ફેસબુકે ભારતમાં અવતાર ફીચર લોન્ચ કર્યું છે. આ ફીચર યુઝરને પોતાનો જ વર્ચ્યુઅલ લુક કસ્ટમાઇઝ કરવાની સુવિધા આપે છે, જેને ચેટ અને કમેન્ટમાંસ્ટિકર તરીકે શેર કરી શકાશે. કંપનીએ જણાવ્યું કે, અવતાર ફીચર અનેક પ્રકારના ચહેરા, હેર સ્ટાઇલ અને આઉટફિટને સપોર્ટ કરે છે.
ફેસબુકે જણાવ્યું કે, તેણે ભારતમાં અવતાર લોન્ચ કર્યું કારણ કે, દેશભરમાં લોકડાઉનના કારણે લોકો સોશિયલ ઇન્ટરેક્શન માટે ઇન્ટરનેટ પર શિફ્ટ થઈ ગયા છે. ભારત વિશ્વનું બીજું મોટું ઇન્ટરનેટ માર્કેટ પણ છે.
સ્નેપચેટ બીટમોજીની જેમ કામ કરે છે
કંપનીએ ભારતમાં લોન્ચિંગ એવા સમયે કર્યું જ્યારે દેશમાં ચીન વિરોધી ભાવનાઓ ટોચ પર છે. ભારત સરકારે તાજેતરમાં 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં ઘણી એવી એપ્લિકેશન્સ પણ હતી, જેણે એશિયાના ત્રીજા ક્રમના સૌથી મોટા ઇકોનોમી માર્કેટમાં ફેસબુકને કડી ટક્કર આપી. ફેસબુકના અવતારને સ્નેપચેટના લોકપ્રિય બીટમોજીના ક્લોન તરીકે પણ જોવામાં આવે છે, જે ગયા વર્ષે લોન્ચ થયું હતું. કંપનીનું કહેવું છે કે, આ સોશિયલ એન્ગેજમેન્ટ વધારવામાં પણ મદદ કરશે.
અવતાર સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં લોન્ચ થયું હતું
યુઝર્સ ન્યુઝ ફીડ પોસ્ટ અથવા મેસેન્જરના કમેન્ટ સેક્શનમાં સ્ટિકર ટ્રેથી પોતાનો અવતાર બનાવી શકે છે. ફેસબુકે તેને સૌપ્રથમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડના યુઝર્સ માટે લોન્ચ કર્યું. ત્યારબાદ તેને યુરોપ અને અમેરિકામાં લોન્ચ કરવામાં આવ્યું હતું.
સ્નેપચેટના આશરે 14.7 કરોડ યુઝર્સે તેમના બીટમોજી બનાવ્યા
ચાઇનીઝ સ્માર્ટફોન નિર્માતા શાઓમી સહિત અનેક કંપનીઓએ તાજેતરના વર્ષોમાં બીટમોજીની નકલ કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ તેમછતાં કોઈએ સ્નેપચેટની જેમ તેનો વિસ્તાર કર્યો નથી. આ વર્ષની શરૂઆતમાં સ્નેપચેટે Bitmoji TV રજૂ કર્યું હતું. તે યુઝરના અવતીરની સાથે ચાર મિનિટની કોમેડી કાર્ટૂન સિરીઝ છે. તે વખતે સ્નેપચેટે જણાવ્યું હતું કે, તેના ડેઇલી એક્ટિવ યુઝર્સમાંના લગભગ 70% અથવા તેના 21 કરોડ યુઝર્સમાંથી 14.7 કરોડ લોકોએ પોતાનું બીટમોજી બનાવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.