ન્યૂ અવતાર:ફેસબુકે હોળી અવતાર થીમ લોન્ચ કરી, આ સ્ટેપ્સ ફોલો કરી સ્ટિકર તૈયાર કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
છેલ્લા 2 અઠવાડિયાંમાં ભારતમાં 40 લાખથી વધારે યુઝર્સે હોળી સંબંધિત આશરે 66 લાખ પોસ્ટ અને કમેન્ટ્સ કરી - Divya Bhaskar
છેલ્લા 2 અઠવાડિયાંમાં ભારતમાં 40 લાખથી વધારે યુઝર્સે હોળી સંબંધિત આશરે 66 લાખ પોસ્ટ અને કમેન્ટ્સ કરી
  • હોળીના સ્ટિકર્સ ફેસબુક એપના સ્ટિકર લાઈબ્રેરી સેક્શનમાં જોવા મળશે
  • વ્હોટ્સએપ પર પણ હોળીવાળા સ્ટિકર ડાઉનલોડ કરી શકાશે

દેશમાં જ્યારે કોઈ ઈવેન્ટ આવે છે ત્યારે ફેસબુક તેને અનુરૂપ નવાં ફીચર્સ લોન્ચ કરે છે. તેવામાં હોળીના અવસરે ફેસબુકે નવી અવતાર એનિમિટેડ થીમ લોન્ચ કરી છે. આ સ્ટિકર્સની મદદથી હોળીનો તહેવાર વધુ યાદગાર બનાવી શકાશે. આ અવતાર એપ અને મેસેન્જર પર લોન્ચ થયું છે.

40 લાખ યુઝર્સે હોળીની પોસ્ટ અને કમેન્ટ્સ કરી
ફેસબુકના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 2 અઠવાડિયાંમાં ભારતમાં 40 લાખથી વધારે યુઝર્સે હોળી સંબંધિત આશરે 66 લાખ પોસ્ટ અને કમેન્ટ્સ કરી છે. કોરોનાકાળમાં લોકોનું ઈન્ટરેક્શન ઓનલાઈન વધી ગયું હોવાથી કંપનીએ એનિમિટેડ સ્ટિકર લોન્ચ કર્યું છે. ફેસબુકની માલિકીની એપ્સ વ્હોટ્સએપ પર પણ હોળીના સ્ટિકરનો ઉપયોગ કરી શકાશે. તેના માટે ગૂગલ પ્લે સ્ટોર પરથી સ્ટિકર પેક ડાઉનલોડ કરવાનું રહેશે.

આ રીતે હોળીના એનિમિટેડ સ્ટિકર્સ બનાવો

  • હોળી અવતાર બનાવવા માટે તમારે ફેસબુક અથવા મેસેન્જરના કમેન્ટ કમ્પોઝરમાં જવાનું રહેશે.
  • ત્યારબાદ સ્માઈલી બટન પર ક્લિક કરી સ્ટિકર ટેબ પર ક્લિક કરી અવતાર બનાવી શકાશે.
  • એપના બુકમાર્ક સેક્શનથી પણ અવતાર બનાવી શકાશે.
  • અવતાર બની ગયા બાદ તમે કોઈ પણ પોસ્ટ પર કમેન્ટ અથવા મેસેજ મોકલશો ત્યારે સ્માઈલી બટન પર ટેપ કરી તેને સેન્ડ કરી શકાશે.
  • હોળીના સ્ટિકર્સ ફેસબુક એપના સ્ટિકર લાઈબ્રેરી સેક્શનમાં જોવા મળશે.