તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Even If Your Gadgets Are Cheap Or Expensive, Their Insurance Will Cover Everything From Theft To Accidental Damage.

ગેજેટ્સ ઈન્શ્યોરન્સ:તમારા ગેજેટ્સ ભલે સસ્તાં હોય કો મોંઘા, તેનું ઈન્શ્યોરન્સ ચોરીથી લઈને એક્સિડેન્ટલ ડેમેજ સુધીના તમામ નુક્સાનથી બચાવશે

3 મહિનો પહેલા
 • કૉપી લિંક

ડિજિટલ યુગમાં પેમેન્ટથી લઈને શૉપિંગ સુધી બધી જ વસ્તુઓ ઓનલાઈન થઈ ગઈ છે. ઈવન હવે તો ઓનલાઈન સ્ટડી અને વર્ક ફ્રોમ હોમનું ચલણ વધવા લાગ્યું છે. તેને કારણે સ્માર્ટફોન, લેપટોપ, કમ્પ્યુટર જેવા ગેજેટની માગ વધી છે. તેમાંથી ઘણા ગેજેટ્સની કિંમત ઘણી મોંઘી હોય છે. તેના ખરાબ થવાની, ચોરી થવાની અને તૂટી જવાની આંશકા રહે છે. તેવામાં ગેજેટ્સનું ઈન્શ્યોરન્સ કરાવવું યોગ્ય વિકલ્પ હોઈ શકે છે. મોટા ભાગની ગેજેટ્સ્ મેન્યુફેક્ચરર્સ 6 મહિનાથી લઈને 1 વર્ષની વૉરન્ટી આપે છે. જે લિમિટેડ હોય છે.

ગેજેટ્સ ઈન્શ્યોરન્સ
જ્યારે કોઈ ગેજેટ ખોવાઈ જાય છે અથવા તૂટી જાય છે તો તેમાં રહેલા ડેટા ચોરી થવાની અને ડેટા ડિલીટ થઈ જવાની શક્યતા રહે છે. સાથે જ આર્થિક નુક્સાન પણ થાય છે. તેનાથી બચવા માટે કંપનીઓ ઈન્શ્યોરન્સ પ્લાન આપે છે. આ ઈન્શ્યોરન્સ સ્માર્ટફોન સહિત ઘણા પ્રકારના ગેજેટ્સ ચોરી અથવા અચાનક તૂટી જવા પર કવર આપે છે.

ગેજેટ્સ ઈન્શ્યોરન્સ શું કવર કરે છે

 • તેમાં અનેક પ્રકારની વસ્તુઓ સામેલ છે જેમ કે,
 • સ્માર્ટફોન અથવા ગેજેટની લૂંટ અથવા ચોરી થવા પર
 • સૂચના આપ્યાના 48 કલાકની અંદર ખોવાયેલા અથવા ખરાબ ફોનને રિપ્લેસ અથવા રિપેર કરવા.
 • રિપેરિંગ માટે ગેજેટ્સની ડોર સ્ટેપ પિક અને ડ્રોપ સુવિધા.
 • ઈયર જેક, ચાર્જિંગ પોર્ટ અને ટચ સ્ક્રીનની ટેક્નિકલ ખામી માટે પણ કેટલીક કંપનીઓ કવર આપે છે.
 • જો છેલ્લી પોલિસીના સમયગાળામાં કોઈ ક્લેમ ન કરવામાં આવ્યો હોય તો ઘણી કંપનીઓ પોલિસી રિન્યુઅલના સમયે પોલિસી હોલ્ડરને નો-ક્લેમ બોનસ આપે છે.

ભારતમાં ગેજેટ્સ ઈન્શ્યોરન્સ આપતી કેટલીક કંપનીઓ

 • ટાઈમ્સ ગ્લોબલ ઈન્શ્યોરન્સ: આ કંપની સ્ક્રીન ડેમેજ, ડિવાઈસ ચોરી થવું, ડિવાઈસ કામ ન કરવું, ડિસ્પ્લે અથવા કેમેરા ખરાબ હોય તો કવર આપે છે. તે ઈન્શ્યોરન્સ દરમિયાન મળતી સુવિધા ન લેનારને કોઈ બોનસ આપતી નથી.
 • One Assist: આ કંપની ગેજેટ્સના રિપેરિંગ માટે કેશલેસ સુવિધા આપે છે. સાથે જ ડોરસ્ટેપ પિકઅપ અને ડ્રોપ સર્વિસ આપે છે.
 • SyncNScan: આ કંપની ડિવાઈસ ચોરી અને ખરાબ થવા પર પ્રોટેક્શન આપે છે. તેની સિસ્ટમ ઓટોમેટિક ડિલીટ થયેલો ડેટા રિસ્ટોર કરે છે. સાથે જ વાઈરસ અને સ્પૅમ મેસેજની ઓળખ કરી તેને દૂર કરે છે. એપનાં માધ્યમથી ખોવાયેલા ફોનને લોક કરી સર્ચ કરવાની મદદ મળે છે.

ગેજેટ્સ ઈન્શ્યોરન્સ ક્લેમ કરવાની પ્રોસેસ

 • ઈન્શ્યોરન્સ કંપનીના ટોલ ફ્રી નંબર પર ગેજેટ્સને થયેલા નુક્સાનની જાણ કરવી.
 • કસ્ટમર્સે ક્લેમ ફોર્મ ભરવું પડશે. ઓનલાઈન અથવા ઈન્શ્યોરન્સ કંપની ઓફિસમાં ફોર્મ જમા કરો.
 • ચોરી અથવા લૂંટ થવા પર પોલિસ સ્ટેશનમાં FIR દાખલ કરો અને તેની કોપી કંપનીને આપો.
 • ઘરમાં આગ લાગે અને ગેજેટ્સને નુક્સાન થાય તો ફાયર સ્ટેશનનો રિપોર્ટ પણ આપવો પડે છે.
 • ઈન્શ્યોરન્સ કંપનીઓને ક્લેમ સર્વેયરને ડેમેજ ગેજેટનો ફોટો આપવો પડે છે.
 • ઈન્શ્યોરન્સ કંપની પોલિસી ડોક્યુમેન્ટ આધારે ક્લેમ મળે છે.
 • રિપેરિંગ માટે ઈન્શ્યોરન્સ કંપની દ્વારા અધિકૃત થર્ડ પાર્ટી ગેજેટ્સ સર્વિસ સેન્ટરને ડાયરેક્ટ પેમેન્ટ કરે છે.
 • ગ્રાહકોએ ગેજેટ્સ ઈન્શ્યોરન્સ પોલિસી લેતાં સમયે નિયમ અને શરતો યોગ્યરીતે વાંચવી જોઈએ.

નોંધ: ગેજેટ્સ ઈન્શ્યોરન્સ ક્લેમની પ્રોસેસ કંપનીઓ પ્રમાણે અલગ અલગ હોઈ શકે છે.

આ કન્ડિશનમાં ઈન્શ્યોરન્સ નહિ મળે

 • ગેજેટ્સનાં નુક્સાન વિશે ઈન્શ્યોરન્સ લેનાર વ્યક્તિ યોગ્ય રીતે વર્ણન ન કરી શકતો હોય.
 • ગેજેટને જાણીજોઈને નુક્સાન કરવામાં આવ્યું હોય.
 • વરસાદમાં ગેજેટ્સ ભીનાં થયા હોય.
 • ગેજેટ્સમાં ઈન્શ્યોરન્સ પોલિસી પહેલાં કોઈ ખામી હોય.
અન્ય સમાચારો પણ છે...