તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Equipped With 48MP Primary Rear Camera And 5000mAh Battery, The First Sale Of 'Poco M3 Pro 5G' Today, SBI Credit Card Users Will Get 10% Discount.

સેલ:48MP પ્રાઈમરી રિઅર કેમેરા અને 5000mAhની બેટરીથી સજ્જ 'પોકો M3 પ્રો 5G'નો આજે ફર્સ્ટ સેલ, SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને 10%નું ડિસ્કાઉન્ટ મળશે

3 મહિનો પહેલા
  • પોકો M3 પ્રો 5G ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા છે
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે

પોકો કંપનીના પ્રથમ 5G સ્માર્ટફોન 'પોકો M3 પ્રો 5G'નો આજે ફર્સ્ટ સેલ યોજાવા જઈ રહ્યો છે. ફોનની ખરીદી આજે બપોરે 12 વાગ્યાથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ અને ફ્લિપકાર્ટ પરથી કરી શકાશે. આ ફોન ડાયમેન્સિટી 700 પ્રોસેસર, 48MPનો પ્રાઈમરી રિઅર કેમેરા, સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર અને 5000mAની બેટરીથી સજ્જ છે.

કિંમત અને ઓફર
પોકો M3 પ્રો 5G ફોનનાં 4GB+64GB વેરિઅન્ટની કિંમત 13,999 રૂપિયા અને 6GB+128GB વેરિઅન્ટની કિંમત 15,999 રૂપિયા છે. ફોનનાં કૂલ બ્લૂ, પાવર બ્લેક અને પોકો યલો કલર વેરિઅન્ટ અવેલેબલ છે. અર્લી બર્ડ ઓફર હેઠળ કંપની બંને વેરિઅન્ટ પર ₹500નું ડિસ્કાઉન્ટ આપી રહી છે. ફ્લિપકાર્ટ પર SBI ક્રેડિટ કાર્ડ યુઝર્સને 10%નું ડિસ્કાઉન્ટ અને ફ્લિપકાર્ટ એક્સિસ બેંક ક્રેડિટ કાર્ડ યુઝરને 5%નું કેશબેક મળશે. આ સાથે જ કંપની એક્સચેન્જ ઓફર હેઠળ 12,950 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ પણ ઓફર કરી રહી છે.

ડાયમેન્સિટી 700 પ્રોસેસર
​​​
ફોનનું ડાયમેન્સિટી 700 પ્રોસેસર તેને ખાસ બનાવે છે. આ પ્રોસેસર સાથે રેડમી નોટ 10 5G, ઓપ્પો A55 5G અને રિયલમી V13 5G સ્માર્ટફોનમાં અવેલેબલ છે.

આ પ્રોસેસર ડિસ્પ્લેમાં કલર એક્સપિરિઅન્સ વધારે છે. તેનાથી ફોનને 90Hz રિફ્રેશ રેટ મળે છે. તેનાથી એનિમેશન અને ગેમિંગમાં ઈમેજ બ્લર થતી નથી. તેનાથી ઈમેજ, વીડિયો, ગેમિંગ, કનેક્ટિવિટી અને શાનદાર પાવર મળે છે. ઓછી લાઈટમાં તેનું સેન્સર ઓબ્જેક્ટ પર ફોકસ કરી ફોટો કેપ્ચર કરે છે. તેમાં ડ્યુઅલ 5G સપોર્ટ મળે છે. આ પ્રોસેસર ઓછું બેટરી કન્ઝપ્શન કરે છે.

પોકો M3 પ્રો 5Gનાં સ્પેસિફિકેશન

  • ફોનમાં 6.5 ઈંચની FHD+ ડિસ્પ્લે છે. ફોન એન્ડ્રોઈડ 11 OS પર રન કરે છે.
  • ફોનમાં ફોટોગ્રાફી માટે 48MP+2MP+2MPનું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળે છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 8MPનો ફ્રન્ટ કેમેરા મળે છે.
  • ફોનમાં 5000mAhની બેટરી છે. તે 22.5 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
  • સિક્યોરિટી માટે તેમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળે છે.
  • કનેક્ટિવિટી માટે તમાં ડ્યુઅલ બેન્ડ વાઈફાઈ, GPS, બ્લુટૂથ 5.1, USB ટાઈપ સી પોર્ટ અને 3.5mmના ઓડિયો જેક સહિત અનેક ઓપ્શન મળે છે.
અન્ય સમાચારો પણ છે...