લોન્ચ:14 ભાષા સપોર્ટ કરતો 5000mAhથી સજ્જ 'ટેક્નો પોપ 5 LTE' સ્માર્ટફોન લોન્ચ થયો, કિંમત ₹6299

11 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 ગો OS પર રન કરે છે
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 5MPનો ફ્રન્ટ કેમેરા છે

ટેક્નોએ ભારતમાં તેની પોપ સિરીઝનો લેટેસ્ટ સ્માર્ટફોન 'ટેક્નો પોપ 5 LTE' લોન્ચ કર્યો છે. આ ફોન 14 ભાષા સપોર્ટ કરે છે. ફોનમાં 5000mAhની બેટરી અને 8MPનો પ્રાઈમરી રિઅર કેમેરા છે. આ સ્માર્ટફોન કંપનીએ GENZ અર્થાત વર્ષ 1995થી 2009માં જન્મેલા યંગસ્ટર્સને ધ્યાનમાં રાખી ડેવલપ કર્યો છે. કંપનીએ ફોન ઓફિશિયલ લોન્ચ નથી કર્યો. પરંતુ ફોન એમેઝોન પર લિસ્ટ થયો છે.

ટેક્નો પોપ 5 LTEની કિંમત
ફોનનાં 2GB+32GB સિંગલ વેરિઅન્ટની કિંમત 6299 રૂપિયા છે. 16 જાન્યુઆરીથી એમેઝોન પરથી તેની ખરીદી કરી શકાશે. ફોનનાં ડીપસી લસ્ટર, આઈસ બ્લૂ અને ફિરોઝા સિયાન કલર વેરિઅન્ટ લોન્ચ થયાં છે.

ટેક્નો પોપ 5 LTEનાં સ્પેસિફિકેશન્સ

 • ડ્યુઅલ સિમ સપોર્ટ ધરાવતો આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 ગો OS પર રન કરે છે.
 • ફોનમાં 6.52 ઈંચની FHD+ IPS LCD ડિસ્પ્લે છે. તેનું રિઝોલ્યુશન 720x1,560 પિક્સલ છે. તેની મેક્સિમમ બ્રાઈટનેસ 480 નિટ્સ છે.
 • ફોનમાં કિડ્સ, સોશિયલ, ટર્બો, ડાર્ક થીમ, પેરેન્ટલ કન્ટ્રોલ, ડિજિટલ વેલબિંગ, જેશ્ચર કોલ પિકર સહિતનાં ફીચર્સ મળે છે.
 • ફોનમાં કયુ પ્રોસેસર વપરાયું છે તે હજુ સસ્પેન્સ છે પરંતુ ભારત સિવાયના બીજા માર્કેટમાં કંપનીએ આ ફોનમાં ઓક્ટાકોર યુનિસોક SC9863 પ્રોસેસર અટેચ આપ્યું છે.
 • વીડિયોગ્રાફી અને ફોટોગ્રાફી માટે ફોનમાં 8MPનો પ્રાઈમરી કેમેરા અને 2MPનું એડિશનલ સેન્સર મળે છે.
 • સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 5MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
 • સિક્યોરિટી માટે ફોનમાં રિઅર માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળે છે. આ સાથે ફોન ફેશિયલ રેકગ્નિશન પણ સપોર્ટ કરે છે.
 • ફોન હિન્દી, બંગાળી, ઉર્દુ સહિત કુલ 14 ભાષા સપોર્ટ કરે છે.
 • ફોન 5000mAhની બેટરીથી અટેચ છે. વોટર રેઝિસ્ટન્સી માટે તેને IPX2 રેટિંગ મળ્યું છે.
 • કનેક્ટિવિટી માટે ફોનમાં બ્લુટૂથ, FM રેડિયો, 3.5mm ઓડિયો જેક, માઈક્રો USB પોર્ટ, વાઈફાઈ, 4G LTE સહિતનાં ફીચર્સ મળે છે.