• Home
  • Utility
  • Gadgets
  • Early access sale of 'Honor 9X Pro' to start on Flickart, get a discount of Rs 3000

સેલ / ફ્લિકાર્ટ પર ‘ઓનર 9X પ્રો’નો અર્લી એક્સેસ સેલ શરૂ થશે, 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે

Early access sale of 'Honor 9X Pro' to start on Flickart, get a discount of Rs 3000
X
Early access sale of 'Honor 9X Pro' to start on Flickart, get a discount of Rs 3000

  • ફોનનાં સિંગલ 6GB + 256GB વેરિઅન્ટની કિંમત 17,999 રૂપિયા, જે સેલ અંતર્ગત 14,999 રૂપિયામાં મળશે
  • કંપની એક્સીડેન્ટલ ડેમેજ પર વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ ગેરન્ટી આપશે
  • ફોનમાં હુવાવેનું ‘એપ ગેલરી’ ફીચર મળશે,એપ ઈન્સ્ટોલ્ડ કર્યા વગર પ્રિવ્યૂ કરી શકાશે
  • ફોનમાં 48MPનું પ્રાઈમરી રિઅર કેમેરા ધરાવતું ટ્રિપલ રિઅર કેમેરા સેટઅપ મળશે
  • સિક્યોરિટી માટે ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગર પ્રિન્ટ સેન્સર મળશે

દિવ્ય ભાસ્કર

May 21, 2020, 11:05 AM IST

ચાઈનીઝ ટેક કંપની ઓનરે ગત અઠવાડિયે પોપઅપ સેલ્ફી કેમેરા ધરાવતો સ્માર્ટફોન ‘ઓનર 9X પ્રો’ ભારતમાં લોન્ચ કર્યો હતો. ગ્રાહકો ફ્લિપકાર્ટ પર ગુરુવારથી તેની ખરીદી કરી શકશે. ફ્લિપકાર્ટ પર અર્લી એક્સેસ સેલ ગુરુવારે બપોરે 12 વાગ્યાથી શરૂ થશે. સેલમાં ગ્રાહકોને 3,000 રૂપિયાનાં ડિસ્કાઉન્ટ સાથે ફોન 14,999 રૂપિયામાં મળશે.

આ ફોનની ખાસ વાત એ છે કે તેમાં 16MPનો સિંગલ પોપ અપ સેલ્ફી કેમેરા અને એપ ગેલરી ફીચર મળશે. આ ફીચરની  ખાસ વાત એ છે કે તેમાં યુઝર એપ ડાઉનલોડ કર્યા વગર તેનો ટ્રાયલ લઈ શકશે.

કિંમત અને ઓફર

  • આ ફોનનાં સિંગલ 6GB + 256GB વેરિઅન્ટની લોન્ચિંગ કિંમત 17,999 રૂપિયા છે, પરંતુ અર્લી એક્સેસ સેલમાં તેની કિંમત 14,999 રૂપિયા છે.
  • અર્લી સેલ ઓફર અંતર્ગત 3,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 2500 રૂપિયાથી શરૂ થતી માસિક ‘નો કોસ્ટ EMI’ની સુવિધા મળશે.
  • કંપની એક્સીડેન્ટલ ડેમેજ પર વન ટાઈમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ ગેરન્ટી આપી રહી છે, જે 3 મહિના માટે એક્ટિવ રહે છે.

એપ ગેલરી ફીચર

આ ફીચર ફોનમાં પ્લે સ્ટોરનું સ્થાન લેશે. આ ફીચરની મદદથી યુઝર એપને ડાઉનલોડ કર્યા વગર ક્વિક એપની મદદથી તેનો ટ્રાયલ કરી શકશે. એપ ગેલરીમાં હુવાવે બ્રાઉઝર, ક્લાઉડ, વીડિયો, મ્યૂઝિક અને થીમ્સ પણ મળશે. તેમાં યુઝરને સિક્યોરિટી અને પ્રાઈવસી માટે 4 લેયરનું પ્રોટેક્શન મળશે.‘ઓનર 9X પ્રો’નાં બેઝિક સ્પેસિફિકેશન

ડિસ્પ્લે સાઈઝ

6.59 ઈંચ

ડિસ્પ્લે ટાઈપ

ફુલ HD+ IPS 1080x2340 રિઝોલ્યુશન

OS 

EMUI 9.1 બેઝ્ડ એન્ડ્રોઈડ 9 પાઈ

પ્રોસેસર

ઓક્ટાકોર કિરિન 810

રિઅર કેમેરા

48MP +8MP +2MP

ફ્રન્ટ કેમેરા

પોપ અપ 16MP

રેમ

6GB

સ્ટોરેજ

256GB

બેટરી

4,000mAh
વજન

202 ગ્રામ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી