• Gujarati News
  • Utility
  • Gadgets
  • Equipped With An Oppo K10 Phone Launch, A 50MP Camera And A Powerful 5000mAh Battery, The Phone Starts At Rs 14,990.

ન્યૂ લોન્ચ:ઓપ્પો K10 ફોન લોન્ચ, 50MP કેમેરા અને 5000mAhની પાવરફુલ બેટરીથી સજ્જ આ ફોનની પ્રારંભિક કિંમત 14,990 રૂપિયા

5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓપ્પો K10 ઇન્ડિયન માર્કેટમાં લોન્ચ થઈ ગયો છે. K-સિરીઝના પોર્ટફોલિયોમાં આ કંપનીનો નવો ફોન છે, તેમાં સ્નેપડ્રેગન 680 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે, જે 8GB RAM સાથે જોડાયેલું છે. હેન્ડસેટમાં 6.59-ઇંચની ડિસ્પ્લેને 90Hz રિફ્રેશ રેટ મળે છે. ઓપ્પો K10માં 5,000mAh બેટરી આપવામાં આવી છે, જે 33W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

કિંમત
ભારતમાં ઓપ્પો K10ની કિંમત 6GB RAM + 128GB સ્ટોરેજ મોડેલ માટે 14,990 રૂપિયાથી શરૂ થાય છે. તેમજ, સ્માર્ટફોનનો 8GB + 128GB સ્ટોરેજ વેરિઅન્ટ 16,990 રૂપિયામાં ઉપલબ્ધ છે. તેને બ્લેક કાર્બન અને બ્લુ ફ્લેમ કલર ઓપ્શનમાં ખરીદી શકાય છે. ઓપ્પો K10નું વેચાણ 29 માર્ચથી શરૂ થશે. તેને ફ્લિપકાર્ટ અને કંપનીના ઓનલાઈન સ્ટોર પરથી ખરીદી શકાશે.

કંપની પહેલા દિવસે એક્સક્લુઝિવ લોન્ચિંગ ઓફર્સ આપી રહી છે, જેમાં ફ્લેટ ડિસ્કાઉન્ટ પણ સામેલ છે. SBI બેંકના ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ EMI ટ્રાન્ઝેક્શન્સ પર 2,000 રૂપિયાની ડિસ્કાઉન્ટ ઓફર મળી રહી છે. સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંક અને બેંક ઓફ બરોડાના ગ્રાહકો ક્રેડિટ કાર્ડના EMI ટ્રાન્ઝેક્શન પર 1,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મેળવી શકે છે.

સ્પેસિફિકેશન્સ

  • ઓપ્પો K10 સ્માર્ટફોન એન્ડ્રોઇડ 11 પર ચાલે છે. હેન્ડસેટ 90Hz ના રિફ્રેશ રેટ સાથે 6.59-ઇંચની ફુલ HD+ (1,080x2,412 પિક્સલ્સ) ડિસ્પ્લે આપે છે.
  • ઓપ્પો K10માં સ્નેપડ્રેગન 680 SoC મળે છે, જે 8GB RAM સાથે જોડાયેલ છે.
  • તેમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 50-મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરા, 2-મેગાપિક્સલનો બોકેહ કેમેરા અને 2-મેગાપિક્સલનો મેક્રો કેમેરા આપવામાં આવ્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, તેમાં લો લાઇટ ફોટોગ્રાફી માટે નાઇટસ્કેપ મોડ પણ છે. ઓપ્પો K10 16MP સેલ્ફી કેમેરા સાથે આવે છે.
  • ફોનમાં 128GB ઇનબિલ્ટ સ્ટોરેજ આપવામાં આવ્યું છે, જેને ડેડિકેટેડ માઇક્રો SD કાર્ડ દ્વારા વધારી શકાય છે. હેન્ડસેટ સ્ટીરિયો સ્પીકર્સથી સજ્જ છે.
  • કનેક્ટિવિટી ઓપ્શનમાં Wi-Fi, 4G LTE, બ્લુટૂથ V5 અને GPS/A-GPS અને 3.5mm ઓડિયો જેકનો સમાવેશ થાય છે. તેને ધૂળ અને પાણીથી બચાવવા માટે IP54 રેટિંગ આપવામાં આવ્યું છે. હેન્ડસેટમાં 5,000mAh બેટરી છે, જે USB ટાઇપ-C પર 33W સુપરવૂક ચાર્જિંગને સપોર્ટ કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ઓપ્પો K10નું ડાયમેન્શન 164.4x75.7x8.4mm અને વજન 189 ગ્રામ છે.