• Gujarati News
  • Utility
  • Gadgets
  • Facebook To Launch 'Vaccine Finder Tool' Soon, Users Will Be Able To Book Appointments For Vaccines From Facebook

ન્યૂ ફીચર:ટૂંક સમયાં ફેસબુક 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લોન્ચ કરશે, યુઝર્સ ફેસબુક પરથી જ વેક્સિન માટે અપોઈન્ટમેન્ટ બુક કરાવી શકશે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ ટૂલમાં હેલ્થ મિનિસ્ટ્રીના ડેટાબેઝનો ઉપયોગ થશે. તે 17 ભાષાઓ સપોર્ટ કરશે
  • ફેસબુકનું આ ટૂલ Co-Win પોર્ટલ સાથે રજિસ્ટર્ડ હશે

આજથી દેશમાં 18+ લોકોના વેક્સિનેશન સાથે ત્રીજા ફેઝનું વેક્સિનેશન શરૂ થયું છે. દેશમાં વેક્સિનેશન કાર્યને વેગ આપવા અને યુઝર્સને સુવિધા મળી રહે તે માટે ટેક જાયન્ટ ફેસબુકે 'વેક્સિન ફાઈન્ડર ટૂલ' લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ ટૂલ ફેસબુકની એપમાં લોન્ચ કરવામાં આવશે. ટૂલની મદદથી યુઝર્સ તેમનાં લોકેશનની નજદીક ક્યાં વેક્સિન અવેલેબલ છે તે જાણી શકશે.

કંપની આ ટૂલ સરકાર સાથે પાર્ટનશિપ કરીને લોન્ચ કરશે. આ ટૂલ 17 ભાષાઓ સપોર્ટ કરશે. ટૂલની મદદથી યુઝર્સ નજદીકના વેક્સિનેશન પ્લેટફોર્મની માહિતી મેળવી શકશે. આ ટૂલમાં હેલ્થ મિનિસ્ટ્રીના ડેટાબેઝનો ઉપયોગ થશે. તેમાં વેક્સિન સેન્ટરનાં લોકેશન અને વેક્સિન માટે કયા સ્લોટ ખાલી છે તેની માહિતી પણ મળશે.

એડવાન્સ ટૂલ
ફેસબુકનું આ ટૂલ એટલું એડવાન્સ હશે કે તેમાં 45+ના યુઝર્સને વોક ઈનના ઓપ્શન પણ જણાવશે. સાથે જ તે Co-Win પોર્ટલ સાથે રજિસ્ટર્ડ હશે. તેથી યુઝર ફેસબુક પરથી જ વેક્સિન લેવા માટે અપોઈન્ટમેન્ટ બુક કરાવી શકશે.

ટ્વિટરનું એડવાન્સ સર્ચ ફીચર

  • કોરોનાવાઈરસ સામે લડત આપવા માટે હાલ ટેક્નોલોજી ઘણી કામમાં આવી રહી છે. એપલ, ગૂગલ સહિતની ટેક ફર્મે પણ આ પ્રકારના કોવિડ ઓરિઅન્ટેડ ફીચર્સ લોન્ચ કર્યાં છે. તાજેતરમાં જ ટ્વિટરે પણ એડવાન્સ સર્ચ ફીચર લોન્ચ કર્યું છે. તેની મદદથી યુઝર હેશટેગ અને લોકેશનની મદદથી ઓક્સીજન, બેડ અને પ્લાઝ્મા સહિતના મેડિકલ રિસોર્સ સરળતાથી શોધી શકે છે.
  • એડવાન્સ સર્ચ ફિલ્ટરની મદદથી યુઝર્સ પોતાની જરૂરિયાતના રિસોર્સના ટ્વીટને ફિલ્ટર કરી મદદ લઈ શકે છે. તેમાં સ્પેસિફિક હેશટેગ, ટાઈમ પીરિયડ, ટ્વીટ ફિલ્ટર અને લોકેશન પણ કેટેગરાઈઝ કરી શકાશે.
  • પોતાની આસપાસ જ મેડિકલ રિસોર્સ મળી રહે તે માટે યુઝર near youનો ઓપ્શન પસંદ કરી શકે છે. આ ઓપ્શનની મદદથી યુઝરે સિલેક્ટ કરેલા હેશટેગ અને કી વર્ડના તેની નજદીકની લોકેશનના ટ્વીટ જોવા મળશે.