ન્યૂ સિંગિંગ એપ:ફેસબુકે મ્યુઝિકના શોખીન લોકો માટે BARS એપ લોન્ચ કરી, તેના પર 60 સેકન્ડનો વીડિયો બનાવી શકાશે

એક વર્ષ પહેલા

ફેસબુકની ઈન્ટરનલ R&D ગ્રુપની ન્યૂ પ્રોડક્ટ એક્સપેરિમેન્ટેશન (NPE) ટીમે 27 ફેબ્રુઆરીએ નવી એક્સપેરિમેન્ટલ એપ બાર્સ (BARS) લોન્ચ કરી. આ એપને ખાસ રૅપર્સ માટે તૈયાર કરવામાં આવી છે. તે અહીં રૅપને તૈયાર કરીને ડાયરેક્ટ સોશિયલ મીડિયા પર શેર કરી શકાશે. NPE ટીમની આ બીજી મ્યુઝિક એપ છે. અગાઉ તેણે મ્યુઝિક એપ કોલાબ (Collab)ને લોન્ચ કરી હતી.

રાઈમ્સ અને લિરિક્સ પણ મળશે
કોલાબ એપનું ફોકસ બીજાની સાથે ઓનલાઈન મ્યુઝિક બનાવવા પર હતું. જ્યારે BARSનું ફોકસ પોતાનો રૅપર્સ વીડિયો બનાવવા પર અને તેને શેર કરવા પર છે. એપ પર અનેક બીટ્સ આપી છે. તેમાંથી યુઝર કોઈ એકને સિલેક્ટ કરીને તેમનો વીડિયો રેકોર્ડ કરી શકે છે. ખાસ વાત એ છે કે આ એપ ઓટોમેટિકલી રાઈમ્સ, લિરિક્સનું સજેશન પણ આપે છે.

60 સેકન્ડનો વીડિયો બનાવી શકાશે
એપ પર ચેલેન્જ મોડ પણ છે. અહીં યુઝર ઓટો સજેસ્ટેડ વર્ડ્સ ક્યૂની સાથે ફ્રીસ્ટાઈલ રૅપ કરી શકાય છે. આ એક ગેમ જેવો મોડ છે. આ એક્સપરિયઅન્સને તે લોકો માટે ડિઝાઈન કરવામાં આવી છે જે રૅપની મજા લેવા માગે છે. વીડિયોની લેન્થ 60 સેકન્ડ સુધી હોઈ શકે છે. વીડિયોને રેકોર્ડ કર્યા બાદ તેને ફોન ગેલેરીમાં સેવ કરી શકાય છે અથવા ફરીથી ડાયરેક્ટ તેને સોશિયલ મીડિયા પર શેર કરી શકાય છે.

એસ્પાયરિંગ રૅપર્સને મદદ મળશે
કોલાબોની જેમ NPE ટીમે મહામારી દરમિયાન BARS બનાવવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે. આ ટીમના મેમ્બર ડીજે લેલેર જણાવે છે કે, જ્યાં રૅપર્સ પહોંચી શકતા હતા ત્યાં લાઈવ સંગીત બંધ હતું. લેલેર ગોસ્ટરાઈટર હિપ-હોપ સોન્ગ લખે છે.

તેમણે કહ્યું, "મને ખબર છે કે હાઈ પ્રાઈસ રેકોર્ડિંગ સ્ટૂડિયો અને પ્રોડક્શન ઇક્વિપમેન્ટ એસ્પાયરિંગ રૅપર્સ માટે લિમિટેડ છે. આવી સ્થિતિમાં મહામારીને કારણે લાઈવ પરફોર્મન્સ પણ બંધ થઈ ગયું છે. BARS એસ્પાયરિંગ રૅપર્સ ટીમની સાથે બનાવવામાં આવી છે. હવે તેનું બીટા વર્ઝન લોન્ચ કરવામાં આવી રહ્યું છે.

ટિકટોક જેવું ઈન્ટરફેસ મળશે
BARS એપના યુઝર ઈન્ટરફેસની બાબતમાં ટિકટોકથી મળતા આવે છે. તે બે ટેબ વર્ટિકલ વીડિયાવાળા ઈન્ટરફેસ છે. તેમાં ફિચર અને ન્યૂઝ ફીડ છે, જે ટિકટોકના ફોલો અને ફોર યૂ જેવું છે. BARSની સ્ક્રીન પર નીચેની તરફ રાઈટ કોર્નરમાં એન્ગેજમેન્ટ બટન આપ્યું છે.