તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Equipped With 5G Connectivity And 48MP Primary Rear Camera, 'Oppo Find X2' Is Priced Dropped By Rs. 7000, Find Out The New Price

પ્રાઈસ ડ્રોપ:5G કનેક્ટિવિટી અને 48MP પ્રાઈમરી રિઅર કેમેરાથી સજ્જ ‘ઓપ્પો ફાઈન્ડ X2’ની કિંમતમાં ₹7000નો ઘટાડો, જાણો નવી કિંમત

3 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફોન HDR 10+ અને ડ્યુઅલ સ્ટીરિયો સાઉન્ડ સપોર્ટ કરે છે. - Divya Bhaskar
ફોન HDR 10+ અને ડ્યુઅલ સ્ટીરિયો સાઉન્ડ સપોર્ટ કરે છે.
 • એમેઝોન અને કંપનીની વેબસાઈટ પરથી નવી કિંમત સાથે ફોનની ખરીદી કરી શકાશે
 • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા મળે છે

જો તમે હાઈ એન્ડ ફીચર્સ ધરાવતા 5G સ્માર્ટફોનની શોધમાં છો તો તમારા માટે ઓપ્પોનો ‘ફાઈન્ડ X2’ બેસ્ટ ઓપ્શન હોઈ શકે છે. કંપનીએ ગયા વર્ષે તેનો આ 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો. હવે તેની કિંમતમાં 7 હજાર રૂપિયાનો ઘટાડો આવ્યો છે.

ગત જૂનમાં લોન્ચિંગ સમયે ફોનની કિંમત 64,990 રૂપિયા હતી. હવે તે 7 હજાર રૂપિયાના ભાવ ઘટાડા સાથે 57,990 રૂપિયામાં મળી રહ્યો છે. આ કિંમત તેનાં 12GB+128GB સ્ટોરેજ વેરિઅન્ટની છે. એમેઝોન અને કંપનીની વેબસાઈટ પરથી નવી કિંમત સાથે ફોનની ખરીદી કરી શકાય છે.

‘ઓપો ફાઈન્ડ X2’નાં બેઝિક ફીચર્સ અને સ્પેસિફિકેશન

 • આ ફોન 6.7 ઈંચની QHD+ 1440x3168 પિક્સલ રિઝોલ્યુશન ધરાવતી ડિસ્પ્લે મળે છે.
 • ફોનમાં એન્ડ્રોઈડ 10 બેઝ્ડ ColorOS 7.1 ઓપરેટિંગ સિસ્ટમ અને ક્વૉલકોમ સ્નેપડ્રેગન 865 પ્રોસેસર મળે છે.
 • ફોનમાં 48MP + 13MP + 12MPનું રિઅર કેમેરા સેટઅપ મળે છે.
 • સેલ્ફી અને વીડિયો રેકોર્ડિંગ માટે ફોનમાં 32MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં 5G, 4G LTE, વાઈફાઈ 6, બ્લુટૂથ 5.1, GPS/A-GPS, NFC, USB ટાઈપ-C અને 3.5mmનો ઓડિયો જેક મળે છે.
 • ફોનમાં 65 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરતી 4,260mAhની બેટરી આપવામાં આવી છે.
 • આ ફોન HDR 10+ સપોર્ટ કરે છે. તેથી તે સિનેમા જેવો વ્યૂઈંગ એક્સપિરિઅન્સ આપે છે.
 • ફોનનાં સ્પીકર ડ્યુઅલ સ્ટીરિયો સાઉન્ડ આપે છે.
 • ફોનનો 32MPનો ફ્રન્ટ કેમેરા HD નાઈટ સેલ્ફી કેપ્ચર કરે છે.