ટ્વિટર બ્લુ સર્વિસને લઈને મહત્વના સમાચાર:ઈલોન મસ્કે કહ્યું કે, આવતા અઠવાડિયાંથી ફરી બ્લુ સબ્સ્ક્રિપ્શન સર્વિસ ફરી શરૂ થશે

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જ્યારથી ઈલોન મસ્કે ટ્વિટરને ટેકઓવર કર્યું છે ત્યારથી અનેક પ્રકારના ફેરફાર જોવા મળી રહ્યા છે. તો આ વચ્ચે ફરી એકવાર ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્વિટર આવતા અઠવાડિયાંથી ફરી એકવાર તેની બ્લુ સબ્સ્ક્રિપ્શન સેવા શરૂ કરશે. ટ્વિટરના નવા માલિક ઇલોન મસ્કે રવિવારે ટ્વિટ કરીને આ અંગેની જાણકારી આપી છે. બ્લુ સબ્સ્ક્રિપ્શનને કારણે ફેક એકાઉન્ટ્સ ઝડપથી વધી રહ્યા હતા, જેના કારણે 2 દિવસ પહેલા ટ્વિટરે આ સર્વિસને થોડા સમય માટે સસ્પેન્ડ કરવાની જાહેરાત કરી હતી.

તો એક વાસ્તવમાં, એક યુઝરે ટ્વીટ કરીને લખ્યું હતું કે, 'ટ્વિટર બ્લુ ક્યારે પાછું આવશે?' જવાબમાં, એલોન મસ્કએ લખ્યું કે બ્લુ સબસ્ક્રિપ્શન સેવા આવતા સપ્તાહના અંત સુધીમાં ફરી શરૂ કરવામાં આવશે. ટ્વિટરે શુક્રવારે 7.99 ડોલર ચાર્જ આપીને ટ્વિટર બ્લુ સબ્સ્ક્રિપ્શન સેવાને અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ટ્વિટરે iOS યુઝર્સ માટે આ સેવા શરૂ કરી હતી. એક રિપોર્ટ અનુસાર, ટ્વિટરે iOS એપના સાઇડબારમાં બ્લુ સબ્સ્ક્રિપ્શન વિકલ્પ પહેલાથી જ આપ્યો હતો. હવે તે જોવા મળતો નથી. યુઝર્સને એક મેસેજ મળ્યો હતો. જેમાં લખ્યું હતું, 'તમારી રુચિ બદલ આભાર! Twitter Blue ટૂંક સમયમાં ભવિષ્યમાં તમારા દેશમાં ઉપલબ્ધ થશે. કૃપા કરીને પછી જુઓ.'

બ્લુ સર્વિસથી ફેક એકાઉન્ટ્સમાં થયો વધારો
પેઇડ વેરિફિકેશન ફીચર શરૂ થતાંની સાથે જ ટ્વિટર પર ભૂતપૂર્વ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ જેવી સેલિબ્રિટીઝના અનેક ફેક એકાઉન્ટ્સ સામે આવ્યા હતા. એટલું જ નહીં, કેટલાક વેરિફાઈડ એકાઉન્ટ્સે ગેમિંગ કેરેક્ટર 'સુપર મારિયો' અને બાસ્કેટબોલ પ્લેયર લેબ્રોન જેમ્સના ફેક એકાઉન્ટ પણ બની ચુક્યા છે.

ઇલોન મસ્કે મામલો હાથમાં લીધો
આ મામલાઓને પોતાના હાથમાં લીધા પછી, ઇલોન મસ્કએ ટ્વીટ કર્યું કે કોઈપણ એકાઉન્ટ કે જેણે અન્ય કોઈને ચિત્રિત કરવાનો પ્રયાસ કર્યો હોય ત્યાં સુધી પ્રતિબંધિત કરવામાં આવશે સિવાય કે તેઓ તેને એક પેરોડી એકાઉન્ટ જાહેર કરે. ધ વર્જના અહેવાલ મુજબ, આ પ્રકારની સમસ્યાઓના કારણે, બ્લુ સબ્સ્ક્રિપ્શન સેવા હાલ માટે બંધ કરવામાં આવી છે.

તાજેતરમાં જ બ્લુ સબ્સ્ક્રિપ્શન સર્વિસ શરૂ થઈ હતી
ઇલોન મસ્કે થોડા દિવસ પહેલા જ જણાવ્યું હતું કે, ટ્વિટર પર બ્લુ ટિક એટલે કે વેરિફાઇડ એકાઉન્ટ માટે યુઝર્સે હવે મહિને 8 ડોલર(લગભગ 660 રૂપિયા) આપવા પડશે. આ ચાર્જ દરેક દેશમાં અલગ-અલગ હશે. 27 ઓક્ટોબરે ટ્વિટર ખરીદવાના પાંચ દિવસ પછી મંગળવારે રાત્રે ઇલોન મસ્કે જાહેરાત કરી હતી.

બ્લુ યુઝર્સને જ મળશે બ્લુ ટિક બેજ
એલન મસ્કે ગયા સપ્તાહમાં જણાવ્યું હતું કે, માત્ર ટ્વિટર બ્લુ યુઝર્સને જ પોતાના એકાઉન્ટમાં બ્લુ ટિક વેરિફાઇડ બેજ મળશે. હાલનાં યુઝર્સ કે જેમની પાસે વેરિફાઇડ બેજ છે તેમને પણ Twitter Blue પર પેઇડ સબ્સ્ક્રિપ્શનની જરૂર પડશે. જો કે, આ યુઝર્સ પેઇડ સબ્સ્ક્રિપ્શન પર સ્વિચ કરવા માટે લગભગ 3 મહિનાનો ગ્રેસ પીરિયડ મળી શકે છે. જો તેઓ બ્લુ સબ્સ્ક્રિપ્શન નહીં લે તો તેમના એકાઉન્ટમાંથી બ્લુ ટિક કાઢી નાખવામાં આવશે.

ભારતમાં બ્લુ સબ્સ્ક્રિપ્શન માટે 719 રૂપિયા ચૂકવવા પડશે
ભારતમાં કેટલાક ટ્વિટર યુઝર્સને 10 નવેમ્બરની રાત્રે બ્લુ સબ્સ્ક્રિપ્શન્સ માટે Apple એપ સ્ટોર પર પોપ-અપ પ્રાપ્ત થયું. જેમાં ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શનની માસિક કિંમત 719 રૂપિયા દર્શાવવામાં આવી હતી. જોકે કિંમત હજુ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.

પહેલા માત્ર યોગ્ય યુઝરને જ બ્લુ ટિક મળતું હતું
અગાઉ ટ્વિટર પર, ઓળખ ચકાસણી પછી યુઝર્સને દ્વારા બ્લુ ટિક આપવામાં આવતું હતું જેનાથી યુઝર્સ પ્રમાણીકરણ અને સાચું હોવાની ખબર પડતી હતી. હવે યુઝર્સ પૈસા ચૂકવીને બ્લુ ટિક ખરીદી શકશે. આ પછીબ્લુ ટિકવાળા નકલી એકાઉન્ટ્સની સંખ્યા ઝડપથી વધી છે. આવેરિફાઈડ એકાઉન્ટ્સમાંથી ફેક ટ્વીટ્સ પણ આવવા લાગ્યા, જેના પછી ટ્વિટરે હાલ માટે પેઈડ સર્વિસનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો.

બ્લુ સબ્સ્ક્રિપ્શનથી યુઝર્સને શું ફાયદો મળશે?
પેઇડ સબસ્ક્રિપ્શન લેનારાઓને 5 પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે

  • રિપ્લાઇ આપવામાં પ્રાયોરિટી
  • મેંશનમાં પ્રાયોરિટી મળશે
  • લાંબા વીડિયો અને ઑડિયો પોસ્ટ કરી શકશો
  • સામાન્ય યુઝર્સની સરખામણીમાં અડધી જાહેરાતો જોવામાં આવશે
  • આ સુવિધાને કારણે સ્પામ પર અંકુશ આવશે. જો પબ્લિશર્સનો Twitter સાથે કોન્ટ્રાકટ કરતા હોય તો બ્લુ ટિક સબ્સ્ક્રાઇબર્સ મફતમાં પેઇડ લેખો પણ વાંચી શકે છે.