• Gujarati News
  • Utility
  • Gadgets
  • Equipped With 64MP Primary Camera And 5000mAh Battery, 'iQoo Z5 5G' Launched, Liquid Cooling System Will Keep The Phone 'cool'

ન્યૂ લોન્ચ:64MP પ્રાઈમરી કેમેરા અને 5000mAhની બેટરીથી સજ્જ 'iQoo Z5 5G' લોન્ચ થયો, લિક્વિડ કૂલિંગ સિસ્ટમ ફોનને 'કૂલ' રાખશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ફોનનાં 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,990 રૂપિયા
  • ફોનની બેટરી 21.3 કલાકનું વીડિયો બેકઅપ આપે છે

વિવોથી સ્વતંત્ર થયેલી બ્રાન્ડ iQooએ ભારતમાં તેનો લેટેસ્ટ 5G સ્માર્ટફોન 'iqoo Z5 5G' ભારતમાં લોન્ચ કર્યો છે. iQoo Z3 5Gનું આ અપગ્રેડેડ વર્ઝન છે. 'iQoo Z5 5G'માં ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ, 5000mAhની બેટરી અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 778G પ્રોસેસર મળે છે. ફોનનાં 2 સ્ટોરેજ વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

કિંમત અને સેલ
'iQoo Z5 5G'નાં 8GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 23,990 રૂપિયા અને 12GB+256GB સ્ટોરેજ વેરિઅન્ટની કિંમત 26,990 રૂપિયા છે. ફોનની ખરીદી 3 ઓક્ટોબરથી એમેઝોન ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવલ સેલથી કરી શકાશે. ફોનનાં બ્લૂ ઓરિજિન, ટ્વિલાઈટ ડોન અને ડ્રીમ સ્પેસ કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

'iQoo Z5 5G'નાં ફીચર્સ અને સ્પેસિફિકેશન

  • આ ફોનમાં 6.67 ઈંચની FHD+ LCD ડિસ્પ્લે મળે છે. તેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ છે. ડિસ્પ્લેનો આસ્પેક્ટ રેશિયો 20:9 અને રિફ્રેશ રેટ 120Hz છે. HDR10 સપોર્ટ કરતો આ ફોન પાતળાં બેઝલ્સ અને પંચ હોલ ડિઝાઈન ડિસ્પ્લે સાથે આવે છે.
  • ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 778G પ્રોસેસર મળે છે.
  • ફોટો અને વીડિયો ગ્રાફી માટે ફોનમાં 64MP (પ્રાઈમરી લેન્સ)+ 8MP(અલ્ટ્રા વાઈડ એંગલ લેન્સ) +2MP (મેક્રો લેન્સ)નું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 16MPનો ફ્રન્ટ કેમેરા છે.
  • ફોનમાં 5000mAhની બેટરી મળે છે, જે 44 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી 21.3 કલાકનું વીડિયો બેકઅપ, 23.4 કલાકનું મ્યુઝિક બેકઅપ, 6.48 કલાકનું ગેમિંગ અને 23.4 કલાકનું ઈન્સ્ટાગ્રામ બેકઅપ આપે છે.
  • ઓવર હીટિંગ પ્રોટેક્શન માટે ફોનમાં VC લિક્વિડ કૂલિંગ સિસ્ટમ મળે છે.
  • કનેક્ટિવિટી માટે ફોનમાં વાઈફાઈ 6, બ્લુટૂથ 5.2, 3.5mm હેડફોન જેક અને USB ટાઈપ C પોર્ટ સહિતના ઓપ્શન મળે છે. ફોનનું ડાયમેન્શન 164.70 x 76.68 x 8.53mm છે. તેનું વજન 195 ગ્રામ છે.