તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Facebook Smartwatch; Facebook Working On Android Based Smartwatch That Could Go On Sale Next Year Say Report

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફેસબુકની નવી પ્રોડક્ટ:એન્ડ્રોઈડ બેઝ્ડ સ્માર્ટવોચ પર કામ કરી રહી છે કંપની, આગામી વર્ષથી શરૂ થઈ શકે છે વેચાણ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સ્માર્ટવોચની વધતી જતી લોકપ્રિયતા જોઈને ટેક જાયન્ટ ફેસબુક પણ આ સેગમેન્ટમાં એન્ટ્રી કરી શકે છે. રિપોર્ટ પ્રમાણે, ફેસબુક એક સ્માર્ટવોચ પર કામ કરી રહી છે, જે યુઝરને પોતાની વ્હોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જર જેવી સર્વિસિસનાં માધ્યમથી મેસેજ મોકલવાની સુવિધા આપશે. આ સિવાય તેમાં હેલ્થ અને ફિટનેસ ફીચર્સ પણ મળશે. રિપોર્ટ્સ પ્રમાણે, તેનું વેચાણ આગામી વર્ષથી શરૂ થઈ શકે છે. જોકે આ અંગે કંપનીએ કોઈ સ્પષ્ટતા કરી નથી.

હાર્ડવેર ઈકોસિસ્ટમને એક્સપાન્ડ કરી રહી છે કંપની
આ સ્માર્ટવોચ ફેસબુકની વધતી જતી હાર્ડવેર ઈકોસિસ્ટમનો ભાગ હશે. તેમાં પહેલાંથી જ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ, વીડિયો કોલિંગ ડિવાઈસ અને અપકમિંગ ઓગ્મેન્ટેડ રિયાલિટી સ્માર્ટ ગ્લાસ સામેલ છે. ફેસબુકે ગત વર્ષે સપ્ટેમ્બરમાં પ્રોજેક્ટ Aria (આરિયા)ના ભાગ રૂપે રે બેન બ્રાન્ડેડ ચશ્માંનો પ્લાન શેર કર્યો હતો.

સેલ્યુલર કનેક્ટિવિટી સાથે આવી શકે છે વોચ

  • ધ ઈન્ફોર્મેશનના એક રિપોર્ટ પ્રમાણે, ફેસબુક એક એન્ડ્રોઈડ બેઝ્ડ સ્માર્ટવોચ ડેવલપ કરી રહી છે. જોકે એ વાત સ્પષ્ટ નથી કે તેમાં ગૂગલની વિયરેબલ OS મળશે કે કેમ. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સ્માર્ટવોચ આગામી વર્ષે વેચાણ માટે ઉપલબ્ધ થઈ શકે છે. ફેસબુક સ્માર્ટવોચને હાલની સ્માર્ટવોચમાં મળતાં હેલ્થ અને ફિટનેસ ફીચર્સ સાથે લોન્ચ કરવામાં આવી શકે છે.
  • રિપોર્ટ પ્રમાણે સ્માર્ટવોચમાં ફેસબુકની તમામ સર્વિસિસનો ઉપયોગ કરી મેસેજ મોકલવાની સુવિધા મળી શકે છે. તેમાં સેલ્યુલર કનેક્ટિવિટી (4G/5G) મળી શકે છે. ફેસબુક તેમાં પોતાની ડેલવપ કરેલી ઓપરેટિંગ સિસ્ટમ પણ આપી શકે છે.

ફેસબુકના હાર્ડવેર ઈકોસિસ્ટમના ડિવાઈસ

  • ફેસબુક સ્માર્ટવોચ કંપનીના હાર્ડવેર ઈકોસિસ્ટમનો ભાગ હશે. તેમાં આકુલસ વર્ચ્યુઅલ રિયાલિટી હેડસેટ અને પોર્ટલ નામના વીડિયો કોલિંગ ડિવાઈસની રેન્જ સામેલ છે, જેમાં પોર્ટલ ટીવી, પોર્ટલ+ અને પોર્ટલ મિની સામેલ છે.
  • ફેસબુક પોતાના પ્રોજેક્ટ આરિયાના ભાગ તરીકે ઓગ્મેન્ટેડ રિયાલિટી ગ્લાસિસ પર કામ કરી રહી છે. સપ્ટેમ્બર 2020માં કંપીએ રે બેન બ્રાન્ડેડ આઈવેરની યોજનાની જાહેરાત કરી હતી, જે ઈન્ટરનેટથી ડેટા અથવા ગ્રાફિક્સ સાથે રિયલ વર્લ્ડ વ્યૂઝને વધારશે. આ પાર્ટનરશિપ લક્સોટિકા બ્રાન્ડ્સ સાથે ફેસબુક એપ અને ટેક્નોલોજી સાથે સ્માર્ટ આઈવેરનાં પ્રોડક્શન માટે એસ્સિલોર લેન્સ ટેક્નોલોજી સાથે કરશે.
અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો