તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Utility
 • Gadgets
 • Equipped With 5 To 6 Cameras, These 10 Android Smartphones, The Cheapest 10 Thousand Rupees; Offer Can Be Purchased Cheaply

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફોટોગ્રાફી સ્માર્ટફોન:5થી 6 કેમેરાથી સજ્જ છે આ 10 એન્ડ્રોઈડ સ્માર્ટફોન, સૌથી સસ્તો 10 હજાર રુપિયાનો; ઓફરમાં સસ્તાંમાં ખરીદી શકાશે

7 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભારતમાં હવે ફોટોગ્રાફી ડેડિકેટેડ સ્માર્ટફોન પણ લોન્ચ થવા લાગ્યા છે. ફોનમાં કુલ 3થી 6 કેમેરા મળે છે. અર્થાત રિઅર કેમેરા સાથે તમે સેલ્ફી કેમેરાથી પણ ફોટોગ્રાફી કરી શકો છો. તેમાં કેમેરામાં એડવાન્સ ફીચર પણ હોય છે. અમે તમારા માટે 10 સ્માર્ટફોનનું લિસ્ટ તૈયાર કર્યું છે, જેનાથી તમે સારી ફોટોગ્રાફી કરી શકો છો.

આ સ્માર્ટફોનમાં 4 રિઅર કેમેરા સાથે 2 ફ્રન્ટ કેમેરા પણ મળે છે. તે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ હોય છે. તેથી ફોટોગ્રાફી વધારે ઈફેક્ટિવ બને છે.

ઓફર પણ મળશે
આ લિસ્ટમાં સામેલ સ્માર્ટફોનની ખરીદી ઈ કોમર્સ સાઈટ પરથી કરી શકાશે. તેના પર નો કોસ્ટ EMI, એક્સચેન્જ બેનિફિટ, બેંક ઓફર્સ સહિત અનેક ઓફર્સ પણ મળે છે. ફેસ્ટિવલ સેલ દરમિયાન ફોનની કિંમતમાં ઘટાડો થયો છે.

1. ટેક્નો સ્પાર્ક 5 પ્રો

આ સ્માર્ટફોનમાં 6.6 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં 1.8GHz ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો A25 પ્રોસેસર સાથે 4GB રેમ મળે છે. ઓનબોર્ડ સ્ટોરેજ 64GBનું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં કુલ 5 કેમેરા મળે છે, જેમાં 16MP+2MP+2MP+AIનું ક્વૉડ કેમેરા અને 8MPનો સેલ્ફી કેમેરા મળે છે. ફોનમાં 5000mAhની બેટરી મળે છે.

2. રેડમી નોટ 9

આ સ્માર્ટફોનમાં 6.53 ઈંચની ફુલ HD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં 2.0GHz ઓક્ટા કોર મીડિયાટેક હીલિયો G85 પ્રોસેસર સાથે 6GB રેમ મળે છે. ઓનબોર્ડ સ્ટોરેજ 128GBનું છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં કુલ 5 કેમેરા મળે છે, જેમાં 48MP+8MP+2MP+2MPનું ક્વૉડ કેમેરા સેટઅપ અને 13MPનો સેલ્ફી કેમેરા મળે છે. ફોનમાં 5020mAhની બેટરી મળે છે.

3. નોકિયા 5.3 એન્ડ્રોઈડ વન

આ સ્માર્ટફોનમાં 6.55 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. ફોનમાં ક્વૉલકોમ સ્નેપડ્રેગન 665 પ્રોસેસર સાથે 6GB રેમ મળે છે. 64GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે, જેને માઈક્રો SD કાર્ડની મદદથી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં કુલ 5 કેમેરા મળે છે, જેમાં 13MP+5MP+2MP+2MPનું ક્વૉડ કેમેરા અને 8MPનો સેલ્ફી કેમેરા મળે છે. ફોનમાં 4000mAhની બેટરી મળે છે, જે 10 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

4. વિવો V17

ક્વૉલકોમ સ્નેપડ્રેગન 675AIE ઓક્ટા કોર પ્રોસેસરથી સજ્જ આ ફોનમાં 6.44 ઈંચની FHD+ ડિસ્પ્લે મળે છે. તેમાં 8GBની રેમ અને 128GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. તેને માઈક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં કુલ 5 કેમેરા છે. તેમાં 48MP+8MP+2MP+2MPનું 4 રિઅર કેમેરા સેટઅપ અને 32MPનો સેલ્ફી કેમેરા મળે છે. ફોનમાં 4500mAhની બેટરી મળે છે, જે 18 વૉટનું ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.

5. સેમસંગ ગેલેક્સી M31

એક્સીનોસ 9611ઓક્ટા કોર પ્રોસેસરથી સજ્જ આ ફોનમાં 6.4 ઈંચની સુપર AMOLED FHD+ ડિસ્પ્લે મળે છે. તેમાં 6GBની રેમ અને 64GBનું ઓનબોર્ડ સ્ટોરેજ મળે છે. તેને માઈક્રો SD કાર્ડની મદદથી 512GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં કુલ 5 કેમેરા છે. તેમાં 64MP+8MP+5MP+5MPનું 4 રિઅર કેમેરા સેટઅપ અને 32MPનો સેલ્ફી કેમેરા મળે છે. ફોનમાં 6000mAhની બેટરી મળે છે.

6. ઓપો F17 પ્રો

સ્માર્ટફોનમાં 6.43 ઇંચની સુપર AMOLED ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે. ફોનમાં 2.2GHz ઓક્ટાકોર મીડિયાટેક હીલિયો P95 પ્રોસેસર સાથે 8GB રેમ આપવામાં આવી છે. તેનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GBનું છે, જેને માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી એક્સપાન્ડ કરી શકાય છે. ફોનમાં 48MP +8MP +2MP+2MPનું ક્વૉડ કેમેરા સેટઅપ અને 16MP+2MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 4015mAhની બેટરી છે, જે કંપનીની વુશ ચાર્જિંગ ટેકનોલોજીને સપોર્ટ કરે છે.

7. શાઓમી પોકો X2

સ્માર્ટફોનમાં 6.67 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1080 x 2400 પિક્સલ્સ છે. ફોનમાં 6GB રેમ સાથે 2.2GHz ઓક્ટા-કોર ક્વાલકોમ સ્નેપડ્રેગન 730G પ્રોસેસર છે. તેનું ઓનબોર્ડ સ્ટોરેજ 64GB છે, જેને માઇક્રો SD કાર્ડની મદદથી વધારીને 512GB કરી શકાય છે. ફોનમાં 64MP+8MP+2MP +2MPનું ક્વૉડ કેમેરા સેટઅપ અને 20MP+2MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 4500mAhની બેટરી આપવામાં આવી છે.

8. રિયલમી 6 પ્રો

સ્માર્ટફોનમાં 6.6 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ્સ છે. ફોનમાં 6GB રેમ 2.3GHz ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 720G પ્રોસેસર છે. તેનું ઓનબોર્ડ સ્ટોરેજ 64GB છે, જેને માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં 64MP+8MP+12MP+2MPનું ક્વૉડ રિઅર કેમેરા સેટઅપ અને 16MP+8MPનો સેલ્ફી કેમેરા છે. ફોનમાં 4300mAhની બેટરી આપવામાં આવી છે.

9. ઓપો રેનો 3 પ્રો

સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ્સ છે. ફોનમાં 8GB રેમ 2.2GHz ઓક્ટા-કોર મીડિયાટેક હીલિયો P95 પ્રોસેસર છે. તેનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GB છે, જેને માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં 64MP+13MP+8MP+2MPનું 4 રિઅર કેમેરા સેટઅપ અને 44MP+8MPનો સેલ્ફી કેમેરા છે. ફોનમાં 4025mAh બેટરી આપવામાં આવી છે, જે કંપનીની વુશ ચાર્જિંગ ટેક્નોલોજીને સપોર્ટ કરે છે.

10. વિવો V19

સ્માર્ટફોનમાં 6.44 ઇંચની ડિસ્પ્લે સ્ક્રીન આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1080x2400 પિક્સલ્સ છે. ફોનમાં 8GB રેમ છે, જેમાં 2.3GHz ઓક્ટા-કોર ક્વૉલકોમ સ્નેપડ્રેગન 712 પ્રોસેસર છે. તેનું ઓનબોર્ડ સ્ટોરેજ 128GB છે, જેને માઇક્રો SD કાર્ડની મદદથી 256GB સુધી વધારી શકાય છે. ફોનમાં 48MP+8MP+2MP+2MPનું 4 રિઅર કેમેરા સેટઅપ અને 32MP+8MPનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 4500mAh બેટરી છે.

નોંધ: આ 5 સ્માર્ટફોન સિવાય પણ ઘણી કંપનીઓ તેમનો ડ્યુઅલ-સેલ્ફી કેમેરા સ્માર્ટફોન લોન્ચ કરી ચૂકી છે. તેમજ, ઓનલાઇન પ્લેટફોર્મ પરથી આ સ્માર્ટફોન ખરીદવાથી ઘણી ઓફર્સ પણ મળે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો