ટેક ન્યુઝ:Instagram પર રીલ્સ ડાઉનલોડ કરવી ખૂબ જ સરળ છે, અપનાવો આ રીત!

2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ફોટો શેરિંગ એપ્સની દુનિયામાં ઇન્સ્ટાગ્રામ એ સૌથી મોટું પ્લેટફોર્મ છે. આ એપના માધ્યમથી યૂઝર્સ ખૂબ જ સરળતાથી ફોટોસ અને વીડિયો શેર કરી શકે છે. ટિકટોક પર પ્રતિબંધ લાગ્યા બાદ ઈન્સ્ટાગ્રામ રીલ્સે ભારત સહિત દુનિયાભરમાં પોતાની એક આગવી ઓળખ બનાવી લીધી હતી. ઇન્સ્ટાગ્રામ રીલ્સની હાલ યુઝર્સમાં જબરદસ્ત લોકપ્રિયતા વધી રહી છે પરંતુ, આ રીલ્સ માત્ર ઇન્સ્ટાગ્રામ પર જ જોવામાં આવે છે અને શેર કરવામાં આવે છે, પરંતુ યુઝર્સ તેને અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરે છે. જોકે, ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ કરવાનો કોઈ વિકલ્પ આપતું નથી. હા, ઈન્સ્ટાગ્રામ રીલ ગેલેરીમાં પણ આવે છે, પરંતુ તેમાં કોઈપણ પ્રકારનો ઓડિયો નથી હોતો. તો આજે અમે તમને જણાવીશું કે, કેવી રીતે તમે ઓડિયો સાથે ઇન્સ્ટાગ્રામ રીલ્સ સરળતાથી ડાઉનલોડ કરી શકો છો.

એવી ઘણી એપ્સ છે, જેના દ્વારા ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ કરી શકાય છે

Saverrr

 • Saverrr રીલ્સ ડાઉનલોડર એ એક એન્ડ્રોઇડ એપ્લિકેશન છે, જેને તમે ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરી શકો છો.
 • તમારું ઇન્સ્ટાગ્રામ ખોલો અને તમે ડાઉનલોડ કરવા માંગતા હો તે રીલ ખોલો.
 • ત્રણ ડોટ પર ટેપ કરો અને કોપી લિંક પસંદ કરો.
 • લિંક કોપી કર્યા પછી આ એપ્લિકેશન ખોલો.
 • આ એપ કોપી કરેલી ઇન્સ્ટાગ્રામ રીલની લિંકને ઓટોમેટિક ઓપન કરશે અને રીલ ડાઉનલોડ થવા લાગશે.
 • ડાઉનલોડ કર્યા પછી તમે સરળતાથી આ રીલ જોઈ શકો છો અને તેને તમારા મિત્રોને શેર કરી શકો છો.

InstaDown

 • એન્ડ્રોઇડ ડિવાઇસીસ પર ઈન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ કરવા માટે ઘણી બધી એપ્લિકેશનો છે, પરંતુ એપલ ડિવાઇસ માટે એપ્લિકેશન શોધવી થોડી મુશ્કેલ છે. એપલ ડિવાઇસીસ માટે એક સારી એવી એપ્લિકેશન છે InstaDown કે, જે રીલ્સ ડાઉનલોડ કરીને તમારી ગેલેરીમાં સેવ કરે છે.
 • એપ સ્ટોરમાંથી ઈન્સ્ટાગ્રામ રીલ્સ માટે InstaDown ઈન્સ્ટોલ કરો.
 • તમારું ઈન્સ્ટાગ્રામ ઓપન કરો અને તમે ડાઉનલોડ કરવા માંગતા હો તે રીલ ખોલો.
 • ત્રણ ડોટ મેનુ પર ટેપ કરો અને અહીં કોપી લિંક પસંદ કરો.
 • ત્યારબાદ InstaDown એપ ઓપન કરો. અહીં રીલની લિંક આપોઆપ કોપી થઇ જશે.
 • હવે Generatre Link પર ક્લિક કરો અને એપ્લિકેશનને ફોટો લાઇબ્રેરીને ઍક્સેસ કરવાની મંજૂરી આપો.
 • આ એપ ઇન્સ્ટાગ્રામ રીલ ડાઉનલોડ કરશે અને તેને તમારા આઇફોનના કેમેરા રોલ પર સેવ કરશે.
 • તમે More ટેબ પર જઈને ડાઉનલોડ સ્ટેટસ ચેક કરી શકો છો.
 • હવે તમે તમારી ફોટો લાઈબ્રેરી ખોલીને ડાઉનલોડ કરેલી રીલ જોઈ અને શેર કરી શકો છો. આ સિવાય તમે InSaver એપ પણ ટ્રાય કરી શકો છો.

વેબસાઇટ પરથી રીલ્સ ડાઉનલોડ કરો
આ એપ્લિકેશન ઉપરાંત તમે ઓનલાઇન ટૂલ્સની મદદથી પણ ઇન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ કરી શકો છો. ઇન્ટરનેટ પર એવી ઘણી વેબસાઇટ્સ છે કે, જ્યાંથી તમે વોટરમાર્ક વિના વોઇસ સાથે રીલ્સ ડાઉનલોડ કરી શકો છો. તમારે જે કરવાનું છે તે પહેલા ઇન્સ્ટાગ્રામ રીલની લિંકને કોપી કરવાનું છે. આ વેબસાઇટ્સ પર કોપી કરેલી લિંક્સ પેસ્ટ કરીને રીલ્સ ડાઉનલોડ કરી શકાય છે. અહીં કેટલીક વેબસાઇટ્સ છે કે, જ્યાં તમે રીલ્સ ડાઉનલોડ કરી શકો છો.

https://igdownloader.com/reels-downloader
https://www.instadp.com/instagram-tools/reel-downloader
https://instafinsta.com/reels
https://igram.io/
https://www.save-insta.com/reels-downloader/

ઇન્સ્ટાગ્રામ રીલ્સને ઓનલાઇન સેવ કરો
ઈન્સ્ટાગ્રામ રીલ્સ ડાઉનલોડ કરવાને બદલે તમે તેને ઈન્સ્ટાગ્રામ એપમાં જ સેવ કરી શકો છો, પરંતુ તમે ફક્ત સેવ કરેલી રીલ્સ જ ઓનલાઇન જોઈ શકો છો. આ રીલ્સને ઇન્સ્ટાગ્રામ પર સેવ કરવા માટે આ સ્ટેપ્સને ફોલો કરો.

 • ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરો અને જે રીલ સેવ કરવી છે તે પ્લે કરો.
 • ત્રણ ડોટ મેનુ પર ટેપ કરો.
 • હવે સેવ ઓપ્શન પર ક્લિક કરો.
 • ઇન્સ્ટાગ્રામ પર સેવ કરેલી રીલ્સ જોવા માટે યુઝર્સ પોતાની પ્રોફાઈલ પર જવું પડે છે. ત્યારબાદ ત્યાં હેમ્બર્ગર મેન્યુ પર ટેપ કરો અને Saved એપ્લિકેશન પર ક્લિક કરો.