મેટાએ તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક બંને માટે નવા ક્રિએટર ટુલ્સ રિલીઝ કર્યા છે. ‘ક્રિએટર વીક 2022’ દરમિયાન કંપનીની જાહેરાતના ભાગરૂપે, ક્રિએટર્સ માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પૈસા કમાવવાની નવી રીતોની જાહેરાત કરવામાં આવી હતી. તો ચાલો આ નવા ક્રિએટર ટૂલ્સ પર એક નજર ફેરવીએ. આમાંની મોટાભાગની સુવિધાઓ હાલમાં ફક્ત યુ.એસ.માં જ ઉપલબ્ધ છે. જ્યારે આ સુવિધાઓ ભારત સહિત અન્ય દેશોમાં ટૂંક સમયમાં જાહેર થશે. હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.
વિશ્વભરનાં ક્રિએટર્સને તેમની કારકિર્દી વધારવા અને સાથે મળીને ભવિષ્યનું નિર્માણ કરવા માટે મેટા આમંત્રણ આપી રહ્યું છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર યૂઝર્સ કેવી રીતે પૈસા કમાઇ શકે તેની નવી રીતો પણ જાહેર કરી છે.
ઈન્સ્ટાગ્રામને ડિજિટલ કલેક્ટિબલ્સ માટે સપોર્ટ મળશે
ઈન્સ્ટાગ્રામ પર ક્રિએટર્સ ટૂંક સમયમાં જ તેમની પોતાની ડિજિટલ કલેક્ટિબલ્સ બનાવી શકશે અને તે તેમના ચાહકવર્ગને વહેચી શકશે. આ ખરીદી ફક્ત ઈન્સ્ટાગ્રામ સુધી મર્યાદિત રહેશે નહીં. મેટા એન્ડ-ટુ-એન્ડ ટૂલકિટનો ઉપયોગ કરીને યૂઝર્સ પોલિગોન બ્લોકચેન પર તેમના પોતાના NFT બનાવવાની શરૂઆત કરી શકશે.
ઈન્સ્ટાગ્રામ પર સબ્સ્ક્રિપ્શન્સ આવે છે
યુ.એસ. નાં બધા નિર્માતાઓને હવે ઈન્સ્ટાગ્રામ સબ્સ્ક્રિપ્શન્સની એક્સેસ મળશે. આ સુવિધા ક્રિએટર્સને ચાહકોને તેમની સાથે જોડાવવા માટે સબ્સ્ક્રિપ્શન ફી તરીકે એક ચોક્કસ રકમ સેટ કરવાની મંજૂરી આપે છે. આ વિકલ્પ સાથે ક્રિએટર્સની પ્રોફાઈલ પર સબસ્ક્રાઇબનું બટન દેખાશે એટલે કે યૂઝર્સે પોતાના મનપસંદ ક્રિએટર્સના વીડિયોઝ જોવા માટે તેની પ્રોફાઈલ પર રહેલા સબ્સક્રાઈબ બટન પર ક્લિક કરીને તેણે નિશ્ચિત કરેલી રકમ ચૂકવવી પડશે.
ઈન્સ્ટાગ્રામ સબ્સ્ક્રિપ્શન્સની એક્સેસ મેળવવા માટે યૂઝરની ઉંમર કમ સે કમ 18 વર્ષ હોવી જોઈએ અને તેમના 10,000 કે તેથી વધુ ફોલોઅર્સ હોવા જોઈએ.
ફેસબુક સ્ટાર્સ, ઇન્સ્ટાગ્રામ ગિફ્ટ્સ અને બીજું ઘણું બધું
ઇન્સ્ટાગ્રામ પર યૂઝર્સ હવે ઇન્સ્ટાગ્રામની અંદરથી ‘સ્ટાર્સ’ ખરીદીને પોતાના મનપસંદ ક્રિએટર્સને ગિફ્ટ પણ મોકલી શકે છે. સ્ટાર્સ જે મૂળરૂપે ફેસબુકનો એક ભાગ છે, હવે રીલ્સ સાથે પણ યૂઝ કરી શકાશે.
નવા કમેન્ટ્સ મેનેજરમાં સ્ટાર મોકલનારાને શોધવાનું પણ સરળ બનશે. આ કોમેન્ટસ એક જ જગ્યાએ બતાવવામાં આવશે. ચાહકો ફોટો અને ટેક્સ્ટ પોસ્ટ જેવી નોન-વિડિયો કન્ટેન્ટ માટે પણ સ્ટાર્સ મોકલી શકશે. ફેસબુક ક્રિએટર્સને તેમની પ્રોફાઇલ્સ માટે પ્રોફેશનલ મોડ પણ મળે છે, જે તેમને સ્ટાર્સ દ્વારા પૈસા કમાવવા, ફેસબુક રીલ્સમાં એડ કરવા અને કન્ટેન્ટ અને ઓડિયન્સ એનાલિટિક્સ અને અન્ય સંસાધનોની એક્સેસ મેળવવા માટે લાયક બનાવે છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.