તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ટેક જાયન્ટ ફેસબુક નવી ઓડિયો ચેટ પ્રોડક્ટ પર કામ કરી રહ્યું છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના એક રિપોર્ટ પ્રમાણે, આ ઓડિયો બેઝ્ડ સોશિયલ નેટવર્ક ક્લબહાઉસ જેવું હશે. ક્લબહાઉસને 2020ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. તો ટેસ્લાના CEO ઈલોન મસ્ક અને રોબિનહુડના CEO વ્લાદ ટેનેવ દ્વારા તેનું નામ લેવાતા અચાનક તેના યુઝર્સની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે.
ક્લબહાઉસ એપ હાલ માત્ર એપ સ્ટોર પર અવેલેબલ છે. કોવિડ-19 મહામારી શરૂ થયા બાદ તેના યુઝર્સની સંખ્યામાં સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ફેસબુક પાસે મેસેજિંગ એપ વ્હોટ્સએપ અને ફોટો શેરિંગ માટે ઈન્સ્ટાગ્રામ છે. હવે આ નવી એપથી તેનાં કમ્યુનિકેશન નવાં રૂપમાં થશે. સોશિયલ મીડિયા કંપની ફેસબુકે નવી પ્રોડક્ટ વિશે હાલ કોઈ સ્પષ્ટતા કરી નથી.
ઈલોન મસ્ક અને વ્લાદ ટેનેલે પ્રમોશન કર્યું હતું
ક્લબહાઉસ એપ માર્ચ 2020માં લોન્ચ થઈ હતી. મે 2020માં એપ પર આશરે 1500 યુઝર્સ હતા. ત્યારે તેની વેલ્યુ 100 મિલિયન ડોલર (આશરે 729 કરોડ રૂપિયા)ની હતી. જોકે ઈલોન મસ્કે તેનું ચેટરૂમ ઓપન કરી રોબિનહુડ સાથે ઓડિયો ચેટ શરૂ કર્યું ત્યારબાદ એપ પર યુઝર્સનો ઢગલો થવા લાગ્યો.
ફેબ્રુઆરી 2020 સુધી ક્લબહાઉસ પાસે 2 મિલિયન (20 લાખ)થી વધારે યુઝર્સ હતા. તો તેની વેલ્યુ 1 બિલિયન ડોલર (આશરે 7282 કરોડ રૂપિયા) થઈ ગઈ હતી. અર્થાત 1 વર્ષમાં કંપનીની વેલ્યુમાં આશરે 6553 કરોડનો ગ્રોથ થયો.
આ રીતે ક્લબહાઉસ એપનો ઉપયોગ કરો
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.