ગાઈડ:20 હજારથી પણ ઓછી કિંમતમાં 43 ઈંચના ટીવી પર IPLની મજા માણો, માર્કેટમાં 10 બજેટ ટીવીની રેન્જ ઉપલબ્ધ
કોરોના મહામારીએ આ વર્ષે આપણને ક્રિકેટથી દૂર રાખ્યા છે. જો કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 19 સપ્ટેમ્બરથી શરુ થઇ રહી છે. જો તમે આ લીગ જોવાની મજા મોટી સ્ક્રીનના ટીવી પર લેવા માગો છો તો અમે તમને 43-ઇંચની સ્ક્રીનવાળા લો બજેટ ટીવી વિશે જણાવી રહ્યા છીએ.
43-ઇંચ સ્ક્રીનના ટીવીની ઓનલાઈન કિંમત આશરે 17 હજાર રૂપિયાથી શરુ થાય છે. તેમાં થોમસન, કોડક અમે માઈક્રોમેક્સ જેવી કંપનીઓ સામેલ છે. આ ટીવીની કંપની નો કોસ્ટ EMIની સાથે 1000 રૂપિયાથી ઓછી કિંમતમાં ખરીદવાનો મોકો આપી રહી છે. ઓનલાઈન એક્સચેન્જ ઓફરમાં તેને વધારે સસ્તી કિંમતમાં ખરીદી શકાય છે.
43-ઇંચની સ્ક્રીનવાળા ટીવીની ખાસિયત
- આ મોટી સ્ક્રીનવાળા ટીવીમાં ફુલ HD ડિસ્પ્લે હોય છે. તેમાં પિક્ચર ક્વોલિટી વધારે સારી હોય છે. આ ટીવી માટે HD DTH કનેક્શન હોવું જોઈએ.
- ટીવીમાં 16 વોટથી લઈને 20 વોટ સુધીના સ્પીકર હોય છે, જેમાંથી તમને જોરદાર સાઉન્ડ ક્વોલિટી મળે છે. તેમાં સાઉન્ડ મોડ પણ હોય છે.
- તેમાં HDMI અને USB પોર્ટ હોય છે. USB પોર્ટમાં ડાયરેક્ટ પેન ડ્રાઈવ લગાવીને તમે ફિલ્મની મજા લઇ શકો છો. તો HDMI પોર્ટથી લેપટોપ કે બીજા ડિવાઈસને કનેક્ટ કરી શકો છો.
- 43-ઇંચ સ્ક્રીનવાળા ઘણા ટીવી એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ સાથે આવે છે, એટલે કે તમે તેમાં મનપસંદ એપ્સ ઇન્સ્ટોલ કરી શકો છો. તો બોજી તરફ નેટફ્લિક્સ, યુટ્યુબ કે બીજી OTT એપ્સને રન કરી શકો છો.
- સ્માર્ટ ટીવીમાં ગૂગલ અસિસ્ટન્ટનું ફીચર હોય છે, જેનાથી તમે વોઈસ કમાન્ડની મદદથી ટીવીને કન્ટ્રોલ કરી શકો છો.
- ઘણા મોડલમાં ઈથરનેટ પોર્ટ પણ હોય છે, જેમાં તમે ઇન્ટરનેટ કેબલ લગાવીને ડાયરેક્ટ ઇન્ટરનેટ ચાલુ કરી શકો છો. ઘણા મોડલમાં વાઈ-ફાઈ અને બ્લુટૂથ કનેક્ટિવિટી પણ હોય છે.
- હાલ મોટાભાગની કંપનીઓ 43-ઇંચનાં ટીવીમાં પાતળા બેઝલ આપી રહી છે, જેનાથી તેનો ડિસ્પ્લે એરિયા મોટો દેખાય છે. સાથે જ તેની ડિઝાઈન ઘણી સ્લિમ હોય છે.