તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફેસબુક ફીચર અપડેટ:મેસેન્જરમાં વીડિયો મેસેજથી ચેટ કરવું હવે સરળ બન્યું તો કિડ્સ મેસેન્જરમાં નવાં સ્ટિકર ઉમેરાયા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપનીએ મેસેન્જર કિડ્સમાં એશિયન પેસિફિક હેરિટેજ થીમ પર સ્ટિકર લોન્ચ કર્યાં
  • વોઈસ મેસેજ ફીચર અપડેટ કરી યુઝર્સને માઈક બટન હોલ્ડ કરવામાંથી મુક્તિ આપી

ટેક્નોલોજીના વધતાં જતાં ચલણને કારણે બાળકોમાં પણ તેનો ક્રેઝ વધી રહ્યો છે. બાળકો હવે સોશિયલ મીડિયા પર વધારે સમય પસાર કરવા લાગ્યા છે. તેને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકે મેસેન્જર કિડ્સ એપ અપડેટ કરી છે. આ એપ 2017માં લોન્ચ થઈ હતી. ભારતમાં તે 2020 અવેલેબલ થઈ છે. એપમાં હવે યુઝર ઈમોજી અને સ્ટિકરનો ઉપયોગ કરી શકે છે. જોકે કંપનીએ આ ફીચર ફન વિથ નોલેજ તરીકે લોન્ચ કરાયું છે. તેમાં એશિયાઈ અને પ્રશાંત દ્વીપ હેરિટેજ વિશે યુઝર્સને માહિતગાર કરાય છે.

વોઈસ મેસેજ ફીચર

મેસેન્જર કિડ્સ સાથે કંપનીએ ઓરિજિનલ મેસેન્જરમાં વોઈસ મેસેજ ફીચર અપડેટ કર્યું છે. આ પહેલાં પણ યુઝર્સને મેસેન્જરમાં વોઈસ મેસેજ ઓપ્શન મળતો હતો. જોકે અત્યાર સુધી વોઈસ મેસેજ મોકલવા માટે યુઝરે માઈક બટન હોલ્ડ કરવું પડતું હતું. હવે માત્ર ટેપ કરીને રેકોર્ડ કરી શકશે. ટૂંક સમયમાં આ ફીચર ઈન્સ્ટાગ્રામ માટે પણ લોન્ચ કરવામાં આવશે.

વિઝ્યુઅલ રિપ્લાય
આ ફીચર માટે યુઝરે કેમેરા આઈકોન પર ટેપ કરવાનું રહેશે. તેમાં વીડિયો અને ફોટો એમ 2 ઓપ્શન મળશે. બંનેમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરી ડાયરેક્ટ મેસેજ મોકલી શકાય છે.

ચેટિંગ થીમ ફીચર

ફેસબુક ઈન્સ્ટાગ્રામ ડાયરેક્ટ થીમ પર કામ કરી રહી હતી. તેને હવે લોન્ચ કરવામાં આવી છે. અહીં સ્ટાર વોર્સ થીમ બેકગ્રાઉન્ડ સાથે સેલેના સિરીઝ થીમ લોન્ચ કરવામાં આવી છે. આ થીમ યુઝરના ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ચેટને કસ્ટમાઈઝ કરે છે.