પ્રાઇવસી બ્રીચ:ફેસબુક પર ઈન્સ્ટાગ્રામના માધ્યમથી ડેટા ચોરી કરવાનો આરોપ લાગ્યો, યુઝરના પ્રાઇવેટ ડેટા માટે મોબાઇલ ફોનના કેમેરાનો ઉપયોગ થયો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સાન ફ્રાન્સિસ્કોના ફેડરલ કોર્ટમાં ન્યૂ જર્સીની ઈન્સ્ટાગ્રામ યુઝર બ્રિટની કોન્ડિટીએ અરજી દાખલ કરી
  • ફેસબુકે આરોપોનું ખંડન કર્યું, કંપની પ્રમાણે આ બધું એક બગને લીધે થયું

ગુરુવારે રાતે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન થવાને કારણે દુનિયાભરમાં ઘણા યુઝર્સ સોશિયલ મીડિયા અકાઉન્ટમાં લોગ ઈન કરી શક્યા નહોતા. એને લઈ યુઝર્સે ટ્વિટર પર ગુસ્સો પણ કાઢ્યો છે. તેવામાં ફેસબુક પર ઈન્સ્ટાગ્રામ યુઝર્સની કથિત રીતે જાસૂસી કરવાની વાત સામે આવી છે. ફેસબુક પર આરોપ લાગ્યો છે કે તે ડેટા ચોરી માટે કેમેરાનો ઉપયોગ કરે છે.

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આઈફોન યુઝર્સ જ્યારે ઈન્સ્ટાગ્રામ પર એક્ટિવ નહોતા ત્યારે પણ ફોનનો કેમેરા એક્સેસ થતો જોવા મળ્યો હતો. જોકે ફેસબુકે આ તમામ આરોપોનું ખંડન કર્યું છે. ફેસબુક પ્રમાણે આવું એક બગ અર્થાત ટેક્નિકલ ખામીને લીધે થયું છે.

શું છે કેસ?
સાન ફ્રાન્સિસ્કોની ફેડરલ કોર્ટમાં ગુરુવારે કરાયેલી અરજીમાં ન્યૂ જર્સીની ઈન્સ્ટાગ્રામ યુઝર બ્રિટની કોન્ડિટીએ જણાવ્યું હતું કે એપના કેમેરાનો ઉપયોગ જાણીજોઈને કરવામાં આવ્યો હતો. એ યુઝરનો આવશ્યક અને મહત્ત્વપૂર્ણ ડેટા ચોરી કરવા માટે કરવામાં આવે છે, નહિ તો કોઈ કેમેરા એક્સેસ કરતું નથી.

કેસ ક્યાં ચાલી રહ્યો છે?
આ કેસ કોન્ડિટી Vs ઈન્સ્ટાગ્રામ, LLC, 20-cv-06534, અમેરિકા જિલ્લા ન્યાયાલય, ઉત્તર કેલિફોર્નિયા (સાન ફ્રાન્સિસ્કો)નો છે. અરજી અનુસાર, યુઝરના ઘરનો પર્સનલ અને પ્રાઈવેટ ડેટા પ્રાપ્ત કરવા માટે આમ કરવામાં આવ્યું છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ આ કાર્ય કરવા માટે સક્ષમ છે. જોકે આ કેસમાં ફેસબુકે કોઈપણ ટિપ્પણી આપી નથી.

કંપની કેવી રીતે દેખરેખ કરે છે?
જ્યારે પણ કોઈ એપ ફોનમાં ઈન્સ્ટોલ્ડ કરવામાં આવે છે તો એપ ઓપન કરતાં પહેલાં એ કેટલીક પરમિશન માગે છે, એમાં કોન્ટેક્ટ, મીડિયા, લોકેશન, કેમેરા સહિતની પરમિશન સામેલ હોય છે. પરમિશન Allow કરવા પર ફોનનો ડેટા જ્યારે પણ ઓન હોય છે તો એપ આપેલી પરમિશન અનુસાર, ફોનના ડેટા પર નજર રાખી શકે છે.

ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એપ પણ આ રીતે નજર રાખે છે. એપ તમારી સંમતિ વગર ફોનનો કેમેરા પણ એક્સેસ પણ કરી શકે છે, કારણ કે તમે અગાઉ એપને આ પરમિશન આપી હોય છે.

ડેટા ચોરીથી બચવા માટેની ટિપ્સ

  • કોઈપણ એપ્સને એ જ પરમિશન આપો, જે ખરેખર જરૂરી હોય, જેમ કે ઈન્સ્ટાગ્રામ ફોટો શેરિંગ એપ છે તો એમાં કેમેરા અને ગેલરીની પરમિશન આપવી પડે છે, પરંતુ આ એપને કોન્ટેક્ટ અને લોકેશનની પરમિશન આપવી જરૂરી નથી.
  • આપણે જ્યારે પણ કોઈ એપનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એને ક્લોઝ કરવાને બદલે મિનિમાઈઝ કરીએ છીએ. મિનિમાઈઝ થયેલી એપમાં પણ કંપની તમારા ડેટા પર નજર રાખી શકે છે, તેથી એપના ઉપયોગ બાદ એને મિનિમાઈઝ કરવાને બદલે ક્લોઝ કરી દો.
  • જો તમે વારંવાર ઈન્ટરનેટનો ઉપયોગ નથી કરતા તો ફોનનો ડેટા બંધ રાખી શકો છો. ડેટા ઓફ્ફ હોવાથી ફોનનો ડેટા ચોરી થવાના ચાન્સ સંપૂર્ણ રીતે શૂન્ય થઈ જાય છે.

પહેલાં પણ ફેસબુક પર ડેટા ચોરીના આરોપો લાગી ચૂક્યા છે
બાયોમેટ્રિક ડેટા કલેક્ટ કરવાનો આરોપ

આ વર્ષે ઓગસ્ટ મહિનામાં અમેરિકામાં ફેસબુક પર એક કેસ થયો હતો. એમાં ફેસબુકની સબ કંપની ઈન્સ્ટાગ્રામ પર યુઝર્સની સંમતિ વગર બાયોમેટ્રિક ડેટા કલેક્ટ કરવાનો આરોપ લાગ્યો હતો. કેસમાં ઈન્સ્ટાગ્રામ પર આરોપ હતો કે કંપની ઓટોમેટિકલી લોકાના ચહેરાને સ્કેન કરે છે. એ દરમિયાન એ લોકાના ચહેરા પણ સ્કેન થયા, જે કોઈ બીજાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જોવા મળ્યા હતા. એ દરમિયાન 10 કરોડ લોકોનો ડેટા ચોરી થયો હતો.
પેગાસસ સ્પાઇવેર ખરીદવાનો આરોપ
કેટલાક મહિના પહેલાં NSO ગ્રુપ પર એક કેસ દાખલ થયો હતો. એમાં કંપનીને એમ લાગતું હતું કે NSO ગ્રુપે વ્હોટ્સએપ સ્પાઈ અર્થાત્ વ્હોટ્સએપના ડેટાની ચોરી અથવા દેખરેખ રાખવા માટે Pegasus સ્પાઈવેર સરકારને આપ્યા અને સરકાર દ્વારા પસંદગી કરાયેલા યુઝર્સ પર નજર રાખવામાં આવી.
8.7 કરોડ યુઝર્સનો ડેટા ચોરી
યુઝરના ડેટા સુરક્ષિત ન કરી શકવા માટે બ્રિટનના ડેટા નિયામકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુકને આ વર્ષે જ 5 લાખ પાઉન્ડ (આશરે 4 કરોડ 55 લાખ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. તપાસમાં માલૂમ પડ્યું કે વર્ષ 2016ની યુરોપિયન યુનિયનની ચૂંટણી દરમિયાન ફેસબુકના ડેટાનો બંને તરફથી દુરુપયોગ કરાયો હતો. ફેસબુકે બ્રિટિશ કન્સલટન્ટ કંપની કેમ્બ્રિજ એનાલિટિકા તરફથી આશરે 8.7 કરોડ યુઝર્સનો ડેટા ચોરી કર્યો હોવાની વાત સ્વીકારી હતી. આ જ કંપનીએ વર્ષ 2016માં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે ચૂંટણીપ્રચાર અભિયાન ચલાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...