તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વ્હોટ્સએપ પર CCIની કડકાઈ:તપાસના આદેશ બાદ એક્સપર્ટ્સ બોલ્યા, ડેટા શેરિંગ પર હવે બીજી કંપનીઓએ સાવચેત રહેવું પડશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ વ્હોટ્સએપની નવી પોલિસીને પારદર્શી ન ગણી તપાસના આદેશ આપ્યા છે - Divya Bhaskar
કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયાએ વ્હોટ્સએપની નવી પોલિસીને પારદર્શી ન ગણી તપાસના આદેશ આપ્યા છે
  • CCI (કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા)એ નવી પોલિસી માટે તપાસના આદેશ આપ્યા
  • કમિશને વ્હોટ્સએપ કંપનીને એન્ટિ ટ્ર્સ્ટ કાયદાના ઉલ્લંઘનની આરોપી માની છે

વ્હોટ્સએપની નવી પોલિસી કંપનીની મુશ્કેલીમાં સતત વધારો કરી રહી છે. આ પોલિસી 15મેથી લાગુ થવાની છે. તેવામાં આ પોલિસી માટે CCI (કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા)એ તપાસના આદેશ આપ્યા છે. કમિશને વ્હોટ્સએપ કંપનીને એન્ટિ ટ્ર્સ્ટ કાયદાના ઉલ્લંઘનની આરોપી માની છે. CCIએ કહ્યું કે પોલિસી અપડેટના નામે કંપનીએ યુઝર્સનું શોષણ અને તેમની સાથે ભેદભાવ કરવાનો પ્રયત્ન કર્યો છે.

આ કેસમાં એક્સપર્ટનું માનવું છે કે, મોટી ITફર્મ્સને યુઝર્સના ડેટા શેરિંગ અને પ્રાઈવસી માટે સાવધાનીથી આગળ વધવું પડશે. કારણ કે વ્હોટ્સએપ માટે CCI દ્વારા તપાસના આદેશ બાદ બીજી કંપનીઓ માટે આ નિર્ણય લેવામાં આવી શકે છે.

પોલિસી તપાસ માટે એક્સપર્ટ્સે શું કહ્યું

  • લૂથરા એન્ડ લૂથરાની સહયોગી કનિકા ચૌધરી નાયરે કહ્યું કે, CCIનો આ આદેશ એક મહત્ત્વપૂર્ણ ઉદાહરણ પૂરું પાડે છે. કારણ કે ડિજિટલ માર્કેટમાં કંપપનીઓ કોમ્પિટિશનને કારણે આ જ પ્રકારનું વર્તન કરી રહી છે.
  • જે સાગર એસોસિએટ્સના પાર્ટનર વૈભવ ચૌકસીએ કહ્યું કે, મોટા ટેક્નિકલ નિગમોને ધ્યાનમાં રાખી તેના મોટા પ્રભાવ હોઈ શકે છે.
  • મોટી ટેક કંપનીઓને દુર્વ્યવહારની નવી કેટેગરી માટે વિચારણા કરવી પડશે. CCI દ્વારા પરીક્ષણની સંભાવના છે.

બીજા પ્લેટફોર્મ પર ડેટા શેર કરવું ગેરકાયદે કામ
કમિશને પોતાની તપાસમાં આદેશમાં લખ્યું કે, વ્હોટ્સએપથી ફેસબુકના અન્ય પ્લેટફોર્મ સાથે યુઝર્સનો ડેટા શેર કરવું એ ઈલિગલ છે. પ્રાઈવસી પોલિસીમાં યુઝર્સ પાસેથી અનુમતિ માગવામાં આવતી નથી. કમિશને વ્હોટ્સએપની નવી પોલિસીને પારદર્શી ગણાવી નથી.

શું છે વ્હોટ્સએપની નવી પોલિસી
વ્હોટ્સએપની નવી પોલિસી 15 મે, 2021થી લાગુ થવા જઈ રહી છે. આ તારીખ પછી યુઝરે નવી પોલિસી અગ્રી કરવી જરૂરી છે. જો અગ્રી ન કરવામાં આવે તો યુઝરનું અકાઉન્ટ ડિલીટ કરવામાં આવશે. નવી પોલિસી પ્રમાણે કંપની યુઝર્સના અપલોડ, સબમિટ, સ્ટોર, સેન્ડ અથવા રિસીવ કરેલા કન્ટેન્ટને ક્યાંય પણ ઉપયોગ, રિપ્રોડ્યુસ, ડિસ્ટ્રીબ્યુટ અને ડિસ્પ્લે કરી શકે છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

વધુ વાંચો