કોવિડ-19 મહામારીને કારણે દુનિયાભરના લોકોમાં ભય છે. તેનો તણાવ ચહેરા પર દેખાઈ આવે છે. લોકોના ચહેરાથી આ તણાવ દૂર કરવા માટે ચાઈનીઝ કંપની કેનને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ડેવલપ કર્યું છે. કંપનીનો દાવો છે કે આ AI ટેક્નોલોજી લોકોના ચહેરા પર ખુશી લાવી દેશે.
કંપની નવાં એક્સપેરિમેન્ટ કરવામાં અવ્વલ
કેનનને લોકોને ખુશ કરવા માટે કેમેરાની શરૂઆત પોતાની જ ઓફિસથી કરી છે. કંપનીનું કહેવું છે કે, તેમાં સ્માઈલ રેકગ્નિશન ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. તે કર્મચારીઓના સ્માઈલી ફેસને ઓળખશે અને ત્યારબાદ તેને ઓફિસમાં એન્ટ્રી મળશે. કંપનીનું માનવું છે કે તેનાથી કર્મચારીઓને તે 100% સુધી ખુશ રાખી શકે છે. જે લોકો તણાવમાં છે તેની ખુશી પાછી લાવી શકાય છે.
કર્મચારીઓની તમામ ગતિવિધિઓ પર નજર રહેશે
ચાઈનીઝ કંપનીઓ આ AI ટેક્નોલોજીની મદદથી પોતાના કર્મચારીઓ પર નજર રાખી રહી છે. ફાઈનાન્શિયલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, કંપની CCTV કેમેરાથી એ દેખી શકશે કે કયા કર્મચારી લન્ચ બ્રેક માટે કેટલો સમય લઈ રહ્યો છે. કેટલાક રિપોર્ટનો દાવો છે કે સ્માઈલ રેકગ્નિશન ટેક્નોલોજીનો ખુલાસો વર્ષ 2020માં થયો હતો, પરંતુ તે અત્યારે ફેમસ થઈ છે.
કંપનીના કર્મચારી તેનાથી નાખુશ
કંપનીના કર્માચારીઓનું કહેવું છે કે, તેનાથી ઓફિસમાં તેમની એક્ટિવિટી પર નજર રહેશે. આ તેમની ભાવનાઓ સાથે એક પ્રકારની રમત છે. કારણ કે ઘણી વખત દુ:ખી હોવા છતાં કેમેરા સામે હસવું પડશે. તેનાથી કર્મચારીઓને અલ્ગોરિધમ બેઝ્ડ કરી દેવામાં આવ્યા છે.
કંપનીએ તેને પોઝિટિવ સ્ટેપ ગણાવ્યું
કંપનીની વેબસાઈટ નિક્કી એશિયા પ્રમાણે, તેનાથી કર્મચારીઓમાં પોઝિટિવ માહોલ રહેશે. મોટા ભાગના લોકો સ્માઈલ કરવામાં સંકોચાય છે. જ્યારે તેમને ઓફિસમાં સ્માઈલ કરવાની આદત પડશે તો આવું નહિ થાય. તેનાથી લોકોની પ્રાઈવસી પણ જોખમાશે. જોકે, તેનાથી ઈન્ટરનેશનલ માર્કેટમાં કંપનીની ખરાબ છબી બની શકે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.