ટેક જાયન્ટ ફેસબુક લોકડાઉન પીરિયડમાં તેની સુવિધાઓમાં અનેક ફેરફાર લાવી ચૂકી છે. તેમાં હવે એક નવી એપનો ઉમેરો થયો છે. ચાઈનીઝ શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોકને ટક્કર આપવા પોતાની એપ ‘COLLAB’ લોન્ચ કરી છે. જોકે હાલ આ એપને iOSના બીટા વર્ઝનમાં લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી યુઝર્સ એકસાથે 3 અલગ અલગ શોર્ટ વીડિયો રેકોર્ડ કરી તેને એડિટ કરી શકશે. આ એપની મદદથી તેને ફેસબુક, ઈનસ્ટાગ્રામ સહિતની એપ્સ પર શેર કરી શકે છે.
‘COLLAB’નાં ફીચર્સ
આ એપમાં યુઝર એકસાથે 3 વીડિયો બનાવી શકે છે. યુઝર ઈન બિલ્ટ ફીચર ગિટાર પ્લે, ડ્રમ પ્લે અને સિંગિગ સાથે તેને રેકોર્ડ કરી શકે છે. 3 અલગ અલગ વીડિયોને એડિટ કરી તેને 1 વીડિયો બનાવી શકાશે. તેમાં યુઝર અલગથી સોંગ પણ ક્રિએટ કરી શકે છે. આ સાથે યુઝર પોતાને અનુકૂળ ફેરફારો કરી શકે છે. એડિટિંગ સાથેના ફાઈનલ વીડિયોને સોશિયલ મીડિયા સાઈટ પર શેર કરી શકાય છે.
ટિકટોકને ટક્કર મળશે
ચાઈનીઝ એપ ટિકટોકને અત્યાર સુધી 100 કરોડથી પણ વધારે ડાઉનલોડ મળ્યા છે. એસિડ અટેક કન્ટ્રોવર્સી અને ટિકટોક VS યુટ્યુબના વૉરમાં એપનું રેટિંગ ઘટીને 1.2 થયું હતું. ત્યારબાદ ગૂગલે ટિકટોકનો પક્ષ લઈ તમામ લૉ રેટિંગ હટાવ્યા હતા. હવે એપનું રેટિંગ 4.4એ પહોંચ્યું છે. ટિકટોકની કન્ટ્રોવર્સીનો ફાયદો ફેસબુકની ‘COLLAB’ને મળે તેવી શક્યતા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.