કેપ્ચરિંગ અને વીડિયો રેકોર્ડિંગ માટે LED લાઈટ પણ મળે છે.

રૅ-બેન સ્માર્ટ ગ્લાસ બીમફોર્મિંગ ટેક્નોલોજીથી સજ્જ

રૅ-બેન સ્ટોરીઝ ઈન બિલ્ટ સ્પીકર્સ સાથે આવે છે અને તેમાં 3 માઈક્રોફોન ઓડિયો એરે છે. તે કોલ અને વીડિયો કોલિંગ માટે સારો વોઈસ અને સાઉન્ડ ટ્રાન્સમિશન આપે છે. આ સ્માર્ટ ગ્લાસમાં બીમફોર્મિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેનાથી કોલિંગ દરમયિાન બેકગ્રાઉન્ડ નોઈઝ ઓછો કરી શકાય છે.

રૅ-બેન સ્ટોરીઝ સોશિયલ મીડિયા પર શેર કરી શકાશે

રૅ-બેન સ્ટોરીઝ ફેસબુક વ્યૂ એપ સાથે કનેક્ટેડ છે. યુઝર સ્ટોરીઝ અને મેમરીઝ સોશિયલ મીડિયા પર શેર કરી શકે છે. iOS અને એન્ડ્રોઈડ પર ફેસબુક વ્યૂ એપ સ્માર્ટ ગ્લાસ પર કેપ્ચર કરેલા કન્ટેન્ટને ફોનમાં ઈમ્પોર્ટ કરી શકાય છે. તેને એડિટ અને શેર કરી શકાય છે. રૅ-બેનની સ્ટોરીઝ ક્લાસિક રૅ-બેન સ્ટાઈલ્સમાં 20 ફોર્મેટમાં મળશે. કંપનીના આ સ્માર્ટ ગ્લાસની ફ્રેમ બ્લેક, બ્રાઉન, બ્લૂ અને ગ્રીન એમ ચાર કલરમાં અવેલેબલ છે. તેનાં ગ્લાસનાં બ્લૂ લાઈટ ફિલ્ટર, બ્રાઉન, ડાર્ક ગ્રે, ગ્રીન, પોલરાઈઝ્ડ ડાર્ક બ્લૂ સહિતના ઓપ્શન અવેલેબલ છે.

કિંમત
રૅ બેન સ્ટોરીઝની કિંમત $299 (આશરે 21,000 રૂપિયા) છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, આયલેન્ડ, ઈટાલી અને યુકેના સિલેક્ટેડ રિટેલ સ્ટોર્સ પર આ સ્માર્ટ ગ્લાસ ખરીદી માટે અવેલેબલ છે. આ સ્માર્ટ ગ્લાસ ભારતમાં ક્યારે લોન્ચ થશે તેના પર કંપનીએ હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી.