માઈક્રોસોફ્ટની સર્ફેસ હાર્ડવેર ઈવેન્ટમાં મલ્ટિપલ પ્રોડક્ટ લોન્ચ થઈ છે. આ ઈવેન્ટમાં સેન્ટર ઓફ અટ્રેક્શન ફોલ્ડિંગ સ્માર્ટફોન 'સર્ફેસ ડુઓ 2' રહ્યો. આ સ્માર્ટફોનમાં એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ મળે છે. તેની ડિઝાઈન જૂનાં મોડેલ જેવી જ છે. જોકે લેટેસ્ટ ફોલ્ડિંગ ફોનમાં 5G કનેક્ટિવિટી સપોર્ટ કરશે. ઈવેન્ટમાં કંપનીએ સર્ફેસ લેપટોપ સ્ટુડિયો પણ લોન્ચ કર્યું છે. આવો જાણીએ બંને પ્રોડક્ટ્સનાં ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ...
90Hzનો રિફ્રેશ રેટ મળશે
સર્ફેસ ડુઓ 2ની સ્ક્રીન બુકની જેમ ઓપન થશે. અનફોલ્ડ થયા બાદ ફોનની ડિસ્પ્લે 8.43 ઈંચની થઈ જશે. તેનો રિફ્રેશ રેટ 90Hz છે. બંને સ્ક્રીનમાં કર્વ્ડ ડિઝાઈન મળે છે. સ્ક્રીન પ્રોટેક્શન માટે કોર્નિંગ ગ્લાસ આપવામાં આવ્યો છે. જૂનાં મોડેલની જેમ નવાં મોડેલમાં વ્હાઈટ અને બ્લેક કલર વેરિઅન્ટ મળશે.
સ્નેપડ્રેગન 888 પ્રોસેસર
માઈક્રોસોફ્ટનો આ સ્માર્ટફોન ક્વૉલકોમ સ્નેપડ્રેગન 888 પ્રોસેસરથી સજ્જ છે. જૂનાં મોડેલની સરખામણીએ તેને અપગ્રેડ કરવામાં આવ્યો છે. ફર્સ્ટ જનરેશન ડુઓમાં સ્નેપડ્રેગન 855 પ્રોસેસર હતું. નવું પ્રોસેસર 5G કનેક્ટિવિટી સપોર્ટ કરે છે. માઈક્રોસોફ્ટનો દાવો છે કે માર્કેટમાં અવેલેબલ આ સૌથી સસ્તો 5G ડિવાઈસ છે.
12MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ
જૂનાં વેરિઅન્ટમાં સિંગલ કેમેરા મળતો હતો જે તેનો વીક પોઈન્ટ હતો. અપડેટેડ 'સર્ફેસ ડુઓ 2'માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. તેમાં એક વાઈડ લેન્સ, બીજો અલ્ટ્રા વાઈડ લેન્સ અને ત્રીજો ટેલિફોટો લેન્સ છે. આ ત્રણેય લેન્સ 12MPના છે. વાઈડ અને ટેલિફોટો લેન્સ OIS સપોર્ટ કરે છે.
વધુ સારો ગેમિંગ એક્સપિરિઅન્સ
આ અપગ્રેડ મોડેલનું વજન 150 ગ્રામ છે. તેને ગેમિંગ માટે ડિઝાઈન કરવામાં આવ્યો છે. અસ્ફોલ્ટ લીજેન્ડ્સ 9, મોડર્ન કોમ્બેટ 5 અને ડંગઓન હન્ટર 5 સહિતની ગેમ્સ માટે ફોનની એક સ્ક્રીન પર તમામ કન્ટ્રોલર મળે છે જ્યારે બીજી સ્ક્રીન પર ગેમ જોઈ શકાય છે. ફોનની બેટરી અને કિંમત પર હજુ સસ્પેન્સ જ છે.
સર્ફેસ બુક
માઈક્રોસોફ્ટે આ ઈવેન્ટમાં નવું સર્ફેસ લેપટોપ સ્ટુડિયો પણ લોન્ચ કર્યું છે. લેપટોપની 14.4 ઈંચની સ્ક્રીન 120Hzનો રિફ્રેશ રેટ ધરાવે છે. તે ડોલ્બી વિઝન સપોર્ટ કરે છે. આ લેપટોપમાં કંપનીએ નવા હિન્જનો ઉપયોગ કર્યો છે. તે લેપટોપને ટકાઉ બનાવે છે.
સ્ટેજ મોડમાં ગેમિંગની મજા
આ લેપટોપના તમામ ડિસ્પ્લે મોડ રેગ્યુલર લેપટોપની જેમ કામ કરે છે. તેમાં ફુલ કીબોર્ડ સાથે નવું ટચપેડ મળે છે. સ્ટેજ મોડ ગેમિંગ, સ્ટ્રીમિંગ અને પ્રેઝન્ટેશનનો એક્સપિરિઅન્સ વધુ સારો આપશે. તે કીબોર્ડ કવર કરશે અને નેટફ્લિક્સ જોવા માટે અથવા ગેમ રમવા અને ડિસ્પ્લે ટચ કરવા માટે પર્ફેક્ટ છે.
થન્ડરબોલ્ટથી મલ્ટિટાસ્કિંગ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.