ફેસબુકની સોશિયલ મીડિયા કંપની ઇન્સ્ટાગ્રામે નવેમ્બર દરમિયાન 12 કેટેગરીમાં 32 લાખથી વધારે કન્ટેન્ટ પર કાર્યવાહી કરી. ગૂગલને દેશના યુઝર્સ પાસેથી 26,087 ફરિયાદો મળી. આને આધારે કંપનીને 61,114 કન્ટેન્ટ ડિલીટ કર્યા. આ વર્ષની શરૂઆતમાં લાગુ થયેલા IT નિયમ પ્રમાણે, જે પ્લેટફોર્મ પર 50 લાખથી વધારે યુઝર્સ છે તેમણે દર મહિને કમ્પ્લેન રિપોર્ટ પબ્લિશ કરવો ફરજીયાત છે.
સોશિયલ મીડિયા કંપની મેટાએ નવેમ્બર મહિનામાં 1.92 કરોડથી વધારે કન્ટેન્ટ પર કાર્યવાહી કરી છે. કંપનીના મંથલી કમ્પ્લેન રિપોર્ટ પ્રમાણે, ફેસબુકે ઇન્સ્ટાગ્રામમાં 12 કેટેગરીમાં 32 લાખથી વધારે કન્ટેન્ટ પર કાર્યવાહી કરી.
ફરિયાદ મળ્યા પછી 61,114 કન્ટેન્ટ ડિલીટ કર્યા
આ રિપોર્ટમાં ફરિયાદ અને તેની પર કરવામાં આવેલી કાર્યવાહીની ડિટેલ્સ હોય છે. ગૂગલે નવેમ્બરમાં યુઝર્સ પાસેથી 26,087 ફરિયાદો મળી છે. આને આધારે 61,114 કન્ટેન્ટ ડિલીટ કર્યા. કંપનીએ શુક્રવારે પબ્લિશ મંથલી ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં આ જાણકારી આપી. ગૂગલે યુઝર્સની ફરિયાદ ઉપરાંત ઓટોમેટિક આઇડેન્ટિટીને આધારે પણ નવેમ્બર 2021માં 3,75,468 કન્ટેન્ટ ડિલીટ કર્યા. કંપનીને ભારતના યુઝર્સ તરફથી 24, 569 ફરિયાદ મળી હતી.
26મેથી ભારતમાં નવા IT નિયમ લાગુ
આ ફરિયાદને આધારે કંપનીએ પોતાના પ્લેટફોર્મ પરથી 48,594 કન્ટેન્ટ અને જાતે 3,84,509 કન્ટેન્ટ ડિલીટ કર્યા. અમેરિકન કંપનીએ 26 મેના રોજ લાગુ થયેલા ભારતમાં IT નિયમ હેઠળ આ જાણકારી આપી છે. ગૂગલે તેના લેટેસ્ટ રિપોર્ટમાં કહ્યું કે, નવેમ્બર મહિનામાં ભારતમાંથી ઈન્ડિવિઝ્યુઅલ યુઝર્સ પાસેથી 26,087 ફરિયાદ મળી. આ ફરિયાદને આધારે કન્ટેન્ટ ડિલીટ કરવાની સંખ્યા 61,114 હતી.
કોપી રાઇટના 60,387થી વધારે ફરિયાદ મળી
ગૂગલે કહ્યું, આમાંથી ઘણી ફરિયાદો ઈન્ટિલેક્ચ્યુઅલ પ્રોપર્ટીના અધિકારોના ઉલ્લંઘન સંબંધિત હતી. બીજી ફરિયાદોમાં માનહાનિને આઘારે કન્ટેન્ટ ડિલીટ કરવાનું કહેવામાં આવ્યું હતું. આ દરમિયાન કોપીરાઈટની ફરિયાદ પણ મળી હતી. અમારા પ્લેટફોર્મ પર જ્યારે પણ કોઈ કન્ટેન્ટ બાબતે ફરિયાદ મળે છે તો અમે તેનું આંકલન કરીએ છીએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.