તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એડટેક પર સર્વે:દેશના 81% બાળકો એજ્યુકેશન એપ્સ પર માતાપિતાની મદદ લેતાં નથી, 67% દરરોજ એક કલાક સોશિયલ મીડિયા પર પસાર કરી રહ્યા છે

22 દિવસ પહેલા
 • કૉપી લિંક

કોવિડ મહામારીએ દેશની જ નહિ બલકે દુનિયાભરની એજ્યુકેશનની સિસ્ટમ બદલી છે. સ્કૂલ, કોલેજ અને કોચિંગમાં હવે ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. ઓનલાઈન અભ્યાસ એડટેક એપ્સની મદદથી આપવામાં આવી રહ્યો છે. એડ સ્ટાર્ટ અપ Countingwell (કાઉન્ટિંગવેલ)ના રિપોર્ટ પ્રમાણે, દેશના મોટાભાગના બાળકો એડટેક એપ્સનો ઉપયોગ માતાપિતાની મદદ વગર કરી રહ્યા છે.

સ્ટાર્ટ અપ દ્વારા કરવામાં આવેલાં સર્વેમાં 81% પેરેન્ટ્સે કહ્યું કે, તેમનાં બાળકો કોઈ પણ મદદ વગર એપનો ઉપયોગ કરે છે. તો 47%નું કહેવું છે કે તેઓ બાળકોને એપ પર કશું શીખવાડવા માટે સામેલ થતાં નથી.

તમામ બાળકો એક એજ્યુકેશન એપનો ઉપયોગ કરી રહ્યા છે
કાઉન્ટિંગવેલના કો ફાઉન્ડર, નિર્મલ શાહે જણાવ્યું કે આ સર્વેમાં કાઉન્ટિંગવેલ એપને ડેવલપ કરવા અને તેને સરળતાથી ઉપયોગ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે સર્વે દરમિયાન 365 પેરેન્ટ્સ સાથે વાતચીત કરવામાં આવી. આ તમામ બાળકો એક એજ્યુકેશન એપનો ઉપયોગ જરૂર કરે છે. તમામ પેરેન્ટ્સે જણાવ્યું કે બાળકો એજ્યુકેશન એપ્સ સાથે સોશિયલ મીડિયા એપ્સ અથવા બીજા એન્ટરટેઈનમેન્ટ એપ્સ પર દિવસ કેવી રીતે પસાર કરે છે.

67% બાળકો ડેઈલી 1 કલાક સોશિયલ મીડિયા પર વિતાવે છે
સર્વેમાં આ વાત સામે આવી કે સ્કૂલમાં ભણતા મોટા ભાગના બાળકો ઘરે સોશિયલ મીડિયા એપ્સ પર વધારે સમય પસાર કરતા હતા. 67% પેરેન્ટ્સે જણાવ્યું કે તેમના બાળકો દરરોજ 1 કલાકથી વઘારે સોશિયલ મીડિયા પર પસાર કરે છે. તો 74% પેરેન્ટ્સે કહ્યું કે, તેમનાં બાળકો દરરોજ 90 મિનિટ એન્ટરટેઈનમેન્ટ એપ્સ પર ખર્ચ કરે છે.

42% બાળકો 1 કલાક ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરે છે
36% પેરેન્ટ્સે કહ્યું કે તેમનાં બાળકો 2 કલાક અથવા વધારે વાર સુધી ઓનલાઈન ક્લાસ અટેન્ડ કરે છે. 42% પેરેન્ટ્સે કહ્યું કે તેમનાં બાળકો 1 કલાક અથવા તેનાથી ઓછા સમય સુધીના ક્લાસ અટેન્ડ કરતા હતા. 49% પેરેન્ટ્સે કહ્યું કે તેમનાં બાળક દરરોજ કોઈ એક એપ પર મિનિમમ એક કલાક સુધી રહે છે. તો 36% બાળકો ઓનલાઈન ક્લાસ અને 35% બાળકો એપ્સ પર ડેઈલી અભ્યાસ કરે છે.

દેશમાં 4,450 એડટેક સ્ટાર્ટ અપ્સ છે
INC42ના એક રિપોર્ટ પ્રમાણે, ભારતમાં આશરે 4450 એડટેક સ્ટાર્ટ અપ્સ છે. તેમાં બાયજૂસ અને અનએકેડેમી યુનિકોર્ન સ્ટાર્ટ અપ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે, 2014થી 2020 દરમિયાન એડટેક સ્ટાર્ટ અપ્સને 220 કરોડ ડોલરનું ફંડિંગ મળ્યું છે. 475થી વધારે ઈન્વેસ્ટર આ સ્ટાર્ટ અપ્સને ફંડ કરી રહ્યા છે. હાલના સમયે દેશમાં આશરે 1.5 કરોડ વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો