તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ફેસબુકે સમગ્ર વિશ્વમાં ડાર્ક મોડ ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કર્યું, તમામ એન્ડ્રોઈડ યુઝર્સને સુવિધા મળશે

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં જ લોકો ફેસબુક એપ સેટિંગ્સમાં આ ઓપ્શન જોઈ શકશે- કંપની
  • વ્હોટ્સએપ અને ફેસબુક મેસેન્જરમાં પહેલાથી ડાર્ક મોડ સપોર્ટ ઉપલબ્ધ છે

ફેસબુકે આખરે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે વ્યાપક રીતે ડાર્ડ મોડને રોલઆઉટ કરવાનું શરૂ કર્યું છે. કંપનીના સ્પોક-પર્સને પુષ્ટિ કરી છે કે, આ ફીચરને વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટના જણાવ્યા પ્રમાણે, ફેસબુકના સ્પોક-પર્સને જણાવ્યું છે કે, આપણે જાણીએ છીએ કે લોકો ડાર્ક મોડ માટે પૂછી રહ્યા છીએ અને હવે તેમને વધુ રાહ નહીં જોવી પડે. ટૂંક સમયમાં જ લોકોને તેમના ફેસબુક એપ સેટિંગ્સમાં આ ઓપ્શન દેખાવાનો શરૂ થઈ જશે. વ્હોટ્સએપ અને ફેસબુક મેસેન્જરમાં પહેલાથી જ ડાર્ક મોડ સપોર્ટ છે.

આ પણ વાંચો...કોઈ અન્ય વ્યક્તિ તો શું હેકર પણ વ્હોટ્સએપ ચેટ લીક નહિ કરી શકે, બસ આ 5 વાતોનું ધ્યાન રાખો

2.હવે વ્હોટ્સએપ બિઝનેસ એપથી પણ શૉપિંગ કરી શકાશે, ગ્રૂપ અથવા કોન્ટેક્ટ નોટિફિકેશનને હંમેશા માટે મ્યુટ કરી શકાશે

3.એડવાન્સ સર્ચથી લઈને ઓલવેઝ મ્યુટ સુધી આ 4 નવાં ફીચર્સ આવ્યાં, હવે લેપટોપથી વીડિયો કોલિંગ પણ કરી શકાશે​​​​​​​

સંપૂર્ણ રીતે બ્લેક નહીં થાય ઈન્ટરફેસ

  • ઈન્સ્ટાગ્રામ અને મેસેન્જરની જેમ ફેસબુકનું ડાર્ક મોડ ઈન્ટરફેસ સંપૂર્ણ રીતે બ્લેક નહીં હોય પરંતુ લોગો અને આઈકન માટે વ્હાઈટ એક્સેન્ટસની સાથે તેમાં એક ગ્રેસ્કેલ ડિઝાઈન મળશે. ફેસબુકે ઘણી ધીમી ગતિએ તેની તમામ એપ્સ માટે ડાર્ક મોડ સપોર્ટ આપવાનું શરૂ કર્યું.
  • મે મહિનામાં ફેસબુકે તમામ યુઝર્સ માટે તેની સુધારેલી અને ઈમર્સિવ ડેસ્કટોપ એપ પર ડાર્ક મોડને રોલઆઉટ કર્યું હતું. ડાર્ક મોડ યુઝર્સને લોઅર બ્રાઈટનેસની સાથે કન્ટેન્ટ જોવાની મંજૂરી આપે છે, સાથે ઓછા પ્રકાશમાં ઉપયોગ માટે સ્ક્રીનની લાઈટને પણ ઓછી કરે છે.
  • સૌથી પહેલા એપ્રિલમાં રિપોર્ટ આવ્યો હતો કે, ફેસબુક iOS અને આઈપેડ પર મેઈન પ્લેટફોર્મ માટે ડાર્ક મોડને ડેવલપ અને ડિઝાઈન કરવાની તૈયારી કરી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...