રશિયાના રાષ્ટ્રપતિ વ્હાલદિમીર પુતિનની ઓફિસમાં કામ કરતા કર્મચારીઓ હવે અમેરિકન બ્રાન્ડ એપલનાં ડિવાઈસનો ઉપયોગ કરી શકશે નહીં. યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જાસૂસીનાં ડરના કારણે રશિયાની સરકારે આ નિર્ણય લીધો છે. આ અંગે સોમવારનાં રોજ જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.
સોમવાર (20 માર્ચ)ના રોજ બિઝનેસ ડેઇલી કોમર્સે અહેવાલ આપ્યો હતો કે, રશિયન પ્રેસિડેન્શિયલ એડમિનિસ્ટ્રેશનનાં સભ્યો કે જેઓ ઘરેલું મુદ્દાઓ પર કામ કરી રહ્યા છે, તેઓએ માર્ચનાં અંત સુધીમાં એપલ ડિવાઈસીસનો ઉપયોગ બંધ કરી દેવો પડશે. રશિયન અધિકારીઓએ iOS ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા તેમના ડિવાઈસીસને ‘ફેંકી દેવા અથવા તેમના બાળકોને આપી દેવા’ માટે જણાવ્યુ હતું. સૂત્રનાં જણાવ્યા પ્રમાણે માર્ચની શરૂઆતમાં આયોજિત એક સેમિનારમાં પણ તેની ચર્ચા થઇ હતી.
કૉમસેંટની એક રિપોર્ટ મુજબ આ મામલે અંતિમ અંતિમ નિવેદન અને અંતિમ તારીખ સીધી ડેપ્યુટી ચીફ ઓફ સ્ટાફ સર્ગેઇ કિરિન્કો તરફથી આવી હતી, જેઓ સ્થાનિક નીતિના વિવિધ પાસાઓનો હવાલો સંભાળે છે અને રાષ્ટ્રપતિની ઓફિસમાં ઘણા વિભાગોની દેખરેખ રાખે છે, એમ કોમર્સન્ટે અહેવાલ આપ્યો હતો. અહેવાલ મુજબ આ પ્રતિબંધ વહીવટ વતી સ્થાનિક સરકારો સાથે સંપર્ક કરનારા અધિકારીઓને પણ અસર કરશે.
યૂક્રેનની મદદ કરી રહ્યુ છે અમેરિકા
તમને જણાવી દઈએ કે, રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષથી પણ વધુ સમય થઈ ચૂક્યો છે. આ યૂદ્ધમાં યૂક્રેન અમેરિકાની મદદ કરી રહ્યુ છે.
રશિયા-યુક્રેન યુદ્ધમાં 27,000થી વધુ લોકોનાં મોત
આ યુદ્ધે 27 હજારથી વધુ લોકોના જીવ લીધા છે. આ સાથે જ 1.86 કરોડથી વધુ લોકોને બેઘર બનાવી દેશ છોડવા માટે મજબૂર કરવામાં આવ્યા છે. યુનિસેફના જણાવ્યા મુજબ આ યુદ્ધને કારણે યુક્રેનમાં 50 લાખથી વધુ બાળકોનું શિક્ષણ અટકી ગયું હતું. વળી, નાના બાળકોને ભણવા માટે કોઈ સ્કૂલ પણ બાકી નથી રહી. આ આંકડા તમામ સંસ્થાઓ માટે અલગ અલગ છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.