• Gujarati News
  • Utility
  • Gadgets
  • Equipped With A 50MP Primary Camera And Cinematic Mode, The 'Vivo X70' Series Has Been Launched, 60X Zoom Will Capture Something Invisible To The Naked Eye; The IPhone 13 Pro Will Get A Bump

Vivoનો બેસ્ટ ફોન લોન્ચ:50MPના પ્રાઈમરી કેમેરા અને સિનેમેટિક મોડથી સજ્જ 'વિવો X70' સિરીઝ લોન્ચ થઈ, 60X ઝૂમ નરી આંખોથી ન જોઈ શકાતી વસ્તુ કેપ્ચર કરશે; આઈફોન 13 પ્રોને ટક્કર મળશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આ સિરીઝમાં 'X70 પ્રો' અને 'X70 પ્રો મેક્સ' સ્માર્ટફોન લોન્ચ થયા
  • બંને સ્માર્ટફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળશે
  • હોરાઇઝન લેવલ સ્ટેબિલાઈઝેશનથી 360 ડિગ્રી કેમેરા રોટેટ કરી ફોટો કેપ્ચર કરી શકાય છે

વિવોઓ તેની X સિરીઝના 2 સ્માર્ટફોન 'X70 પ્રો' અને 'X70 પ્રો મેક્સ' લોન્ચ કર્યાં છે. બંને ફોનની ખાસ વાત તેનું કેમેરા સેટઅપ છે. જો તમને પ્રોફેશનલ અથવા વાઈલ્ડ ફોટોગ્રાફી પસંદ છે તો આ ફોન બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે. ફોન પ્રો સિનેમેટિક મોડ ફીચર સપોર્ટ કરે છે. એપલ આઈફોન 13 સિરીઝ અને શાઓમી 11Tમાં પણ આ ફીચર છે.

વિવો X70 પ્રો સિરીઝમાં શું ખાસ છે? સિનેમેટિક મોડ શું છે? તેની કિંમત અને સ્પેસિફિકેશન્સ શું છે? અન્ય કયા સ્માર્ટફોન સાથે તેની ટક્કર થશે આવો જાણીએ...

વિવો X70 સિરીઝ

  • પ્રો પ્લસ વેરિઅન્ટમાં 50MP+48MP+12MP+8MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ મળે છે. પ્રો વેરિઅન્ટમાં 50MP+12MP+12MP+8MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા છે. ફોનના પ્રાઈમરી કેમેરામાં ZEISS લેન્સ છે. તેની ઉપર T કોટિંગ કરવામાં આવ્યું છે. તે દિવસ અને રાતે ફોટોગ્રાફી દરમિયાન લાઈટ એડ્જસ્ટમેન્ટનું કામ કરે છે. ફોટોગ્રાફી દરમિયાન ફ્રેમમાં લાઈટ રિફ્લેક્ટ થતાં તે બચાવે છે.
  • પ્યોર નાઈટ વ્યૂ ઓરિજિનલ અને બ્યુટિફુલ નાઈટ ફોટોગ્રાફી રિઝલ્ટ આપે છે. ZEISS નેચરલ કલરથી ફોટો ક્વોલિટી આબેહૂબ ઓબ્જેક્ટ જેવી લાગે છે. X70 પ્રો પ્લસમાં 48MPનો અલ્ટ્રા ગિંબલ કેમેરા અને X70 પ્રોમાં 12MPનો અલ્ટ્રા વાઈડ ગિંબલ કેમેરા મળે છે. કેમેરામાં હોરિઝન લેવલ સ્ટેબિલાઈઝેશન મળે છે. તે 360 ડિગ્રી કેમેરા રોટેટ કરવાનું કામ કરે છે.
  • પ્રો પ્લસમાં V1 ચિપ મળશે. તે AI ટેક્નોલોજી સપોર્ટ કરે છે. તેની મદદથી રિયલ ટાઈમ એક્સટ્રીમ નાઈટ વિઝન, સુપર નાઈટ વીડિયો મળે છે. અંધારામાં કરેલી ફોટોગ્રાફીનું રિઝલ્ટ વધુ સારું મળે છે.
  • પ્રો પ્લસ મોડેલમાં સિનેમેટિક મોડ મળે છે. આ મોડની મદદથી મૂવી ઈફેક્ટ સાથે વીડિયો રેકોર્ડિંગ કરી શકાશે. બંને સ્માર્ટફોનમાં 60x હાઈપર ઝૂમ મળે છે. અર્થાત જે વસ્તુ નરી આંખે ન જોઈ શકાતી હોય તેને કેમેરા કેદ કરશે.

X70 સિરીઝનાં સ્પેસિફિકેશન

  • ડિસ્પ્લે: પ્રો પ્લસમાં 6.78 ઈંચની AMOLED LTPO કર્વ્ડ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 3200×1440 પિક્સલ છે. તેનો રિફ્રેશ રેટ 120Hzનો છે. વિવો X70 પ્રોમાં 6.56 ઈંચની AMOLE કર્વ્ડ ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 2376X1080 પિક્સલ અને રિફ્રેશ રેટ 120Hzનો છે.
  • પ્રોસેસર: પ્રો પ્લસમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888+ 5G પ્રોસેસર સાથે 12GBની રેમ અને 256GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. પ્રો મોડેલમાં મીડિયોટેક ડાયમેન્સિટી 1200 પ્રોસેસર મળે છે. તેમાં 8GB/12GBની રેમ અને 128GB/256GBનું સ્ટોરેજ મળે છે. બંને ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે.
  • કનેક્ટિવિટી: બંને સ્માર્ટફોન 5G નેટવર્ક સાથે Wi-Fi 2.4G/5G, બ્લુટૂથ 5.2, ટાઈપ- C, USB 3.1, GPS, OTG, NFC સહિતના ઓપ્શન મળે છે. સિક્યોરિટી માટે ઈન ડિસ્પ્લે ફિંગર પ્રિન્ટ સ્કેનર મળે છે. પ્રો પ્લસ મોડેલમાં 4500mAhની બેટરી અને 55 વૉટનું ફ્લેશચાર્જિંગ મળે છે. પ્રો મોડેલમાં 4450mAhની બેટરી મળે છે, જે 44 વૉટનું ફ્લેશ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

વિવો X70 સિરીઝની કિંમત

મોડેલવેરિઅન્ટકિંમત (રૂપિયામાં)
X70 પ્રો8GB+128GB46,990
X70 પ્રો8GB+256GB49,990
X70 પ્રો12GB+256GB52,990
X70 પ્રો પ્લસ12GB+256GB79,990

આઇફોન અને સેમસંગ સાથે સીધી ટક્કર
વિવોની નવી ફ્લેગશિપ સિરીઝની ટક્કર એપલની લેટેસ્ટ આઈફોન 13 સિરીઝ અને સેમસંગ S21 સિરીઝ સાથે થઈ શકે છે. આ બંને સિરીઝ ફોટોગ્રાફી અને વીડિયોગ્રાફી ડેડિકેટેડ કેમેરા સેટઅપ સાથે લોન્ચ થઈ છે. આઈફોન 13 સિરીઝ પ્રો મોડેલના બેઝિક વેરિઅન્ટની કિંમત 1,19,900 રૂપિયા અને સેમસંગ ગેલેક્સી S21 સિરીઝના બેઝિક વેરિઅન્ટની કિંમત 69,999 રૂપિયા છે. આ બંને ફ્લેગશિપ કરતાં વિવોની X70 સિરીઝ સસ્તી છે.