તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાવરફુલ પાવરબેંક:EVMએ લોન્ચ કરી દેશની પ્રથમ લેપટોપ ચાર્જ કરનારી પાવરબેંક, કિંમત 9,999 રૂપિયા

4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કંપની પાવરબેંક પર 3 વર્ષની વૉરન્ટી આપી રહી છે
  • પાવરબેંકને ચાર્જ કરવા માટે 4 ફૂટ લાંબો કેબલ મળે છે

સ્માર્ટફોન ચાર્જ કરવા માટે અનેક પાવરબેંકની રેન્જ માર્કેટમાં અવેલેબલ છે. તેવામાં હવે પિન પેરિસફેરલ્સ પ્રાઈવેટ લિમિટેડે લેપટોપ ચાર્જ કરનારી ENLAPPOWER પાવરબેંક લોન્ચ કરી છે. કંપનીનો દાવો છે કે લેપટોપ ચાર્જ કરનારી આ પ્રથમ પાવરબેંક છે. આ પાવરબેંકમાં 20000mAhની દમદાર બેટરી મળે છે. તે USB ટાઈપ-સી બેઝ્ડ લેપટોપને સરળતાથી ચાર્જ કરી શકે છે.

આ દમદાર બેટરીવાળી EVM ENLAPPOWER પાવરબેંકની કિંમત 9,999 રૂપિયા છે. કંપની તેના પર 3 વર્ષની વોરન્ટી પણ આપી રહી છે. દેશભરમાં ઈ કોમર્સ પ્લેટફોર્મ અને વિજય સેલ્સમાંથી તેની ખરીદી કરી શકાશે.

EVM પાવરબેંકનાં સ્પેસિફિકેશન
આ પાવરબેંકથી એકસાથે 3 ડિવાઈસ ચાર્જ કરી શકાય છે. તેમાં 2 USB અને USB ટાઈપ સી ટાઈપ સામેલ છે. પાવરબેંક ચાર્જ કરવા માટે 4 ફૂટ લાંબો કેબલ આપવામાં આવ્યો છે. તેને અલ્ટ્રા બ્લેક પ્રીમિયમ મેટલ બોડી સાથે તૈયાર કરવામાં આવ્યો છે. કંપની તેના પર 3 વર્ષની વોરન્ટી આપી રહી છે.

EVM ENLAPPOWER પાવરબેંકથી મેકબુક, મેકબુક એર, મેકબુક પ્રો, MS સરફેસ પ્રો, ડેલ XPS 13, HP Spectre x360, લેનોવો આઇડિયાપેડ, LG ગ્રામ અને આસુસ ઝેનબુક 13 ચાર્જ કરી શકાશે. તેનાથી એપલ, સેમસંગ, વનપ્લસ, ગૂગલ પિક્સલ નોકિયા, રિયલમી પ્રો, LG, મોટોરોલાના સ્માર્ટફોન ચાર્જ કરી શકાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો