Oppo A સિરીઝનો નવો ફોન લૉન્ચ થયો:50MPનું ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ, સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે f/2.0 અપર્ચર લેન્સ કેમેરા સપોર્ટ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ઓપ્પો એ A-સીરીઝનો નવો સ્માર્ટફોન ઓપ્પો A57sને યુરોપ માર્કેટમાં લોન્ચ કરી દીધો છે. સ્માર્ટફોનમાં HD+ ડિસ્પ્લે, મીડિયાટેક હીલિયો G35 SoC, 50MPનું ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ અને 33Wના ફાસ્ટ ચાર્જિંગની સાથે 5,000 mAhની મોટી બેટરી મળે છે. આ સ્માર્ટફોન A57(2022) જેવો જ છે, જેણે આ વર્ષની શરુઆતમાં ભારતમાં ડેબ્યુ કર્યુ હતું. આ બંને વચ્ચેનું અંતર ફક્ત સ્માર્ટફોનના પ્રાઈમરી સેન્સરને લઈને છે. ઓપ્પો A57માં 13MPનો પ્રાઈમરી કેમેરા છે.

ઓપ્પો A57sની કિંમત
ઓપ્પો A57sની કિંમત વિશે હજુ સુધી કોઈ વિશેષ ખુલાસો કરવામાં આવ્યો નથી. આ સ્માર્ટફોન સ્કાઈ બ્લૂ અને સ્ટાર બ્લેક કલરમાં જોવા મળે છે. ઓપ્પો A57ને 13,999 રુપિયાની કિંમતે લોન્ચ કરવામાં આવ્યો હતો એટલે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે, ઓપ્પો A57sને ભારતમાં 16,000 રુપિયાની કિંમતે લોન્ચ કરી શકાય છે. ઓપ્પોએ આ ફોનને બીજા દેશના માર્કેટમાં ક્યારે લોન્ચ કરશે તે અંગે કોઈ માહિતી આપી નથી.

ઓપ્પો A57sના સ્પેસિફિકેશન્સ

  • ડ્યુઅલ-સિમ (નેનો) એન્ડ્રોઇડ-12 આધારિત છે. આ સ્માર્ટફોન ColorOS 12.1 પર ચાલે છે અને 600 nits બ્રાઇટનેસ સાથે 6.56-inch HD+ (1,612x720 pixels) IPS LCD ડિસ્પ્લે ધરાવે છે. આ સ્માર્ટફોન ઓક્ટા-કોર MediaTek Helio G35 SoC પર આધારિત છે, જે 4GB LPDDR4X રેમ સાથે જોડાયેલ છે.
  • Oppo A57s પાસે f/1.8 અપર્ચર લેન્સ સાથે 50MPના પ્રાથમિક સેન્સર સાથે ડ્યુઅલ રીયર કેમેરા સેટઅપ છે. f/2.4 લેન્સ સાથે 2MPનો મોનો કેમેરા પણ છે. સેલ્ફી અને વિડિયો કોલિંગ માટે f/2.0 અપર્ચર લેન્સ સાથે 8MP સેલ્ફી કેમેરાને સપોર્ટ કરે છે.
  • Oppo A57s સ્માર્ટફોન 64GB સ્ટોરેજ સાથે આવે છે અને તેમાં માઇક્રોએસડી કાર્ડ સ્લોટ પણ છે. આ સ્માર્ટફોન લાઇટ, પ્રોક્સિમિટી, એક્સેલરોમીટર અને ગ્રેવીટી સેન્સર સાથે આવે છે. કનેક્ટિવિટી વિકલ્પોમાં 4G, Wi-Fi, Bluetooth V5.3, NFC, USB Type-C પોર્ટ અને 3.5mm હેડફોન જેકનો સમાવેશ થાય છે.
  • તેમાં 33W સુપરવૂક ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAhની બેટરી મળે છે અને તેમાં ફિંગરપ્રિન્ટ સેન્સરની સાથે જ બાયોમેટ્રિક્સ માટે ફેસ રિકગ્નાઈઝેશન પણ છે. Oppo A57sને ધૂળ અને પાણી સામે રક્ષણ આપવા માટે IP54 રેટિંગ મળ્યું છે અને તેમાં ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ છે.