• Gujarati News
  • Utility
  • Gadgets
  • Expensive Raw Materials Have Put Pressure On Companies To Raise Prices, Which Will Rise By Up To 10 Per Cent

ઈવી સ્કૂટરમાં ડિસ્કાઉન્ટ ગાયબ:મોંઘા કાચા માલને કારણે કંપનીઓ પર ભાવ વધારવાનું દબાણ આવ્યું, ભાવ 10 ટકા સુધી વધશે

એક મહિનો પહેલા
  • કૉપી લિંક

છેલ્લાં કેટલાક વર્ષોથી ઈવી ટુ-વ્હીલર્સના ભાવમાં ઘટાડો હવે ભૂતકાળની વાત બની ચૂકી છે. સુરક્ષાના નિયમો હાલ ખૂબ જ કડક બની રહ્યા છે અને કાચો માલ પણ મોંઘો થઈ રહ્યો છે ત્યારે હવે ટુ-વ્હીલરના ભાવ વધવાના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ ઈલેક્ટ્રિક ટૂ-વ્હીલરના ભાવમાં 10 ટકા સુધીનો વધારો થઇ શકે છે. ઑટો ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા મુજબ ટુ-વ્હીલર કંપનીઓની કોસ્ટીંગ વધવાના કારણે ભાવ વધારવાનું દબાણ આવ્યું છે. છેલ્લાં કેટલાક દિવસોમાં અનેક ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરમાં આગ લાગવાની ઘટનાઓ બાદ સરકારે કડક વલણ દેખાડવાનું શરૂ કરી દીધું છે. આવી સ્થિતિમાં કંપનીઓએ સારી ગુણવત્તાની બેટરીઓ, પાર્ટ્સ અને તકનીકી ખર્ચ વધુ કરવો પડશે. આ ઉપરાંત રશિયા-યુક્રેન યુદ્ધ બાદની સ્થિતિ અને ચીનમાં કોરોનાની નવી લહેરના કારણે બેટરી સેલ્સ અને અન્ય પાર્ટ્સની આયાત મોંઘી થઈ ગઈ છે.

વીમા કંપનીઓ પ્રીમિયમમાં વધારો કરશે
આ સાથે જ જ્યારથી આ સ્કૂટર્સમાં આગની ઘટનાઓ લાગવાના સમાચાર વહેતાં થયા છે ત્યારથી વીમાના ક્લેમમાં વધારો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને કેટલીક વીમા કંપનીઓએ ઇલેક્ટ્રિક ટૂ-વ્હીલર્સના વીમા પ્રીમિયમમાં વધારો કરવા વિચારણા શરૂ કરી છે.ઈવી કંપની તેંગરીના સ્થાપક અર્પણ અરોરાએ જણાવ્યું હતું કે, ઈ-સ્કૂટર્સને સુરક્ષિત બનાવવા માટે જરૂરી પગલાંથી કિંમતોમાં 10 ટકાનો વધારો થઈ શકે છે.

આ કારણોસર ઇલેક્ટ્રિક વાહનો મોંઘા થશે.

  • શક્ય છે કે હવે ઈવીમાં લિથિયમ આયનને બદલે ફેરોફાસ્ફેટ બેટરીનો ઉપયોગ કરવામાં આવે અને આની સીધી અસર ખર્ચ પર પડશે.
  • આગની ઘટનાઓને અટકાવવા માટે બેટરી મેનેજમેન્ટ સિસ્ટમ (BMS) અને આઈકૈટની મંજૂરીઓ ફરજિયાત હોવાથી ખર્ચમાં વધારો થશે.
  • આ ઉદ્યોગ મોટાભાગે ચીન પર નિર્ભર છે અને ચીનમાં લોકડાઉનના કારણે પાર્ટ્સની અછત છે.
  • સરકારની કડકાઈ બાદ ગુણવત્તા પર ફોકસ વધારવું જરૂરી બનશે. સારી ક્વોલિટીના પાર્ટ્સ અને બેટરીનો ઉપયોગ કરવા ઉપરાંત સુરક્ષાના નિયમોનું પાલન કરવાથી ખર્ચમાં પણ વધારો થશે. આવી સ્થિતિમાં ઈ-સ્કૂટર્સ મોંઘા થઇ શકે છે. - સંયોગ તિવારી, CEO, ઈવી ઉર્જા