ટેક ટિપ્સ:ભૂલથી તમારા ફેવરિટ ફોટોઝ અને વીડિયો ડિલીટ થઈ ગયા તો ફિકર નોટ, આ એપ્સ તમારો ડેટા રિકવર કરી દેશે

10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રિકવરી એપ્સ ડિલીટ થયેલી ફાઈલ ફોન ટેમ્પરરી મેમરીમાંથી ફરી રિસ્ટોર કરે છે
  • રિસાયકલ બિનમાંથી ડિલીટ થયેલો ડેટા તે રિકવર કરી શકતી નથી

તમારો સ્માર્ટફોન તમારાં બાળકના હાથમાં આવી જાય તો બની શકે તે તમારા ફોનમાંથી ફોટો અને વીડિયોઝ સ્ક્રોલ કરતાં સમયે કેટલીક ફાઈલ ડિલીટ કરી દે. બાળકની આ ભૂલથી તમને વધારે દુ:ખ ત્યારે થાય જ્યારે ડિલીટ કરેલા ફોટોઝ અને વીડિયોઝ તમારા ફેવરિટ હોય. તમારા ફોનમાં Recycle Bin અથવા રિસન્ટ ડિલીટ ફોલ્ડર હોય તો તેના રિકવરીમાં કોઈ વાંધો આવતો નથી પરંતુ તે ન હોય તો શું કરશો?

રિકવરી ફોલ્ડર ન હોય તો ડિલીટ થયેલી ફાઈલ ફોટો અને વીડિયો રિકવરી એપ્સથી રિસ્ટોર કરી શકાય છે.આ એપ્સ ડિલીટ થયેલા ફોટોઝ, વીડિયો અને ઓડિયો ફાઈલ શોધી તેને રિસ્ટોર કરે છે. આવો આવી એપ્સ વિશે જાણીએ...

ડિલીટ થયેલી ફાઈલ શોધી કાઢતી એપ્સ

એપસાઈઝડાઉનલોડ
DiskDigger photo recovery4.7MB10 કરોડ
File Recovery - Restore Files7.3MB50 લાખ
Photo & Video & Audio Recover5.4MB50 લાખ
Deleted File Recovery4.5MB10 લાખ
File Recovery - Recover Deleted Files4.0MB10 લાખ

કેવી રીતે ડિલીટ થયેલી ફાઈલ રિસ્ટોર કરી શકાય છે
ફોનમાં કોઈ પણ ડેટા ડિલીટ થાય તો તે ઈમેજ ફોર્મેટમાં ફોનની અંદર સ્ટોર રહે છે. સતત ફાઈલ ડિલીટ કરતા રહીએ તો ધીરે ધીરે ડિલીટ થયેલો જૂનો ડેટા હંમેશાં માટે ડિલીટ થઈ જાય છે. ફોન ફેક્ટરી રિસ્ટોર અથવા ફોર્મેટ કરવામાં આવે તો હંમેશાં માટે ડેટા ડિલીટ થઈ જાય છે.

કેવી રીતે કામ કરે છે આ એપ્સ
ફોટો અથવા વીડિયો રિકવરી એપ્સની ખાસિયત એ હોય છે કે તે ડિલીટ થયેલી ફાઈલ ફોન ટેમ્પરરી મેમરીમાંથી ફરી રિસ્ટોર કરે છે. રિસ્ટોરિંગ માટે આ એપ્સ ફોન સ્કેન કરે છે. જો ફોનમાં રિસાયકલ બિન અથવા રિસન્ટ ડિલીટ ફોલ્ડર હોય અને તમે તેમાંથી પણ ડેટા ડિલીટ કર્યો હોય તો આ એપ્સ ડેટા રિકવર કરી શકતી નથી.

ફોન રૂટ કરવાની જરૂર નહિ
આ એપ્સની ખાસ વાત એ છે કે યુઝરે ફોટો રિકવરી માટે ફોન રૂટ કરવાની જરૂર રહેતી નથી. જોકે ફોન રૂટ ન થાય તો એપ્સ એક લિમિટ સુધી જ સર્ચ કરી શકે છે. આ એપ્સ ઈન્સ્ટોલ કરી ડાયરેક્ટ ડિલીટ ફોટો અને વીડિયો સર્ચ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...