યુટ્યુબર અભિષેક તેલંગ સાથે Tech Talk:‘સ્ટોરેજ ફુલ’ જેવા એરર મેસેજ આવી રહ્યા છે? તો કેશ મેમરી અને ક્લાઉડ સ્ટોરેજ બેસ્ટ ઓપ્શન છે

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છેલ્લા 4-6 મહિનાથી જે એપ્સનો ઉપયોગ નથી કર્યો તેને અનઇન્સ્ટોલ કરો

શું તમારા ફોનમાં સ્ટોરેજ ઓછું છે? ફોનમાં સ્ટોરેજ ફુલ જેવા એરર મેસેજ આવી રહ્યા છે? આ તકલીફથી છૂટકારો મેળવવા અમે તમને જણાવી રહ્યા છીએ અમુક ટ્રિક્સ...

ઉપયોગ ના કરતા હો તે એપ્સ ડિલીટ કરી દો
આપણામાંથી દરેકના ફોનમાં ઢગલો એપ્સ હોય છે જે ક્યારેક ક્યારેક જ ઉપયોગમાં આવે છે. જો તમારે ફોનના સ્ટોરેજની તકલીફથી છૂટકારો મેળવવો હોય તો સૌપ્રથમ આ એપ્સ અનઇન્સ્ટોલ કરો. જે એપ્સનો તમે છેલ્લા 4-6 મહિનાથી ઉપયોગ નથી કર્યો તેને બાય-બાય કહી દો.

આ એપ્સ તમારા ફોનનું સ્ટોરેજ પણ ભરી દે છે અને ફોન સ્લો કરી દે છે. તેનાથી ડેટા સિક્યોરિટી પર પણ જોખમ રહે છે.

સોશિયલ મીડિયા કેશ મેમરી
વ્હોટ્સએપ, સ્નેપચેટ, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્સ આપણા ફોનનું સ્ટોરેજ ભરવા પાછળનું સૌથી મોટું કારણ છે. સોશિયલ મીડિયા પર આપણે જે ફોટો અને વીડિયો, ફોટો અને ટેક્સ્ટ જોઈએ છીએ કે શૅર કરીએ છીએ તે બધું ફોનની કેશ મેમરીમાં કોમ્પ્રેસ્ડ થઈને સ્ટોર થાય છે.

તેનાથી એક સમયે ફોન સ્લો કામ કરે છે. એપ્સ લોડ થવામાં વાર લાગે છે. આથી સોશિયલ મીડિયા એપ્સની કેશ મેમરીને ફોન સેટિંગ્સમાં જઈને ડિલીટ કરવી જોઈએ. શક્ય હોય તો સોશિયલ મીડિયા એપ્સનો બેકઅપ ઓપ્શન ઓફ રાખો.

ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કરો
આપણા બધાના ફોન સ્ટોરેજમાં એક મોટો ભાગ ફોટોગ્રાફ અને વીડિયોનો હોય છે. જે આપણે કેમેરાથી કેપ્ચર કરીએ છીએ. એક ટાઈમ પછી ફોનમાં ઇન્ટર્નલ સ્ટોરેજ ફોનમાં કેપ્ચર તમારા ફોટો સાચવી શકતું નથી અને ફ્રી સમ સ્પેસ જેવા એરર મેસેજ આવવા લાગે છે. આવું થાય તો ફોટોગ્રાફ્સને ક્લાઉડમાં સેવ કરો. હવે ક્લાઉડ-સ્ટોરેજનો અર્થ એ નથી કે કોઈ સબસ્ક્રિપ્શન લેવું જ પડશે. તમે ગૂગલ અકાઉન્ટ સાથે મળેલા 15GBના ગૂગલ ડ્રાઈવ સ્ટોરેજનો પણ ઉપયોગ કરી શકો છો. ગૂગલ ડ્રાઈવમાં ફોટો અને વીડિયો સ્ટોર કરી શકો છો.

ગૂગલ ફોટોઝ અને ગૂગલ ડ્રાઈવ ઉપરાંત ડ્રોપબોક્સ, બોક્સ જેવી ઘણી બધી ક્લાઉડ સર્વિસ છે. તમે પણ તેનું સબસ્ક્રિપ્શન લઈને ડેટા સેવ કરી શકો છો અને ફોન સ્ટોરેજ ફ્રી રાખી શકો છો.