તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Gadgets
  • Ealme Cobble, Pocket Bluetooth Speakers Launched In India, Starting Price Rs 998; Know More Price And Specification

ભારતમાં રિયલમીના બે બ્લુટૂથ સ્પીકર લોન્ચ:કોબલ અને પૉકેટ નામના સ્પીકર સિંગલ ચાર્જમાં 9 કલાકનું બેટરી બેકઅપ આપશે, કિંમત 999 રૂપિયાથી શરૂ

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિયલમી કોબલ સ્પીકરમાં 1500mAhની બેટરી મળશે, રિયલમી પૉકેટ સ્પીકરમાં 600mAhની બેટરી આપી છે

સ્માર્ટફોન બ્રાન્ડ રિયલમીએ પોતાના વાયરલેસ સ્પીકર રિયલમી કોબલ અને રિયલમી પૉકેટ ભારતમાં લોન્ચ કર્યા છે. આ બંને સ્પીકરમાં ક્નેક્ટિવિટી માટે બ્લૂટૂથ વર્ઝન 5 આપ્યું છે. બંનેમાં ડાયનેમિક બાઝ બુસ્ટ ડ્રાઈવર અને પેસિવ રેડિએટર મળશે. આ બંને સ્પીકરની ટક્ક્ત ભારતીય માર્કેટમાં મિવી અને ઝેબ્રોનિક્સ જેવી કંપનીઓ સાથે થઇ શકે છે.

રિયલમી કોબલ બ્લૂટૂથ સ્પીકરના સ્પેસિફિકેશન
રિયલમી કોબલ વાયરલેસ સ્પીકર 5Wના ડાયનેમિક બાઝ બૂસ્ટ ડ્રાઈવર અને પેસિવ ડ્રાઈવર રેડિએટરની સાથે આવશે. આ સ્પીકરમાં સારી ઓડિયો ક્વોલિટી માટે ત્રણ પ્રીસેટ ઇક્વલાઇઝર આપ્યા છે. સાથે જ તેમાં સુપર-લૉ લૅન્ટસી ગેમ મોડ મળશે. તેનો લેન્ટસી રેટ 28 મિલિસેકન્ડ છે. તેને IPX5 રેટિંગ મળ્યું છે, એટલે કે આ સ્પીકર વોટર પ્રૂફ છે.

સિંગલ ચાર્જમાં 9 કલાકનું બેટરી બેકઅપ મળશે
રિયલમી કોબલ સ્પીકરમાં 1500mAhની બેટરી આપી છે, તે સિંગલ ચાર્જમાં 9 કલાકનું બેકઅપ આપે છે. આ ઉપરાંત સ્પીકરમાં બ્લુટૂથ વર્ઝન 5નો સપોર્ટ મળશે. સ્પીકરની વજન 200 ગ્રામ છે.

રિયલમી કોબલ બ્લુટૂથ સ્પીકર 1,499 રૂપિયામાં મળશે
મેટલ બ્લેક અને ઈલેક્ટ્રોનિક્સ બ્લુ કલરના ઓપ્શનમાં અવેલેબલ છે. તેની કિંમત 1,799 રૂપિયા રાખી છે. આ સ્પીકર ઈન્ટ્રોડક્ટરી ઓફર હેઠળ માત્ર 1,499 રૂપિયામાં ખરીદી શકાશે.

રિયલમી પૉકેટ બ્લૂટૂથ સ્પીકરના ફીચર
કંપનીએ સારી સાઉન્ડ ક્વોલિટી માટે રિયલમી પૉકેટ બ્લૂટૂથ સ્પીકરમાં 3Wનો ડાયનેમિક બૂસ્ટ ડ્રાઈવર આપ્યું છે. આ ડ્રાઈવર પેસિવ રેડિએટર સાથે આવશે. સ્પીકરમાં ટચ કન્ટ્રોલ આપ્યો છે. તેની મદદથી યુઝર્સ વોલ્યુમ કન્ટ્રોલ કરી શકશે. આ ઉપરાંત સ્પીકરમાં બ્લુટૂથ વર્ઝન 5ની સાથે ચાર્જિંગ માટે USB ટાઈપ-C પોર્ટ મળશે.

પૉકેટ બ્લૂટૂથ સ્પીકર સિંગલ ચાર્જમાં 6 કલાકનું બેકઅપ આપશે
બેટરીની વાત કરીએ તો, રિયલમી પૉકેટ સ્પીકરમાં 600mAhની બેટરી આપી છે. કંપનીનો દાવો છે કે, તેની બેટરી સિંગલ ચાર્જમાં 6 કલાકનું બેકઅપ આપે છે. તેનું વજન 113 ગ્રામ છે.

રિયલમી પૉકેટ સ્પીકર 1,099 રૂપિયાની બદલે 999 રૂપિયામાં મળશે.

બંને વાયરલેસ સ્પીકરનો સેલ 15 સપ્ટેમ્બરથી કંપનીની ઓફિશિયલ વેબસાઈટ, ફ્લિપકાર્ટ અને રિટેલ સ્ટોર પર શરૂ થશે.