તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિલંબ:સેમીકન્ડક્ટરની અછતને કારણે સસ્તો ફોન લોન્ચ કરવો મોટો પડકાર, લોન્ચિંગમાં વિલંબ થતાં ટેક્નિકલ ખામી દૂર કરવામાં મદદ મળશે

3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કંપનીના જણાવ્યા પ્રમાણે, ફોનનું લોન્ચિંગ પાછું ઠેલાતાં ફોનનું ટેસ્ટિંગ સારી રીતે થઈ શકશે
  • સેમીકન્ડક્ટરની અછત અને તેની વધેલી કિંમત કંપની સામે મોટો પડકાર

રિલાયન્સ જિયોના નેક્સ્ટ સ્માર્ટફોનનાં લોન્ચિંગમાં વિલંબ થઈ રહ્યો છે. કંપની સેમીકન્ડક્ટરનું સપ્લાય મેનેજ કરવા માટે સંઘર્ષ કરી રહી છે. નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, ફોનમાં ઉપયોગ થનારા સેમીકન્ડક્ટરની માર્કેટમાં અછત છે. તેની કિંમત વધી રહી છે, તેથી ફોનની સસ્તી કિંમત મેનેજ કરવા માટે તે મોટો પડકાર છે.

જિયોનું કહેવું છે કે, ફોનનું લોન્ચિંગ પાછું ઠેલાતાં ફોનનું ટેસ્ટિંગ સારી રીતે થઈ શકશે. ફોનની ફીચર અને ટેક્નિકલ ખામી દૂર કરી શકાશે. સેમીકન્ડક્ટરની અછતની સીધી અસર ફોનની કિંમત પર થશે.

ફોનમાં ઉપયોગમાં લેવાતાં સેમીકન્ડક્ટરની કિંમત 20% વધી છે. તેની સાથે સેમીકન્ડક્ટરની ઉપલબ્ધતામાં 8થી 20 અઠવાડિયાંનો વિલંબ થઈ રહ્યો છે. જિયો હજુ પણ સપ્લાય ચેન મેનેજ કરવામાં રોકાયેલી છે. જો ફોન લોન્ચ થઈ પણ જાય તો આવતાં વર્ષ સુધી તે લિમિટેડ સ્ટોકમાં અવેલેબલ હશે.

દિવાળી સુધી લોન્ચ થઈ શકે છે ફોન

સેમીકન્ડક્ટરની ઊણપને લીધે હવે ફોન દિવાળી સુધીમાં લોન્ચ થઈ શકે છે. આ પહેલાં 10 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના દિવસથી ફોનનાં વેચાણનું શ્રીગણેશ થવાનું હતું. કંપનીએ જણાવ્યું કે લોન્ચિંગમાં વિલંબ થતાં આ સમયમાં કંપની સેમીકન્ડક્ટરની ઊણપ દૂર કરવાનો પ્રયાસ કરશે.

ફેસ્ટિવ સિઝન પર ચિપની અછતની કોઈ અસર નહિ
ટેક રિસર્ચ ફર્મ IDCના રિપોર્ટ પ્રમાણે, સ્માર્ટફોન્સ હવે લેપટોપ અને ટીવીની જેમ ચેલેન્જ નથી રહ્યા. ભારતનું માર્કેટ ગ્લોબલી બીજા નંબરનું માર્કેટ છે. તમામ બ્રાન્ડ્સ એડી ચોટીનું જોર લગાવી સ્ટોક અવેલેબલ કરવા માટે પ્રયાસ કરી રહી છે. તેથી ફેસ્ટિવ સિઝનમાં પ્રોડ્કટની અછત ન વર્તાય.

અન્ય સમાચારો પણ છે...